________________
અવંતિનું આધિપત્ય
૧૩ શ્રી શાડિયે ગૌડદેશની કેશલાના રહીશ મુકુન્દ નામના બ્રાહ્મણને દીક્ષા આપી હતી. આ મુકુન્દમુનિએ ભરૂચની માલિકેર વસતિમાં રહેતાં સરસ્વતીનું આરાધન કરી, પિતાના ઊંચ સ્વરે પડન કરાતા અભ્યાસ પ્રતિ ટેણો મારનારાઓને આશ્ચર્યમાં ગરકાવ કરે એવી રીતે મુશલ-સાંબેલુ ફુલાવ્યું હતું. પ્રસન્ન થયેલી સરસ્વતીના વરદાનથી તેઓ અજેય-કેઈથી પણ ન છતાય એવા વાદી બન્યા હતા. આ પછી એમને આચાર્યપત્ર આપવામાં આવ્યું હતું. તેઓ “વૃદ્ધ” અને “વાદી” હોવાથી તેમની પ્રસિદ્ધિ વૃદ્ધવાદી તરીકે જ થઈ. એમણે વિદ્યાથી ગર્વિષ્ટ એક સિદ્ધસેન નામે પ્રસિદ્ધ થયેલા બ્રાહ્મણને વાદમાં હરાવતાં તે તેમને શિષ્ય થશે. વૃદ્ધવાદીએ એનું મુનિ પણાનું નામ “કુમુદચન્દ્ર' રાખ્યું હતું. મહાબુદ્ધિશાળી વિદ્વાન કુમુદચન્દ્ર અ૫ સમયમાં જ સર્વ જૈન આગ. મોને અને તેના સિદ્ધાન્તને અભ્યાસ-પરિચય કરી લીધું અને ગુરુએ તેમને આચાર્ય પદવી આપી ગચ્છને ભાર સોંપ્યો.” ૨૭ | મ. નિ. ૪૪–ઈ. સ. પૂ. ૫૩ વર્ષે આર્ય શાંડિલ્યના સ્વર્ગવાસ થયા બાદ શ્રી વૃદ્ધવાદી ઉજજયિનીએ ગયા હતા એટલે સિદ્ધસેનની કે કુમુદચન્દ્રની દીક્ષા પણ એ જ સમયે થઈ હશે. સંભવ છે કે, કુમુદચન્દ્રને આચાર્ય પદ ત્યાર બાદ બે વર્ષે એટલે મ. નિ. ૪૧૬-ઈ. સ. પૂ. ૫૧ વર્ષે અપાયું હશે. કેમકે, આચાર્ય પદ પામ્યા પછી જ તેમને વિક્રમાદિત્ય સાથે ભેટો થયા હતા અને તેને પૃથ્વી અનણ કરવાનું તેમણે સૂચન કર્યું હતું. એ સૂચન, વિક્રમાદિત્યે પિતાના રાજ્યના સાતમા વર્ષે લિંબા નામના મત્રીને વાયડ મોકલ્યો તેની પૂર્વેનું હતું. સિદ્ધસેન અને વિક્રમાદિત્યના મેલાપને એ પ્રથમ પ્રસંગ જેને સાહિત્યમાં આવા પ્રકારે લખાય છે –
શ્રીસિદ્ધસેનસૂરિ એક વખતે બાહ્યભૂમિકાએ જતા હતા તેવામાં વિક્રમાદિત્ય રાજાની દ્રષ્ટિ તેમના પર પડતાં એ રાજાએ તરત જ સિદ્ધસેનને મનથી નમસ્કાર કર્યો. એવી રીતે કરેલા નમસ્કારને જાણી લઈ સિદ્ધસેને એ રાજાના પ્રતિ “ધર્મલાભ” શબ્દ ઉચ્ચાર્યો. વગર પ્રણામે ધર્મલાભ કેને દેવામાં આવે છે એવા વિક્રમાદિત્યે કરેલા પ્રશ્નને ખુલાસો કરતાં આચાર્યશ્રીએ કહ્યું કે, “તમે મને મનથી નમસ્કાર કર્યો તેના અંગે તમને કાંઈ પણ જાણવાનું સાધન નથી. તપાગચ્છ પટ્ટાભિમાં શંડિયને સ્પામાર્થના શિષ્ય કહેવામાં આવે છે. પણ તેઓ શ્યામાના દીક્ષા શિષ્ય નહિ પણ વાચનાશિષ્ય હોવા સંભવ છે. એમના દીક્ષાગુરુ તો પાદલિપ્ત કે તેમની શિષ્ય સંતતિમાં કઈ હોવા જોઈએ. પાદલિપ્ત એ નામ ગુણ નિષ્પન્ન હોઈ તેમનું મૂળ નામ કાલકાચાર્ય ( ગુણસુંદર સૂરિના શિષ્ય વિદ્યાસિદ્ધ કાલકાચાર્ય) કદાચ હોય તે ના નહિ, જે કાલકાચાર્યના વિદ્યાશિષ્ય વૃદ્ધવાદી હતા.
(૨૬૭) પ્રભાવરિતમાંના વૃદ્ધવાદિસંરિચરિત વિગેરેમાંથી વૃદ્ધવાદિ અને સિદ્ધસેન સંબંધી ઉલ્લેખને સંક્ષિપ્ત કરી અહિં અનવર્ટેડ કોમામાં લખ્યા છે. તે માટે જુઓ –
પ્રમાવરિત પૃ. ૫૪ થી ૬૧ (સિ. જે. ગ્રંથમાલા, તથા પ્ર, ચ, ભાષાંતર પૃ. ૯-૧૧ ( આત્માનંદ સભા. ભાવનગર)