________________
અવંતિનું આધિપત્ય.
ન પણ મળે. ગ્રન્થકારેએ આધ રાજાઓને કુલથી ઓળખાવવામાં યથેચ્છ રીતે જ કામ લીધું છે.
આ શ્રીમલ સા. કૃષનો પુત્ર હતો કે સિમુકનો પુત્ર અથવા પિત્ર હતો, એ વિવાદનો વિષય છે. નાનાઘાટના શિલાલેખો પરથી હું તેની ઓળખ આવી રીતે આપી શકું છું.
સિમુકની અથવા તેના પુત્રની રાણી (.) નામની હતી. શ્રીમહલ તેને પુત્ર હોઈ તેણે પશ્ચિમઘાટન અને તેની તથા કોંકણુના દરિયા કિનારાની વચ્ચે અમુક પ્રદેશ પર શાસન કરતા અંગિકુલના મહારઠિ સરદાર “યણુકયિર”ને જીતી લીધો હતો. એ સરદારે પિતાની કન્યા નાગનિકા શ્રીમલને પરણાવી હતી તેનાથી વેદિશ્રી (પૂસંગ) અને હુકશ્રી -શક્તિશ્રી (કદાચ સ્કંધસતભિ) નામના બે પુત્રો થયા હતા. વેદિશ્રી દક્ષિણાપથ (મહારાષ્ટ્ર અને કર્ણાટક) નું શાસન કરતો હતો. શ્રીમલે કેટલાક ય ર્યા હતા તેમાં તેણે ઘણું જ દાન-દક્ષિણા કર્યા હતાં, એમ તેની રાણીએ કેતરાવેલા નાનાઘાટના શિલાલેખના પૂર્વ ભાગથી જણાય છે. લુડસેં નં. ૧૧૧૨ તરીકે નોંધેલા એ લેખને ઉત્તર ભાગ પાછળથી કોતરાયેલો હોઈ તેમાં લખાયેલી અશ્વમેધ યજ્ઞની હકીકત વેદિશ્રી-પૂણેસંગ સાથે સંબંધ રાખે છે, નહિ કે શ્રીમલની સાથે. શ્રીમલ મૌની સર્વોપરીતા નીચે હાઈ સ્વતન્ન સમ્રાટથી જ કરી શકાતે અશ્વમેધ ન જ કરી શકે.
શ્રીમલ સા. ક. પછી (નં. ૪) પૂર્ણસંગ (વેદિશી) રાજ્ય પર આવ્યો તેના રાજય દરમિયાન, મ. નિ. ૨૯-ઈ. સ. પૂ. ૧૪ વર્ષે મ. સ. સંપ્રતિનું મૃત્યુ થયું અને મૌર્ય સામ્રાજ્ય વિભક્ત થઈ નબળું પડયું ત્યારે તેણે મૌની સર્વોપરીતા ફગાવી દઈ દિગવિજય કરવા પૂર્વક બે અવમેધ કર્યા હશે એમ લાગે છે. સંભવ છે કે, એણે દિગવિજય કરતાં ખારવેલના પિતા કલિંગરાજ વઢરાયને જીતી લઈ તાબે કર્યો હોય, અને પાછળથી તેને બદલે લેવા ખારવેલને આશ્વરાજ્ય પર ચઢાઈ કરવી પડી હોય કે જ્યારે પૂણેસંગ પછી આવેલો (નં. ૫) સ્કંધસ્તશ્મિ (સા. ક. ) આશ્વ સામ્રાજ્યનું શાસન કરી રહ્યો હતે.
મસ્યપુપૂર્ણસંગ પછી સ્કંધસ્તક્લિનું રાજ્ય લખે છે, પરંતુ વાયુ વિગેરે પુરાણો એ નામને છોડી જ દે છે અને “શાતકર્ણિ” એ સામાન્ય નામને જ લખે છે. અનુમાન થાય છે કે, સર્વ પુરાણે જે સામાન્ય શાતકર્ણિ નામ લખે છે તે અંધસ્તશ્મિ જ છે, અને તેથી સ્કંધસ્તશ્મિના નામે મત્સ્યમાં જે ૧૮ વર્ષ લખાયાં છે તે ખોટાં હોઈ, મસ્યાદિમાં સામાન્ય નામ તરીકે શાતકણિનાં જે પ૬ વર્ષ લખાયાં છે તે સ્કંધસ્તભિનાં સમજવાનાં છે. આમ સ્કંધસ્તશ્મિ અને શાતકર્ણને એક માનતાં મત્સ્યની નોંધ કરતાં મારી નેંધમાં ૧ નંબર એ છ થવાને જ. આ સ્કંધસ્તગ્લિને વારસામાં એક વિશાળ સામ્રાજ્ય મળ્યું હતું. તેને રાજ્ય મળ્યા બાદ ફક્ત બે વર્ષ વીતતાં જ તેની અવગણના કરવાને સમર્થ એવા હાથીગુફાના લેખવાળા ખારવેલને કલિંગના રાજ્ય પર અભિષેક