________________
૨૫૨
અવ‘તિનુ આધિપત્ય.
. એ ખારવેલે પેાતાના રાજ્યના બીજા જ વર્ષોમાં એટલે મ. નિ. ૩૦૨-વિ. સ. પૂ. ૧૦૯ (ઇ. સ. પૂ. ૧૬૬) માં શાતકણ ( સ્ક ંધસ્તમ્સિ) ને ન ગણુકારતાં એક માઢુ લશ્કર મેકલી તેના મુષિક નગરમાં ત્રાસ વર્તાયૈા હતા. ત્યાર પછી એ વર્ષે એટલે તેના રાજ્યના ચાથા વર્ષમાં તેણે આન્ધ્ર રાજ્યના તાબાના રાષ્ટ્રિકા અને ભેાજકાને પણ પેાતાના પગમાં નમાવ્યા હતા. આના અર્થ એ થાય છે કે, ખારવેલે આન્દ્રે રાજ્યના વધતા જતા ખળને અને તેના ચક્રવર્તિત્વને દબાવી દીધું હતું. ખારવેલનુ' એ દખાણુ આન્ધ્ર પર વિશેષ પડતાં સ્ક'ધતસ્મિને પેાતાની રાજધાની ત્યાંથી કુંતલના પ્રતિષ્ઠાનમાં લઇ જવાની આવશ્યક્તા લાગી હશે એમ અનુમાન થાય છે.
સંપ્રતિએ દક્ષિણમાં જૈનધર્મના પ્રચાર આરબ્યા હતા અને ખારવેલે તેને ભારે વેગ આપ્યા હતા. પરિણામે, આન્ધ્ર રાજ્યના તાબાના પ્રદેશમાં જૈનધર્મનું વાતાવરણ જામ્યું અને તેની અસર સ્ક ંધતમ્નિને થતાં, જૈનગ્રન્થા લખે છે તેમ, તે જૈનધર્મોપાસક –શ્રાવક બન્યા હતા. આ રાજા શરૂઆતમાં કયા જૈનાચાર્યના પરિચયમાં આવ્યા હતા. તે જણાયું નથી, પરંતુ તેના રાજ્યનાં છેલ્લાં વર્ષોમાં તે શ્યામા (કાલકાચાર્ય) ના પરિચયમાં આવ્યે હતા એમ જૈનગ્રન્થા પરથી સમજાય છે. પુષ્યમિત્રો પછી એક વાર ફરીથી અવતિ પર આધિપત્ય મેળવનાર અલમિત્ર-ભાનુમિત્રથી, તેના જૈનત્વની વધતી જતી લાગવગ પર દ્વેષીલા કાવ્ મન્ત્રીની દારવણીના કારણે નિર્વાસિત થનાર શ્રી શ્યામા ઉજ્જયિનીથી પ્રતિષ્ઠાનમાં, ઉપરોક્ત સાતવાહન (ક'ધસ્તમ્સિ) ના રાજ્ય દરમીયાન એટલે મ. નિ. ૩૪૬ થી ૩૫૪, ઇ. સ. પૂ. ૧૨૧ થી ૧૧૩ ના વચગાળામાં જ કયારે, એ શ્રાવક રાજાની હયાતિમાં જ આવ્યા હતા. સંભવ છે કે, ખારવેલના મૃત્યુ બાદ તેણે પોતાના રાજ્યને વતન્ત્ર અને સુથ બનાવી તેના વિસ્તાર પશ્ચિમઘાટને લગતા પ્રદેશમાંથી ઉત્તરે તાપી નદીના દક્ષિણ તટ પર્યંત લખાવ્યા હોય,
મૌર્ય સામ્રાજ્યના પતનથી લઇ ઉપરોક્ત સ્કધસ્તમ્ભિના રાજ્યાન્ત સુધીના સમય દરમીયાન વિભક્ત થયેલા રાજકર્તાઓના સત્તાલેાભને લઈ સંગઠનના ને એકનેતૃત્વના અભાવ, એક ચક્ર રાજ્ય સ્થાપવાની હરિફાઇ, ધાર્મિક અસહિષ્ણુતાથી થઇ રહેલી હિંસાખારી તથા તે સામે થઈ રહેલેા બચાવ મૂલક પ્રત્યાઘાત અને અંતે પરસ્પર જાગેલી. ઉદાસીનતા તથા અનેક પ્રકારનું મિથ્યાભિમાન, એ સર્વના લાભ લેવા ભારતના વાયવ્યમાંથી ઊતરી આવેલા મેટ્રિયન ગ્રીકોએ તથા તેમના સરદાર ક્ષહરાટેએ-ડિમેટ્રીયસ, મીનેન્ડર અને ભ્રમક, નહપાણુ, વિગેરેએ પશ્ચિમ ભારતના દક્ષિણમાં લાટ સુધીના પ્રદેશ હસ્તગત કરી લીધા હતા. આક્રમક એ વિદેશી જાતિમાંના ઘણાખરા લેાકેાએ ભારતીય સંસ્કૃતિ અપનાવી લીધી હતી. તેએ અલ્પ સમયમાં પણ લગભગ ભારતીય જ બની ગયા હતા. આજ સુધી એટલે 'ધસ્તમ્ભિના રાજ્યાન્ત સુધી ઉપરાક્ત એ વિદેશીઓના આક્રમણથી દક્ષિણુાપથ મચી ગયેલા હતા; પરંતુ સ્કંધતમ્નિ પછી આવેલા આન્ધ્રરાજા (નં. ૬) લમ્બંદરના