________________
અવંતિનું આધિપત્ય
૨૫૯ ચત્રપણુ ) કેઈ પણ રીતે ઈ.સ.ની બીજી સદીના બીજા ચરણથી પૂર્વે ઘણે દૂર મુકી શકાય તેમ નથી.
હવે જે મત્સ્યપુત્ર પ્રમાણે “હાલ” રાજાનાં ૫ વર્ષ જ માનીએ તો તેની જ નેંધ મુજબ હાલના રાજ્યાન્તથી પુમાવીને રાજ્યારંભ-મડલક (મંતલક) ૫ વર્ષ, પુરીન્દ્રસેન ૫ વર્ષ, (સૌમ્ય-વર્ષ) સુન્દર ૧ વર્ષ, ચકર વા વર્ષ, શિવસ્વાતિ ૨૮ વર્ષ, ગૌતમીપુત્ર ૨૧ વર્ષ, એમ પ+૫+ (..) + 1 + + ૨૮+૧=૫ વર્ષે આવે અને તે જૈનગ્રન્થમાં સેંધાયેલી હાલના સંબંધી કેટલીક ઘટનાઓને સામયિક વિચાર કરતાં અસંગત થઈ પડે છે.
જેનગ્રન્થામાં લખાયું છે કે; “હાલે-શાલિવાહને રાજ્ય પર આવ્યા પછી (દક્ષિણા પથ પર મજબૂત સત્તા જમાવ્યા બાદ ) પ્રતિષ્ઠાનથી વિક્રમાદિત્યના તાબાના અને તેને પુત્રોથી–ધનંજય (?) અને નભસેન ( વિક્રમચરિત્ર)થી શાસિત લાટના ભરૂચ પર વારંવાર હલાઓ કર્યા હતા તેમાં નભસેનની હાર થયા બાદ વિક્રમાદિત્ય જાતે યુદ્ધમાં ઊતરતાં તેને ઘા લાગતાં કે કઈ આવી પડેલી આકરિમક વ્યાધિથી પીડાતાં તેનું છ માસમાં મૃત્યુ થયું હતું. આ પછી નભ સેને-વિકમચરિત્રે યુદ્ધ જારી રાખતાં અને તેને કાંઈક વિજય મળતાં અંતે તે બનેની વચ્ચે સંધિ થઈ અને હાલ રાજા તે પછી એ લાંબા કાળથી ચાલતા વિરોધથી અટક્યો હતો.”
જેનગ્રન્થકારે વિક્રમાદિત્યનું મૃત્યુ તેના રાજ્યનાં ૬૦ વર્ષે-ઈ. સ. ૩ વર્ષે લખે છે. હવે જે હાલ રાજાના ભરૂચ પર હલાઓને સમય વધારે ન માનતાં ઓછામાં ઓછો ૩ વર્ષ જ માનીએ અને વિક્રમાદિત્યના મૃત્યુ બાદ તેના પુત્રની સાથે હાલનું યુદ્ધ અને અંતે સંધિ એને સમય ૨ વર્ષ ગણીએ તે, ફક્ત ૫ વર્ષ જ રાજત્વકાલવાળા હાલનું મૃત્યુ ઈ.સ. ૫ વર્ષે આવે અને તેનાથી ૬૦મા વર્ષે રાજ્ય પર આવેલા પુલોમાવીને રાજ્યારંભ ઈ. સ. ૬પા વર્ષે આવે. પુરીન્દ્રસેનનાં રાજય વર્ષ મત્સ્યપુત્ર પ્રમાણે ૫ વર્ષ ન ગણતાં બ્રહ્માંડપુ. કે વાયુપુ. પ્રમાણે ૧૨ કે ૨૧ વર્ષ ગણીએ તે, પુલોમાવીને રાજ્યારંભ ૭ કે ૧૬ વર્ષ એડો એટલે ઈ.સ. ૭૨ાા કે ૮૧ વર્ષે આવે; પરંતુ કેઈ પણ રીતે ઈ.સ.ની બીજી સદીના બીજા ચરણમાં, અર્થાત; ઈ. સ. ૧૩૦ની આજુબાજુનાં વર્ષોમાં આવી શકે નહિ. હાલનું રાજ્ય ફક્ત ૫ વર્ષ માનતાં, મારી નોંધ પ્રમાણે તેનું રાજ્ય .સ. પૂ. ૨૨ વર્ષે શરૂ થતું હોવાથી મૃત્યુ ઈ.સ. પૂ. ૧૭ વર્ષ આવે અને ત્યાર બાદ મણ્ડલક વિગેરેનાં પ+૨૧++ના+૨૮+૧=૭૬ વર્ષ પછી એટલે ઈ.સ. ૫લા વર્ષે પુલોમાવીને રાજ્યારંભ આવે. આ આપત્તિ ઉપરાંત, વિક્રમાદિત્યના રાજ્યનાં છેલ્લાં વર્ષોમાં “હાલનું' જેનગ્રોક્ત અસ્તિત્વ કે યુદ્ધાદિ વિગેરે ઘટી શકે જ નહિ.
પુરાણ પ્રમાણે ગુમાવી (ચત્રપણ)ને રાજ્યારંભ, ઉપર જણાવ્યું તેમ ઈ.સ. ૧૩૦ ની લગભગનાં વર્ષોમાં પુલમાવીને રાજ્યારંભ થયો હતો એ નિર્ણિત સમય કરતાં