________________
૨૫૬
અવંતિનું આધિપત્ય કબજે ધવતે હતે. સમજાય છે કે, તેણે રાજ્ય પર આવ્યા પછી અને રાજયના ૧૮ માં વર્ષ પહેલાં ક્યારેક પશ્ચિમઘાટના પૂર્વ પ્રદેશમાં (નાશિક અને પુના વિગેરે જિલલાએમાં) રાજ્ય કરતા શકને (ક્ષહરાટ નહપાણ અને ઉસવદાતના રાજ્ય પછી ત્યાં રાજય કરતા ઉસવદાતના પુત્ર દેવણકને અથવા તેના અનુગામી કેઈ શક રાજાને ) ઉખેડી નાખી ત્યાં પિતાની રાજસત્તા સ્થાપી હતી અને તેને વહીવટ નીમેલા સૂબાઓ મારફતે ચાલતો હતે.
પશ્ચિમ ભારતમાં રાજપૂતાનાથી લઈ લાટદેશ સુધી પસરેલી ક્ષહરાટેની સત્તા ઉજજ. યિનીના અધિપતિ ગભિલલના સમયમાં જ નાશ પામી ચુકી હતી. એ પછી શ્રીકાલકાચાર્યની પ્રેરણાથી આવેલા શક સાહિઓએ ગભિલને નાશ કર્યો હતો અને તેઓ સોરઠ, ગુજરાત, માલવા વિગેરેના માલીક બની બેઠા હતા. આ શક કેકે (નં.૮) કીપિ (સાક)ની મદદ પામેલા વિક્રમાદિત્યના હાથે અવંતિમાં યુદ્ધ ખેલ્યા બાદ નિ:સત્તાક કે પરાધીન થઈ ગયા હતા. ત્યાર બાદ પ્રતિષ્ઠાનના પ્રદેશના શકેની પણ ઠીપિના હાથે એવી જ દશા થઈ. આમ છતાં હજુ નાશિક, પુના, વિગેરે જિલ્લાઓને પ્રદેશ શક ઉસવદાતના ધર્મપરાયણ વંશજોના તાબામાં હતું. આશરે પ વર્ષથી એક સરખા પ્રવાહબંધ આવી આ પ્રદેશમાં વસવાટ કરી રહેલા ક્ષહરાટ, શક, યવન અને પલ્લવ તથા તે સર્વના રાજકર્તા શક રાજાને જીતી લેવાનું કામ કઠીન હતું, છતાં (ગૌ૦) અરિષ્ટ એ કામ પાર પાડયું તેથી તે લડાયક, જુસ્સાવાળે અને પરાક્રમી હશે એની ના નથી; પરંતુ વશિષ્ઠીપુત્ર પુમાવીને રાજ્યના ૧૯મા વર્ષે રાજમાતા અને રાજપિતામહી બાલશ્રીએ કેતરાવેલા નાશિકજિલ્લાની લેણના લેખમાં, જે ગૌતમીપુત્ર સાતકર્ણિનું મોટા ભાગના દક્ષિણ ભારત ઉપરાંત સૌરાષ્ટ્ર, કુકુર, અવનિ વિગેરે દેશના પતિ તરીકે અને શક, યવન, ૫હવના નાશક તથા ક્ષહરાટવંશના નિરવશેષકારક તરીકે વર્ણન કરવામાં આવ્યું છે, તે આ અરિષ્ટ છે એમ કેટલાક સંશોધકે જણાવી રહ્યા છે તે કઈ પણ રીતે સંગત નથી.
ગૌતમીપુત્ર સાતકર્ષિના રાજ્યના ૨૪મા વર્ષમાં કાઢેલા ફરમાનમાં રાજમાતા પિતાને જીવસુતા તરીકે જણાવે છે. હવે જે એ રાજમાતા બાલશ્રી હોય તે, પિતાના નામની સાથે પુત્રનું નામ પણ લખાવે છે તેથી જ તેને પુત્ર જીવતે હે તે “જીવસુતા” સિદ્ધ હતાં તેનું “જીવસુતા” એ વિશેષણ વ્યર્થ જ થઈ પડે છે. ખરી રીતે જીવસુતા એ વિશેષણ (નં.૧૫) શિવ (સા.ક.)ની રાણું અને (નં.૧૬) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી (સા ક.)ની માતા બાલશ્રીને નહિ, પરંતુ (નં.૮) કીપિ (સા.ક.)ની રાણી અને (નં.૧૦) હાલ (શાલવાહન)ની માતાને લાગુ પડે છે અને સાર્થક પણ છે.
કીપિ (સા.ક) પિતાના પુત્ર હાલને રાજ્ય પર બેસાડી જંગલમાં ચાલ્યો ગયો. તે સગીર હેવાથી તેની તરફે રાજમાતા-દ્વપિની રાણી રાજકારભાર ચલાવતી હતી, પરંતુ