________________
આન્ધ્રવશ ૬૦ વર્ષ, મ. નિ. ૫૪૫-૬૦ પ
( વિ. સ. ૧૩૫—૧૯૫, ઈ. સ. ૭૮—૧૩૮ )
સાંચીના મેાટા સ્તૂપના દક્ષિણી તેારણુ પરના લેખમાં રાજા શ્રીસાતણિના કારીગર વાશિષીપુત્ર આન દે એ તારણનું દાન કર્યાની હકીકત છે.
ઉજ્જયિનીના વિશેષ ચિહ્નવાળા રાજા શ્રીશાતના એ એક સિક્કાએ માલવામાંથી મળી આવ્યા છે.
પ્રતિષ્ઠાનપુરના વિક્રમસિહે કે વિક્રમસેને ઉજ્જિયનીને જીતી હતી અને સવ પૃથ્વીના ઉપલેાગ કર્યો હતા, એમ બૃહત્કથાનાં સંસ્કૃત રૂપાન્તરમાં કહેવાયું છે.
ગૌતમી ખાલશ્રીએ પેાતાના પૌત્ર વાશિષ્ઠીપુત્ર પુલુમાવીના રાજ્યના ૧૯ મા વર્ષમાં નાશિકના શિલાલેખમાં કોતરાવ્યું છે કે, ગૌતમીપુત્ર સાતકણું સૌરાષ્ટ્ર આદિ અનેક દેશેાની સાથે આકરાવન્તિના પતિ હતો. ( મારી નોંધ પ્રમાણે આ ગૌ સાતણિ એ આન્ધ્રવંશાવલીના ન૦૧૬ યજ્ઞશ્રી નામના આન્ધ્રરાજા હોઈ, તેના રાજ્યસમય મનિ. ૫૭૩-૫૯૪, ઈ. સ. ૧૦૬-૧૨૭ સુધી હતેા. )
શક રાજા રુદ્રદામાના, જૂનાગઢ નજીકની અશેાકના લેખવાળી શિલા પર લખાયલા લેખમાં લખાયું છે કે, રુદ્રદામાએ પોતાના ખળથી અનેક દેશોની સાથે પૂર્વાપરાન્તિનું સ્વામિત્વ મેળવ્યું હતું. ( આ લેખને સમય મનિ. ૬૧૭, ઈ. સ. ૧૫૦ છે. કેમકે તેમાં હર ના અંક હાઈ તે શક સંવતની સાથે મેળ ખાય છે. અવન્તિના સ્વામી રુદ્રદામાને આ લેખ અવન્તિપતિ ગૌતમી ખાલશ્રીના પુત્ર યજ્ઞશ્રી સાતકણિના રાજ્યાન્ત પછી ૨૪ મા વર્ષોમાં લખાયા હતા. લેખમાં રુદ્રદામાએ સાતકને એ વાર ખુટ્ટા યુદ્ધમાં હરાવ્યાની હકીક્ત લખાઈ છે તેથી ફલિત થાય છે કે, એ સાતકણ ન૦૧૬ યજ્ઞશ્રીના પુત્ર અવન્તિપતિ વાશિષ્ઠીપુત્ર ચત્રપણ પુલેામાવી હતા.)
રુદ્રદામાના લેખ લખાયા પછી ૨૩૮ વર્ષ કરતાં પણ વધારે સમય શકે।નું આધિપત્ય અવન્તિ પર રહ્યું હતું, સિવાય કે ઈશ્વરદત્ત આભીરે વચગાળે એએક વર્ષ અવન્તિના કબજો કર્યો હોય.
ઉપર જે ઐતિહાસિક હકીકત નોંધવામાં આવી છે તે પરથી સાખીત થાય છે કે, શક રુદ્રદામાની નજીકના પૂર્વમાં અવન્તિ પર આન્ધ્રોનું આધિપત્ય હતું. હવે જો ચાલુ જૈ॰ સંપ્રદાય પ્રમાણે વિચારીએ તે કોઈ પણ રીતે તે સમયે અવન્તિ પર આન્ત્રવંશનું આધિપત્ય ઘટી શકતું નથી. કેમકે, એ સંપ્રદાય વર્ષે વિક્રમાદિત્ય ગાદી પર આવ્યા પછી ૧૩૫ વર્ષ અને ત્યાર બાદ તરત જ એટલે નિ. ૬૦૫ વર્ષે
સ્પષ્ટ કહે છે કે, મ.નિ. ૪૭૦ ગભિદ્દો અવન્તિ પર રહ્યા હતા અવન્તિમાં શક રાજાની ઉત્પતિ થઈ