________________
૨૪૬
અવંતિનું આધિપત્ય
લેનાર શિકારી વિક્રમાદિત્ય નહિ, પરંતુ એના નામની સાથે મળતા નામવાળો અથવા કદાચ વિક્રમાદિત્ય ઉપાધિને ધારક કે અન્ય જ રાજા હોવો જોઈએ. સંભવ છે કે, તે વિદિશાને વિજેતા-શાલિવાહનથી અર્ધ રાજ્ય પામેલો-વિદર્ભરાજ તરીકે ઓળખાતે બૃહ
થાને વીરવાર વિક્રમશક્તિ અથવા પુરાણેને શુદ્રક (સિકકનું વાસ્તવિક મૂળરૂપ) છે, કે જે પિતાનું એક નામ ગુણાઢય પણ ધરાવતે હાઈ શ્રીપાદલિપ્તસૂરિના પરિચયથી ચુસ્ત જૈન બનેલ હતું. આ શાલિવાહન અને શુદ્રક વિષે વિશેષ હકીક્ત આગળ પર લખવામાં આવશે તે પરથી વાચકો તેમની કાંઈક ઓળખ કરી લેશે. હવે વિકમચરિત્ર પછી ઉજજયિનીના અધિપતિ તરીકે આવેલા ભાઈલાદિ ત્રણ ગર્દભિલવંશીય રાજાઓ વિષે અહિં સૂચન કરી લઈએ. ભાઇલાદિત્રિક ૩૫ વર્ષ, મ. નિ. ૫૧૦-૫૪૫
(વિ. સં. ૧૦૦-૧૩૫, ઈ. સ. ૪૩-૩૮.) વિક્રમચરિત્ર પછી ઉજજયિની પર અનુક્રમે ભાઈલ, નાઈલ અને નાહ, એ ત્રણ રાજાઓ અધિપતિ તરીકે આવ્યા હતા. તેમને રાજવંકાલ અનુક્રમે ૧૧,૧૪ અને ૧૦ વર્ષ છે. ઈતિહાસમાં આ રાજાઓનાં નામ અને રાજત્વકાલ સિવાય બીજી કોઈ પણ હકીકત લખાયેલી ભાગ્યે જ જોવા મળે છે, અને તેથી મેં તેમને અહિં સમુચ્ચય તરીકે જ આલેખ્યા છે. આ બ્રરાજા શાલિવાહન વિગેરેના અને આશ્વભૂત્ય રાજા શુદ્રક (વિક્રમશક્તિ)ને ચારે તરફ હર સુઠ્ઠર વીંટળાઈ વળેલા મહાન પરિબળ વચ્ચે એ રાજાઓનું ઉજજયિની પરનું આધિપત્ય સૌહાર્દથી જ જીવતું રહ્યું હોય તે ના નહિ. ગમે તેમ પણ એ સમય દરમીયાન એમના રાજ્યની પ્રજા શાન્ત અને સ્વસ્થ જીવન વિતાવી રહી હતી.
ગર્દભિલવંશના ઉપરોક્ત ભાઈલાદિ ત્રણ રાજાઓના સમયમાં શ્રીભદ્રગુપ્તાચાર્ય અને શ્રીવાસ્વામી એ ક્રમશઃ યુગપ્રધાન હતા. તેમને યુગપ્રધાનત્વકાલ અનુક્રમે મ. નિ. ૪૯૪ થી ૫૩૫ (ઈ. સ. ૨૭ થી ૬૮) અને મ. નિ. પ૩૫ થી ૫૭૧) (ઈ. સ. ૬૮ થી ૧૦૪) સુધી હતા. આ બેંધ માથુરીવાચના પ્રમાણે છે, પરંતુ તેથી જુદી પડતી વાલજીવાચના ભદ્રગુપ્તાચાર્ય અને વાસ્વામી એ બેના વચ્ચે એક શ્રીગુપ્તનામના યુગપ્રધાનને માને છે અને તેમને યુગપ્રધાનવ કાલ ૧૫ વર્ષ જણાવી, ભદ્રગુપ્તાચાર્યનાં મ. નિ. ૪૯૪ થી ૫૩૫ સુધીનાં ૪ વર્ષ ન રાખતાં મ. નિ. ૪૯૪ થી ૫૩૩ સુધીનાં ૩૯ વર્ષ રાખે છે તથા તેમની પછી શ્રીગુપ્તનાં મ. નિ. પ૩૩ થી ૫૪૮ સુધીનાં ૧૫ વર્ષ જણાવી શ્રી વાસ્વામીનાં મ. નિ. ૫૪૮ થી ૫૮૪ સુધીનાં ૩૬ વર્ષ રાખે છે. પરિણામે, એ બને વાચનાઓની ગણતરીમાં ૧૩ વર્ષનું અંતર પડી જાય છે, કે જેની નેંધ શ્રીદેવધિગણિક્ષમાશ્રમણે શ્રીકલ્પસૂત્રમાં તેને લેખન સમય જણાવતાં સ્પષ્ટ રીતે લીધેલી આજે આપણને વાંચવા મળે છે. આ સમય દરમીયાન ઉપરોક્ત યુગપ્રધાને સિવાય તેસલિપુત્રાચાર્ય,