________________
અવંતિનું આધિપત્ય
૨૩૭ છે, જયારે સાતમી સદીના પાઠલિપ્તનું મગધ અને સૂરસેન છે. આથી પણ બને પાદલિપ્ત ભિન્ન જ હતા એમ સાબીત થાય છે. આ
ઉપરોક્ત બને પાદલિપ્ત વિદ્યાધર આખીય-સંપ્રદાય-વંશના હતા. જેમનાથી વિદ્યાધરી શાખા નીકળી હતી તે, આર્ય સુસ્થિત-સુપ્રતિબદ્ધના શિષ્ય વિદ્યાધર ગોપાલ પણ એ જ આમ્નાયના હતા, પરંતુ તેમની વિદ્યા પરંપરામાં આ પાદલિપ્તસૂરિએ ન હેઈ આર્ય સુસ્થિત-સુપ્રતિબદ્ધના ગુરુભાઈ શ્રી ગુણસુન્દરસૂરિના શિષ્ય વિદ્યાધર આયકાલકની વિદ્યા પરંપરામાં હતા. વિદ્યાધર આમ્નાય-વંશમાં અનેક કુળ કે ગરછ હોય એવી સ્થિતિમાં અમુક આચાર્યનું અમુક કુળ કે ગચ્છ છે એની ખાત્રી હોય ત્યારે તે તે આચાર્ય વિદ્યાધરવંશની સાથે તે કુળ કે ગચ્છના લખાતા હશે, પરંતુ જ્યારે તેમના વિશિષ્ટ કુળ કે ગચ્છને પત્તો ન લાગે યા ટુંકાણમાં પતાવવું હોય ત્યારે તેમની ઓળખ વિદ્યાધરવંશથી કે વિદ્યાધર. કુળથી અથવા પાછળના સમયમાં વિદ્યાધર ગચ્છથી આપવાની પ્રથા હશે એમ લાગે છે. પુરાવા તરીકે, આર્ય સ્કંદિલ (શાંડિલ્ય)ની ઓળખ “વિદ્યાધરાસ્નાયના અને પાદલિપ્ત. કુળના” એવી રીતે આપવામાં આવી છે, જ્યારે આયનામહરિતની ઓળખ વિદ્યાધરાષ્નાપના અને વિદ્યાધર ગચ્છના” એવી રીતે આપી છે, તે વળી ઉપરોક્ત “કીર્જિા ' એ કાવ્યમાં “શ્રીકાલકને “નમિવિનમિકુલના' એટલે નમિ-વિનમિના વિદ્યાધરકુળના કહ્યા છે અને એ કુળ કે, જે સ્પષ્ટ રીતે આમ્નાય જ છે, તેમાં કાલક પછીથી વૃદ્ધવાદી, સિધસેન, સંગમ અને પાદલિપ્ત સુધીની પરંપરા આલેખાઈ છે. સંભવ છે કે, મ.નિની પાંચમી સદીમાં થયેલા પાદલિપ્તના સમયે જન શ્રમણને વંશ કે કુળથી જ ઓળખાવવાની પ્રથા હશે, ગ૭થી ઓળખાવવાને વ્યવહાર તે સમયે નહિ જ હશે, જ્યારે સાતમી સદીમાં આર્યનાગહસ્તી અને પાદલિપ્તના સમયે ગચ્છ શબ્દ વપરાશમાં આવ્યો હતે એમ પ્રભાવકચરિતથી સૂચન થાય છે. કારણુ કે તે આચાર્યોને ત્યાં વિદ્યાધર ગ૭ના લખ્યા છે. મને તો લાગે છે કે, વિદ્યાધરવંશના ૨થાને જ વિદ્યાધર ગચ્છ લખાયો છે અને વિદ્યાધરવંશના આ નાગહસ્તી વાચકવંશના યુગપ્રધાન નાગહસ્તીથી, જે કે સમકાલીન છે છતાં, ભિન્ન જ છે. કાલજ્ઞાન,નિર્વાણકલિકા, પ્રશ્નપ્રકાશ, વિગેરે ગ્રન્થ પાદલિપ્તસૂરિના બનાવેલા કહેવાય છે. એ ગ્રન્થ ક્યા પાદલિપ્ત નિર્માણ કર્યા, એ વિષે ચેકસ કથન કરી શકાય તેમ નથી. તેમને કઈ ગ્રન્થ પાંચમી સદીમાં થયેલા પ્રથમ પાદલિપ્તને હોય તે વળી કોઈ ગ્રન્થ સાતમી સદીમાં થયેલા દ્વિતીય પાદલિપ્તને પણ હોય એ બનવા જોગ છે.
ઉપરોક્ત રીતે બે પાદલિપ્ત સાબીત થાય છે, છતાં એક જ પાદલિપ્ત થયા હોવાને, અને તેમાં પણ મનિની પાંચમી સદીના આખપુટાચાર્યાદિની સાથે તેમની સમકાલીનતાની ઉપેક્ષા કરી, મ.નિ.ની સાતમી સદીના આર્યનાગહસ્તિની સાથે સમકાલીનતા હોવાને જ જે આગ્રહ હોય તે એક જુદી વાત છે, પરંતુ એ રીતે ય “પાછા ' એ પદ્યાનુસાર