________________
૨૪૦
અવંતિનું આધિપત્ય
અને સમર્થવાદીઓ વિદ્યમાન હતા, જેઓએ મથુરા, અયોધ્યા અને પાટલીપુત્રના પ્રદેશથી લઈ દક્ષિણાપથમાં પ્રતિષ્ઠાન, માનખેટ, વિગેરેના પ્રદેશ સુધી અને પશ્ચિમમાં સૌરાષ્ટ્રનાં શહેરથી લઈ પૂર્વમાં કલિંગાદિનાં બંદર સુધી વિચરી જૈનધર્મને પ્રચાર અને પ્રભાવના કરી હતી. તેમને કઈ સ્થળે બૌદ્ધોની સાથે તે કઈ સ્થળે વૈદિકની સાથે ન છૂટકે વાદમાં કે અથડામણમાં ઊતરવું પડયું હતું, જ્યાં સર્વત્ર તેઓ અન્ય વિદ્યાસિદ્ધો અને વાદીઓના મુકાબલામાં સર્વથા સફળ થયા હતા. આ સમયે આર્ય સુસ્થિત સુપ્રતિબદ્ધ પરંપરાના આર્ય દિન્નસૂરિ ભારતના દક્ષિણ કાંઠાને લગતા પ્રદેશમાં ધર્મપ્રચારને ધર્મપ્રભાવના કરી રહ્યા હતા. જૈનધર્મને માટે આ જળહળતે જમાનો હતે, ભદ્રગુપ્ત અને સિંહગિરિ સમા મહાન પુરુષે વિક્રમાદિત્યના રાજયનાં અંતિમ વર્ષોમાં શ્રમણ બન્યા હતા. આર્ય ખપૂટે વિક્રમાદિત્યના રાજયનાં ઝાઝાં વર્ષ જેયાં નથી. તેઓ મ. નિ. ૪૫૩ વર્ષે થયા હતા એમ પટ્ટાવલી કહે છે, જયારે પ્રભાવકચરિત જણાવે છે કે, તેઓ મ. નિ. ૪૮૪ વર્ષ થયા હતા. સમજાય છે કે, ચાલુ સંપ્રદાય પ્રમાણે ૪૫૩ એ તેમના આચાર્ય પદની સાલ અને ૪૮૪ એ તેમના સ્વર્ગવાસની સાલ હશે, કે જે આ લેખમાં સ્વીકારાચલા સંપ્રદાય પ્રમાણે અનુક્રમે ૩૯૩ અને ૪૨૪ ની સાલ છે. એક ગાથામાં સિદ્ધસેન દિવાકરને મ. નિ. થી પાંચસેં વર્ષો થયાનું લખ્યું છે. તે આ લેખની ગણતરીએ તેમના સ્વર્ગવાસની નોંધ લેવી જોઈએ. સિદ્ધસેન દિવાકર વિક્રમાદિત્યના મૃત્યુ બાદ દક્ષિણાપથમાં વિશેષ વિચરતા હશે, કે જ્યાં આન્ધરાજા શાલિવાહન રાજ્ય કરતું હતું. તેઓ દક્ષિણાપથના પ્રતિષ્ઠાનમાં સ્વર્ગવાસ પામ્યા હતા એવી જે હકીક્ત નેંધાઈ છે તે સર્વથા વિશ્વાસપાત્ર છે. વિક્રમાદિત્યને અને તેને સંવતને જેનેએ સૌ કરતાં વધારે આદર આપે છે તેનું કારણ એ જ છે કે, વિક્રમાદિત્ય (બલમિત્ર) એક મહાન જૈનાચાર્યને ભાણેજ હતો અને તે શ્રી સિદ્ધસેન દિવાકરના પરિચય પછી ચુસ્ત જૈન બન્યો હતે-એક સારે જેન રાજા હવે જોઈએ તે તે હતે. આમ છતાં પિતાની પ્રજાની ભિન્ન માન્યતાઓ પ્રતિ અતીવ સહિષ્ણુ હોઈ રાજધર્મ તરીકે તે તેઓની સાથે સમભાવ અને ઔદાર્યથી વર્તનાર હતું, ભારત કદિ પણ એ પરદુઃખભંજક વીર રાજાને ભૂલી શકે તેમ નથી. જેનેએ તેના સંબંધી ઘણું સાહિત્ય લખી અને તેના સંવતને અતીવ વહેતે મુકી તેને અમર બનાવે છે. તે સદા ય અમર જ રહેશે એ નિઃશંક હકીકત છે. વિકમચરિત્ર ૪૦ વર્ષ, મ. નિ. ૪૭૦-૫૧૦
(વિ. સં. ૬૦–૧૦૦, ઈ. સ. ૩–૪૩) વિક્રમાદિત્યના જીવન વિષે લખનારા લેખકે, વિક્રમચરિત્રને જન્મ આ... રાજકુમારી સુકે મલાથી થયું હતું એમ લખે છે. તેઓ કહે છે કે, વિક્રમચરિત્રે પિતાની બાલ્યાવસ્થા પિતાના મોસાળ પ્રતિષ્ઠાનપુરમાં (મારા સંશોધન મુજબ બેન્નાટકમાં) વિતાવી