________________
અવંતિનું આધિપત્ય ૭૭ વર્ષે પરાજય અને નાશ કરી વિજય મેળવવા પૂર્વક તે મધ્યભારતમાં ચાલ્યો ગયે ત્યારે ચન્ટને મહાક્ષત્રપ બની કચ્છમાં રાજા તરીકે રાજ્ય કરવા માંડયું હતું. કેટલાકોનું માનવું છે કે, તેના પિતાએ જ ઈ. સ. ૭૮ વર્ષે સ્વતંત્ર થઈ કચ્છમાં રાજય કરવા માંડયું હતું અને તેની પાછળ તેની ગાદીએ ચડ્ઝન આવ્યો હતો કે જેણે સૌરાષ્ટ્ર વિગેરે દેશે જીતી લઈ મહાક્ષત્રપ બનવા પૂર્વક ગિરિનગર (હાલના જૂનાગઢની જગાએ રહેલા ) માંથી રાજ્ય કરવા માંડયું હતું. ઘણાખરા સંશોધકે તે એમ જણાવી રહ્યા છે કે, ચક્ટને પશ્ચિમ ભારતના કેટલાક દેશોને જીતતાં અવન્તિ પણ જીતી લીધો હતો અને તે ઉજયિનીમાં રહી રાજ્ય કરતા હતા. હું આની વિરુદ્ધમાં પહેલાં પ્રસંગે પાત લખી ગયો છું કે, ઉજજયિનીને વિજેતા ચપ્ટન હતો જ નહિ. ગમે તેમ છે; પરંતુ એ વાત તે નકી જ છે કે, આન્ધરાજ્યના પશ્ચિમ ભારતની દક્ષિણના કેટલાક પ્રદેશો (દક્ષિણ રાજપૂતાનાથી લઈ લાટ પર્યરતના ) આ% રાજા શિવના હાથમાંથી શક મહાક્ષત્રપ ચષ્ટનના હાથમાં જતા રહ્યા હતા. આ જ સમયે પશ્ચિમ ભારતના વાયવ્ય પ્રદેશમાં કડફીસિઝ પહેલાને પુત્ર કડફીસિઝ બીજે (વિમ) આશ્વરાજ્યની સર્વોપરીતાને ફગાવી દેતે પંજાબને જીતી લઈ મધ્યદેશના પ્રદેશોમાં પિતાની સત્તા સ્થાપી રહ્યો હતો કે સ્થાપવા પ્રયત્ન કરી રહ્યો હતે.
આશ્વસમ્રાટું શિવ સાકહ, એ શક ચપ્ટન અને કુશાન વિમના આક્રમણ તરફ સક્રિય હતો કે નિષ્કિય હતું અને, જે સક્રિય હોય છે, તેણે તેમને કેવી રીતે સામને કર્યો હતે તથા તેમાં તેને કેવી રીતે નિષ્ફળતા મળી હતી, આ વિષે આપણને ઈતિહાસમાંથી કંઈ પણ જાણવા મળતું નથી. વળી તેને નિષ્ફળતા મળવામાં તેની તથા આશ્વ સામ્રાજ્યની કયી નબળાઈઓએ ભાગ ભજવ્યે હતું, એ વિષે પણ જાણવાનાં સાધન આજે ઉપલબ્ધ નથી. ફક્ત, જૈનગ્રોથી એટલું આપણને જાણવા મળે છે કે, તેના રાજ્યનાં છેલ્લાં વર્ષોમાં લાંબા કાળને એક ભયંકર અને વ્યાપક દુષ્કાલ પ્રવર્તી રહ્યો હતો, કે જેને લઈ યોગ્ય આહાર મેળવવાની મુશ્કેલી પડતાં પિતાના પટ્ટધર વાસેનને અપરાતકમાં-કેકણમાં વિહાર કરાવી શ્રીવાસ્વામીએ અનશન કર્યું હતું. આથી પૂર્વે શ્રીવા જ્યારે મગધમાં હતા ત્યારે પણ એક દુકાળ પડયો હતો અને જૈનસંઘને ત્યાંથી મહાપુરીમાં લઈ જવાનો વખત આવ્યો હતો. આવા દુકાળથી દેશના અર્થતત્રંને ફટકે પડતાં લશ્કરીબળ સાચવવાની મુશ્કેલી પડે; પરંતુ તેથી એક મોટું સામ્રાજ્ય નિષ્ક્રિય બનીને બેસી ન રહે યા તે સામને કરવા જતાં શત્રુએથી પાછું ન પડે. મને લાગે છે કે, શક સમે સમર્થ લશ્કરી પુરુષ જતાં આંતરિક અવ્યવસ્થા જાગી હશે અને તેને દૂર કરવા પુરતું ડહાપણ અને તાકાત રાજા શિવમાં નહિ હેવાથી તે પિતાના સામ્રાજ્યને હાસ થતો અટકાવી શક નથી.
રાજા શિવ અવન્તિને અધિપતિ બન્યો તે સમયે એટલે મ. નિ. ૫૪૫, વિ. સં. ૧૩૫ (ઈ. સ. ૭૮) વર્ષે એક સંવત વહેતે થયો હતો, કે જે હાલ “શાલિવાહન શાકે