Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 262
________________ અવંતિનું આધિપત્ય २४३ કેઈક દ્વીપના રાજાની કુંવરીને પરણ્યો હતો, એમ કહેવામાં આવે છે; પરંતુ એ દ્વીપ, દ્વીપ તરીકે રહેલે વલભીને પ્રદેશ કે અન્ય કેઈ, એની કઈ જગાએ સપષ્ટતા નથી. મધુમતી (હાલનું મહુવા) ના ભાવડના પુત્ર જાવડના સમયે ૨૬ મુગલોએ (આ લેકે મુગલો નહિ પણ આ હેવા સંભવ છે) સૌરાષ્ટ્ર પર હલ્લો કર્યો હતો અને તેઓ અનાદિ લુંટી ગયા હતા. તેમણે મનુષ્યનું પણ અપહરણ કર્યું હતું. આ પરથી પ્રશ્ન ઊઠે છે કે, આ વખતે દ્વીપ તરીકે રહેલી વલભીને પ્રથમ ભંગ થયે હશે શું? અને જે પાછળના સમયમાં એટલે કે વિક્રમની ત્રીજી સદીમાં આભીર રાજાએ વલભી વસાવ્યાની હકીકત મળે છે તે એ ભંગ થયેલી વલભીની ફરી સ્થાપના રૂપ હશે શું? વૈયાકરણ પાણિનીના ગણપાઠમાં વલભીને ઉલેખ થયો છે વિગેરે કારણોથી ઉપરોક્ત પ્રશ્નોને જવાબ “હા” માં હોય તે, ભલેને, હકીકતમાં કંઈક ફેરફાર હશે, પણ વિકમચરિત્ર આ તરફના કોઈ રાજાની અને તેનું શુભાશીલગણિ કહે છે તેમ, વલભીના રાજાની કન્યા સાથે પર હતું, એમાં જરૂર કઈ વસ્તુ છે. વિક્રમચરિત્રને વલભીના રાજાની કન્યા સાથેનો લગ્નપ્રસંગ અને તેના માટે નોંધાયેલી અન્ય હકીકત પરથી એ સ્પષ્ટ સમજાય છે કે, તે દુનિયાદારીમાં બહુ ઘડાયલ અને સહદય હતું. તેના રાજય દરમીયાન અવન્તિ દેશ (૨૭૬) જાવડને સમય, “વિક્રમ પછી ૧૦૮ વર્ષે તેણે શત્રુંજય પર પ્રતિમા સ્થાપન કરી” એવો વિવિધતીર્થ કપમાં ઉલ્લેખ હેવાથી, વિક્રમની પહેલી સદીના અંત ભાગની લગભગ હેવાનું નક્કી થાય છે. ચાલુ સંપ્રદાય પ્રમાણે એ શત્રુંજયદ્વારને સમય મ. નિ. ૫૭૮ અને આ લેખના સ્વીકૃત સંપ્રદાય પ્રમાણે મ. નિ. ૫૧૮ આવે. “ જાકુટી નામના શ્રાવકે વિક્રમથી ૧૫૦ વર્ષ વીતતાં ગિરનાર પરના નેમિજિનના ચિત્યને ઉદ્ધાર કર્યો હત” એમ પ્રભાવકચરિતમાં કહ્યું છે. આ જાકુટ'ના સ્થાને “ જાવડી’ એવું પાઠાન્તર મળી આવે છે, તેથી આ કાર્ય પણ શત્રુદ્ધારક જાવડે જ કર્યું છે એમ માનવામાં આવે છે, પણ વિરોધ એ આવે છે કે, જાવડ શત્રુંજોદ્ધાર કર્યા પછી ૪૨ વર્ષ એટલે વિ. સં. ૧૦૦થી ૧૫૦ સુધી જીવતો રહ્યો નથી. એનું મૃત્યુ એ ઉદ્ધાર પછી તરત જ થયેલું છે એમ લખવામાં આવે છે. એટલે આ બાબતની જેવી જોઈએ તેવી સ્પષ્ટતા થતી નથી. ઉપરોક્ત બન્ને ઉલ્લેખ આ પ્રમાણે છે – "अष्टोत्तरे वर्षशते-ऽतीते श्री विक्रमादिह । बहुद्रव्यव्ययाद बिम्ब, जावडिः सन्यवीविशत् ॥७२॥ વિવિધતીર્થકલ્પ-શત્રુંજયતીર્થક૯૫ પૃ. (સિ. જે. ગ્રંથમાલા ) संवत्सरशते पञ्चाशता, श्रीविक्रमार्कतः। साग्रे जाकुटि (जावडि)नोद्वारे,श्राद्धेन विहिते सति॥१७७ શ્રીતરિકૂઈભ્ય-શ્રીનેમિમારા ઘા વર્ષોજૂદતમદાર, કરાસેન્દ્રિકુમૃતમ્ | ૨૭૮ in પ્રભાવક ચરિત-વૃદ્ધવાદિસરિચરિત પૃ. ૬૧ (સિ. જે. ગ્રંથમાલા) પ્રાચીન છે. સં. પ્રમાણે વિ. સં. ૧૫૦ એ મ. નિ. ૫૬૦ હોઈ તે સમયે જાવડે શ્રીનેમનાથના ચૈત્યને ઉદ્ધાર કર્યો હશે અને તે પછી ચાલુ જૈ. સં. પ્રમાણે વિ. સં. ૧૦૮ માં એટલે મ. નિ પ૮ (ભા. વા. પ્ર. ૫૬૫) માં શ્રી શત્રુંજયતીર્થને ઉદ્ધાર કર્યો હશે એવા અનુમાન પર જઈએ; અથવા કુટીને જાવડી-જાવડને પુત્ર માની નેમિજિનના ચિત્યને ઉદ્ધારસમય ચાલુ છે. સં. પ્રમાણે વિ. સં. ૧૫૦ એટલે મ. નિ. ૬૨૦ માનીએ તે વિરોધ ટળી જઈ એ બાબતની ૨૫ષ્ટતા થઈ જાય છે.

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328