________________
૧૩૪
અવંતિનું આધિપત્ય પણ તે વ્યવહાર પ્રવર્તમાન હતું. આવી હકીકતને દર્શાવતું એક કાવ્ય આવી રીતનું મળી આવે છે -
“ હા તો મિવિરમોરારના નાના हतच्छिन्यो वृक्षवादी द्विजकुलतिलकः सिद्धसेनो बभूव । જિલ્લાના નિકા પાદ નિ જે વિશ્વનો વિશાળ
संजातः संगमोऽयं तदनु व गण मृत् पादलिप्तस्ततोऽहम् ॥ २७१ । શ્રીપાદલિપ્તસૂરિ ઉપરના કાવ્યમાં પિતાની ઓળખ આપે છે કે
“નમિ-વિનમિ (વિદ્યાધર)ના કુલ રૂપ મુગટમાં રત્ન સરિખા શ્રીકાલકાચાર્ય મહારાજા થયા. તેમના શિષ્ય બ્રાહ્મણ કુલમાં શ્રેષ્ઠ શ્રી વૃધ્ધવાદી અને (તેમના શિષ્ય ) સિધ્ધસેન થયા. કૂટનિદ્રાને કરતા વિશ્વરૂપ જે (સિધ્ધસેન) લોકમાં “કપટ” એવી રીતે પ્રસિધ્ધ થયા. આ પછી સંગમ નામના ગણધારક થયા અને તે પછી હું પાદલિપ્ત થયેલ છું.”
ઉપરક્ત કાવ્યમાંના પાદલિપ્તને સમય મ. નિ. ની પાંચમી સહી હોય એમ લાગે છે. તેઓ સંગમગાણુના શિષ્ય છે અને એ સંગમગણિને સિધ્ધસેન દિવાકર સાથે સમયનું અંતર નથી. તેમને અને સિદ્ધસેનને વિદ્યાધરામ્નાય તરીકે સંબંધ છે. કદાચ, તેઓ વિવાથી સિદ્ધસેનના ગુરુભ્રાતા પણ હોય. શાલિવાહનના મંત્રીને ગુરુ અને શાલિવાહનના હાથે ઉધ્ધાર કરાયેલા ભરૂચના શકુનિકાવિહારની વજપ્રતિષ્ઠા કરનાર પાદલિપ્ત આ કાવ્યમાંના જ પાદલિપ્ત છે. જેનગ્રન્થથી જાણવા મળે છે કે, તેમણે આર્યખપુટાચાર્યની પાસે ચમત્કારિક વિદ્યાઓને અભ્યાસ કર્યો હતે. આખપુટના શિષ્ય ઉપાધ્યાય મહેન્દ્ર દીક્ષિત કરેલા બ્રાહ્મણના કારણે ભરૂચમાં બ્રાહ્મણને વિરોધ થતાં શ્રી સંઘની વિનંતીથી આ આચાર્ય પાટલીપુત્રથી ભરૂચ આવ્યા હતા અને તેમના આગમન માત્રથી જ બ્રાહ્મણે ડરીને નાશી ગયા હતા (નાસીપાસ થયા હતા) આ આચાર્ય દક્ષિણાપથમાંના માનખેટના રાજા કૃષ્ણરાજના બહુ માનીતા હતા, અને તેઓ એ રાજાના આગ્રહથી ઘણા સમય સુધી માનખેટમાં રહ્યા હતા. માનપેટમાં રહી તેમણે સંસ્કારયુક્ત સાંકેતિક “પાદલિપ્તા” ભાષાનું સર્જન કર્યું હતું. એમણે “તાયા' નામે, હાલમાં ઉપલબ્ધ ન થતી, અદ્દભુત પ્રાકૃત કથાની રચના કરી હતી. આ પછી શાલિવાહનના બોલાવ્યાથી તેઓ પ્રતિષ્ઠાનપુરમાં ગયા હતા અને પિતાની વિદ્યાશક્તિથી તે રાજા પર પ્રભાવ. પાડી તેને પિતાને અનુરાગી બનાવી તેની પાસે ધાર્મિક કાર્યો કરાવ્યાં હતાં. તેઓ પિતાના જીવનનાં અંતિમ વર્ષોમાં સૌરાષ્ટ્રમાં વિચર્યા હતા. ત્યાં તેમણે ધાતુવતી નાગાર્જુનને શ્રાવક બનાવી આકાશગામિની વિદ્યાને યોગ બતાવ્યું હતું. આ નાગાર્જુને પિતાના એ વિદ્યાગુરુના નામથી “પાદલિપ્તપુર” હાલના પાલીતાણાના સ્થળે વસાવ્યું હતું અને તેણે
(૭૧) ધર્મરત્ન પ્રકરણમાં સલબ્ધલક્ષ્મ ગુણ અંગે આપેલી નાગાર્જુનની કથામાં આ કાવ્યનું અવતરણુ અપાયેલું છે.