Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 283
________________ અવંતિનું આધિપત્ય શાલિવાહને પેાતાના મહાન સેનની શૂકના સહકારથી ઘણા ય લાભા મેળવ્યા હતા, તેમાંના ઘણાખરાના ચાક્કસ સમય આપવે! સાધનના અભાવે મુશ્કેલ છે,તેમજ તેણે શૂકની વફાદારીભરી પ્રવૃત્તિઓથી પ્રસન્ન થઇ તેને પોતાનું અર્ધ રાજમ આપ્યું હતું તેને સમય પણ ચાક્કસ રીતે આપી શકાય તેમ નથી. સંભવ છે કે, એણે પેાતાની અતીવ વૃદ્ધાવસ્થામાં શુદ્રકને અધ રાજ્ય આપ્યું હશે. શૂદ્રકે કારૂર મુકામે શકાને હરાવી વિજય મેળવ્યા હતા એ વિજય શાલિવાહનના જ ગણાય એમ વીર વિક્રમાદિત્યના આલેખનમાં મેં સૂચવ્યું છે, પરંતુ મારા સંશોધન પ્રમાણે, ઉપરાક્ત કારૂરનું યુદ્ધ શાલિ વાહનના મ. નિ. ૫૧૭—ઇ. સ. ૫૦ વર્ષે મૃત્યુ થયા બાદ ૨૭ વર્ષે એટલે કે મ સિ. ૫૪૪—ઈ. સ. ૭૭માં લડાયું હતું અને તેમાં શુદ્રકના હાથે આક્રમણકાર ચુચી જાતિના કફિસીઝ પહેલે, જેનું વિશેષ નામ · કુશાણુ ' હતું, તે માર્યાં ગયા હતા તેથી મેં કરેલું એ સૂચન મીન્તએના મતને આશ્રયી છે. ૨૬૪ શાલિવાહન પાતે સર્વ વિદ્યાએમાં નિષ્ણાત અને ખલાઢ્ય હાઇ વિદ્વાન અને શૂર જનાને સાદર આશ્રય આપનારા હતા તેથી તેની રાજસભા વિદ્વાના અને શૂરાથી શે।ભતી હતી. તેનું અંત:પુર પશુ વિદ્યાવિલાસી હતું. તે પ્રાકૃત ભાષાના પોષક અને પ્રચ રક હતે. શૂદ્રક ( ગુણાત્મ્યના ) ના સહચારથી અને શ્રીપાદલિપ્તસૂરિ વિગેરેના ઉપદેશથી તે જૈન ધર્માનુરાગી બન્યા હતા અને તેણે જૈનધર્મનાં કેટલાંક ધાર્મિક કાર્યો કર્યા હતાં. “ શાલિવાહને ચાતુર્વણ્ય માંથી રૂપવતી કન્યાઓને શોધી શોધીને દરરાજ પરણવા માંડી હતી તેથી લેકમાં કન્યાની અછતને પ્રશ્ન જાગ્યા હતા. પરિણામે, એક બ્રાહ્મણે પીડા દેવીની મદદથી તેના નાશ કર્યા હતા. ” લૌકિક કથાઓના આવા પ્રકારના કથનમાં કેટલા તથ્યાંશ છે એ સમજવું મુશ્કેલ છે. કદાચ, કાઇ બ્રાહ્મણના ષડ્યંત્રથી તેનું મૃત્યુ થયું હશે, એમ કહી શકાય. વિ. સ. ૧૩૫—ઇ. સ. ૭૮ થી એક સંવત પ્રવર્ત્યાઁ હતા, તે આ શાલિવાહનથી પ્રવતેલા હેાવાની વાત કરવામાં આવે છે; પરંતુ તે વખતે શાલિવાહનની હયાતી ન હાવાથી તે વાતમાં કાંઈ વજુદ નથી. એ સંવતના પ્રવર્તક કાપ્યુ હશે, તેની ચર્ચા આગળ કરવામાં આવશે. (નં. ૧૦ ) હાલ રાજાની પછી (ન. ૧૧) મણ્ડલકનું નામ મારી'આન્ધ્રવ'શાવલીની નોંધમાં અપાયુ છે. મત્સ્ય પુરુ સિવાયનાં આન્ધ્રવશાવલીની નોંધ લેનારાં પુરાણા આ રાજાને પત્તલક કે પુત્તલક, ભાવક અને તલકના નામથી નોંધે છે. આમ છતાં જૈન ગ્રન્થેામાં લખાયું છે કે, હાલ-શાલિવાહન પછી તેની ગાદીએ તેને પુત્ર શક્તિકુમાર આવ્યા હતા સંભવ છે કે, શક્તિકુમાર એ મણ્ડલકથી જુટ્ઠા નથી. મણ્ડલકની માતાનું નામ શક્તિમતી હોઈ તે શક્તિકુમાર તરીકે એળખાતા હશે એમ લાગે છે. આ મણ્ડ લકના રાજકાલ ૫ વર્ષ લખવામાં સવ પુરાણા એકમત છે. મત્સ્ય પુ॰ ની નોંધમાં

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328