________________
અવંતિનું આધિપત્ય મ.નિ. ૪૧૦ વર્ષે નહિ, પરંતુ મ.નિ. ૪૭૦ વર્ષે વિક્રમ સંવતની શરૂઆત માનનાર ચાય રેત સંપ્રદાય મ.નિ, ૬૦૫ વર્ષે ગભિલવંશના અંત સાથે શક રાજાની ઉત્પત્તિ માને છે. તેના મતે મનિ. ૬૦૫ એ ઈ.સ. ૭૮ હેઈ તે સમયે ૫૦ વર્ષ પાછળ થનારા રુદ્રદામાનું અસ્તિત્વ સંભવી શકે નહિ, અને તેથી અવતિમાં ઉત્પન્ન થનાર એ શક રાજ રુદ્રદામા ઘટી શકતો નથી, જ્યારે ચછન-રુદ્રદામાને દદે તે સમયની લગભગમાં વિદ્યમાન હોવાથી અવન્તિમાં ઉત્પન્ન થનાર શક રાજા તરીકે ઘટી શકે છે. પરંતુ ચાર જે. સંપ્ર.ની ગણને પ્રમાણે અનેક પ્રાચીન ઘટનાઓને મેળ મળતું નથી એ સંબંધી હું આ લેખમાં તે તે પ્રસંગે બતાવી ગયો છું. વળી સાંચીના તોરણ પરના લેખમાં રાજા સાતકર્ણિના કારીગરના લેખ પરથી તથા ઉજયિનીના વિશેષ ચિહ્નવાળા સાતકર્ણિ રાજાના સિક્કા માળવામાં મળી આવવાથી શકત્પત્તિ પહેલાં ઉજજયિનીમાં આન્ધવંશનું આધિપત્ય સાબીત થઈ તે આપણને એવા નિશ્ચય પર લઈ જાય છે કે, ગભિ૯ વંશનો અંત આધ્રોએ આર્યો હતો અને આશ્વવંશને અંત શકરાજાએ આર્યો હતો. આ હકીકત અવન્તિના આધિપત્યને લગતી હોઈ રુદ્રદામા અને પુલોમાની (વાશિષ્ઠીપુત્ર સાક) સાથે સંબંધ રાખે છે, નહિ કે રાષ્ટ્રના રાજ્યને લગતી હોઈ ચછન અને શિવ (સાકર )ની સાથે. રુદ્રદામાન અવન્તિપતિત્વ વિષે તેને પિતાને જૂનાગઢનો લેખ જ સાક્ષી પુરત હેવાથી શંકાનું સ્થાન જ નથી, જયારે ચછનન અવન્તિપતિત્વ વિષે મી. ટેલેમીના ઉલ્લેખ પરથી સંશોધકે એ કરેલા સમયની સાથે મેળ ન બેસે એવા અને સંદિગ્ધ અનુમાન સિવાય બીજે કઈ પુરા જ મળ્યો નથી. આમ છતાં કેટલાકે, “ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકણિએ ક્ષહરાટ નહપાણના તાબાના પ્રદેશો જીતી લીધા હતા અને તે પ્રદેશનો વહીવટ ચટ્ટનને સખ્યો હતો અથવા તે તે પ્રદેશ ચછને આદ્મરાજા પાસેથી જીતી લીધા હતા. વળી પાછા તે પ્રદેશ ચછનના પુત્ર જયદામાએ ગુમાવ્યા હતા અને તેને જયદામાના પુત્ર રુદ્રદામાએ મેળવ્યા હતા. “લે દે” થયેલા આ પ્રદેશમાં અવતિ પણ હતો.” આવા પ્રકારના કાલ્પનિક વિચારોથી ચષ્ટનને અવતિને રાજકતાં માનતા હોય તે ભલે માને. બાકી, ખરી હકીકત એ છે કે, નહપણ. અને ચણન એ બેની વચ્ચે ૧૫૦ વર્ષ કરતાં ય વધારે અંતર હેઈ, નહપાણના જમાઈ શક ઉસવદાસના વંશજ પાસેથી નાશિક, પુના, વિગેરે જિલ્લાઓને જીતનાર ગૌતમીપુત્ર સાતકર્ણિ અને શિવ (સાક) પાસેથી સૌરાષ્ટ્રને જીતી લેનાર ચટ્ટનના પુત્ર જયદામાને હરાવી સૌરાષ્ટ્ર પાછા મેળવનાર ગૌતમીપુત્ર સાતકર્ણ એ બે લાંબા અંતરે થનાર ભિન્ન ભિન્ન આદ્મરાજાઓ છે. ક્ષહરાટ નહપાણ કે શક ચક્ટન, એ બેમાંથી કોઈના તાબામાં અવન્તિદેશ હતો જ નહિ, અને તેથી તેઓમાંને કેઈને હરાવી સાતકણિઓએ તેમની પાસેથી અવન્તિદેશ જીતી લીધું હોય, એ હકીકત જ પાયા વિનાની લાગે છે.
સંશોધકોએ મથુરાના કુશાનવંશીય દેવકુલની એક મૂતિ પર “ષસ્તન” નામ વાંચ્યું છે અને કચ્છના અંધાઉ ગામમાંના લેખમાં સામેતિક (ગ્રામેતિક) પુત્ર ચપ્ટન જય