________________
અવંતિનું આધિપત્ય નીમેલા સુબેદારની પરંપરામાં આવેલા કેઈ મુરુડ રાજાનું રાજ્ય હતું કે જે રાજા મહાન ભાવ, ગુણા, શ્રદ્ધાળુ અને વિચારશીલ હતા. ઉપરાંત, તે પાદલિપ્ત પ્રતિ ભક્તિઆદરવાળે હતો. ૨૩૩
આમ ભિન્ન ભિન્ન સમયે થયેલા અને ભિન્ન ભિન્ન ઘટનાઓના નાયક પાદલિપ્તસૂરિ નામના બે આચાર્યો થયા હોય એ સ્પષ્ટ જણાય છે, છતાં પ્રભાવરિતકાર અને અન્ય પ્રકારે બેને બદલે એક જ' પાદલિપ્તના નામે ઉપરોક્ત સર્વ ઘટનાઓને ચઢાવે છે. પરિણામે, એ ઘટનાઓને પરસ્પર સામયિક મેળ મળતું નથી. શ્રી પાદલિપ્તસૂ રિનો આયખપુટાચાર્યની પાસે ચમત્કારિક વિદ્યાઓને અભ્યાસ અને ઉ. મહેન્દ્ર પાસે બ્રાહ્મણેથી થઈ રહેલા ઉપદ્રવ પ્રસંગે તેમનું ગમન, એ મ.નિ.ની પાંચમી સદીની ઘટનાઓ છે, કારણ કે, આખપુટાચાર્યાદિનું તે સમયે જ અસ્તિત્વ સિદ્ધ છે; જ્યારે તેમની આર્યનગહસ્તી અને સંગમસિંહસૂરિથી દેવાયેલી દીક્ષા વિગેરેની ઘટનાઓ મ.
નિની સાતમી સદીની છે. કેમકે, આર્યનાગહસ્તી વિગેરે તે સમયે જ વિદ્યમાન હતા એમ પટ્ટાવલીઓ પરથી સાબીત થાય છે. આમ લાંબા અંતરે ભિન્ન ભિન્ન સમયે બનેલી ઘટનાઓને પાદલિપ્તસૂરિ નામના એક જ આચાર્યના નામે ચઢાવતાં સામયિક મેળ ન મળે એ સ્વાભાવિક છે. આ અને એવી બીજી અસંગતતાને ટાળવા, સામયિક મેળ ન ખાતી
અમુક ઘટનાઓને ભૂલભરેલી રીતે ઉલ્લેખ કરાયેલી માનવી એ અનુચિત છે. કેમકે, તેવી માન્યતાને સમર્થક કૅઈ પુરા નથી. મહાત્માઓના હાથે બેટી રીતે ઉલેખો નોંધાયાનું પ્રાયઃ બનતું નથી, પરંતુ એને ઊલટસુલટી કે એક જ નામ પર નોંધાયાનું કવચિત બની જાય છે, એ લક્ષ્યમાં લેતાં સામયિક મેળ ન ખાતી ઘટનાઓને ખોટી ઠરાવવા કરતાં તેને ઘટાવવા એના ઘટક તરીકે એ જ નામની થઈ ગયેલી કે થનારી કે અન્ય જ વ્યક્તિ માની લેવી જોઈએ. અને તેથી પાંચમી સદીના પાદલિપ્ત અને તેમના ગુરુ સંગમને આયંખપુટાચાર્ય તથા મહેન્દ્ર ઉપાધ્યાયની હયાતીમાં પાંચમી સદીમાં જ રહેવા દ્યો. તેમને સાતમી સદીના આર્ય નાગહસ્તી અને તેમના ગુરુભાઈ સંગમસિંહસૂરિની હયાતીમાં લઈ જવાની કોઈ જરૂરીયાત નથી. “મુનિ તરીકેની બાલ્યાવસ્થામાં પાદલિપ્ત ગુરુને કહ્યું કે, પૂજ્ય! આપે જે “ટિપતિ' કહ્યું તેમાં “ ' ના બદલે “બ' કરી આપવાની કૃપા કરો કે જેથી હું વારિર'–પાદલિપ્ત થઉં. ગુરુએ તેને પાદલિપ્ત થવાને આશીર્વાદ આપે અને એ બાલ-સુલક મુનિનું નામ પાદલિપ્ત પડયું.” પ્રબન્ધામાં ભેંધાયેલી આ હકીકતમાંના પાદલિપ્ત” એ પ્રયોગમાં પણ, પાદલિપ્ત અને તેમના ગુરુને પૂર્વે થઈ ગયેલા કેઈ પાદલિપ્તના નામનું સ્મરણ થયું હોય એમ લાગે છે. પાંચમી સદીના પાદલિપ્તની વિહારભૂમિ અને કાર્યક્ષેત્ર મુખ્યતયા લાટ, દક્ષિણાપથ અને સૌરાષ્ટ્ર
(૨૭૩) કુશાનેએ પાટલીપુત્રમાં નીમેલા સુબાની પરંપરાને આ મુરુડ રાજા લગભગ રવતત્ર હશે. કારણ કે, આ સમયે ભારતના ગંગોત્તર પ્રદેશ પર કુશાન સત્તા નામની જ હોઈ કુશાનેના સુબાએ જ ક્યાં ત્યાં સર્વસત્તાધીશ બની બેઠેલા હતા. આ રાજાઓ હિન્દી સંસ્કૃતિથી સર્વથા રંગાયેલા બની ગયેલા હતા.