________________
૨૨૬
અવંતિનું આધિપત્ય વિકમાદિત્યને પૃથ્વી અનૃણ કરવાનું સૂચન કરનારા સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરને પૂર્વાશ્રમ, તેમને દીક્ષા લેવાને હેતુ, તેમની વિકમાદિત્ય સાથે પ્રથમ મુલાકાતને પ્રસંગ, તે પછીની તેમની પ્રવૃત્તિ અને આચારગત શિથિલતે તથા પ્રમાદદશાને ત્યાગ, જેનાગમની ભાષા સંબંધી તેમની અવગણના અને તેમને મળેલું પ્રાયશ્ચિત્ત, તેમનાથી થયેલી મહાકાલતીર્થને અને વિક્રમાદિત્યને જૈનત્વની પ્રાપ્તિ, તેમનાથી કરાવાયલું કારપુરના જૈનત્યનું નિર્માણ અને ભરૂચના ધનંજય રાજાને તેમણે કરેલી સહાય, આ પછી દક્ષિણા પથનો વિહાર અને સ્વર્ગવાસ, વિગેરે હકીક્તોને જણાવતા અનેક ઉલેખે જૈનગ્રંથમાં મળી આવે છે, તેને ભાવાર્થ આ પ્રમાણે છે –
“શ્રી સિદ્ધસેનનું ગોત્ર કાત્યાયન હતું. તેમના પિતા દેવર્ષિ એ ઉજજયિનીના રાજા વિક્રમાદિત્યના પુરોહિત હતા. તેમની માતાનું નામ દેવશ્રી હતું. તેમણે કર્ણાટક સુધીના વાદીઓ પર વિજય મેળવ્યું હતું અને એક મહાન વાદી તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. વાદમાં હારી જતાં એમણે વૃદ્ધવાદીની પાસે દીક્ષા અંગીકાર કરી હતી. એમની બહેન સિદ્ધશ્રીએ પણ ચારિત્ર અંગીકાર કર્યું હતું.”
( આ પછી સિદ્ધસેનની વિક્રમાદિત્ય સાથે પહેલ વહેલી મુલાકાત થઈ તે સંબંધી હકીક્તને ઉલ્લેખ હું પૂર્વે ધી ચુક્યો છું તેથી તેને છોડી દઈ, તે પછીના જેન ઉલેખેને ભાવાર્થ નેધું છું)
આ પછી (વિક્રમાદિત્ય સાથે પ્રથમ મુલાકાત પછી) શ્રી સિદ્ધસેનસૂરિ “ચિત્રકૂટ તરફ વિહાર કરી ગયા હતા. તેમને ત્યાં સ્વર્ણસિદ્ધિની અને સર્ષ પ (સરસવ) થી ઘડા વિગેરે બનાવવાની, એમ બે વિદ્યાઓ પ્રાપ્ત થઈ હતી. ચિત્રકૂટમાં ઔષધિઓથી બનેલ એક પિલો સ્તંભ હતું તે સિદ્ધસેનસૂરિજીના જોવામાં આવ્યું. આ સ્તંભમાં સિદ્ધ વિદ્યાનાં પુસ્તકે હતાં. સિદ્ધસેને પિતાના બુદ્ધિબળથી એ થાંભલામાંની ઔષધિઓ જાણી લઈ, તેની વિરુદ્ધ ઔષધિઓથી તેમાં છિદ્ર પાડયું અને તેમાંના એક પુસ્તકમાંથી ઉપરોક્ત બે વિદ્યાઓ જાણી લીધી, પરંતુ આ પછી તરત જ શાસનદેવીએ, તેવી પૂર્વગત વિદ્યાઓના અભ્યાસની હવેના જીવની અયોગ્યતા જોઈ, તેમને એ પુસ્તકોના અવલોકનમાં આગળ વધતા અટકાવ્યા.”
- “આ પછી ઉપરોક્ત બને વિદ્યાથી યુક્ત આચાર્ય સિદ્ધસેન પૂર્વદેશમાં કર્માનગર ગયા. ત્યાં દેવપાલ નામે રાજા રાજ્ય કરતો હતે. સૂરિજીએ એ રાજાને ઉપદેશ કરી અનુરાગી બનાવ્યું. એ રાજાના આગ્રહથી આચાર્ય અહિં રહ્યા હતા તેવામાં કામ દેશને રાજા વિજયવર્મા મોટી સેના સાથે દેવપાલ પર ચઢી આવ્યો. આની સામે ટકી શકવા પુરતું દ્રવ્ય અને સૈન્ય પિતાની પાસે ન હોવાની વાત દેવપાલે સિદ્ધસેનને કરી તે પરથી સિદ્ધ સેને સુવર્ણસિદ્ધિથી દ્રવ્ય અને સર્ષ પગથી સૈન્ય સર્જાવી તેને સહાય કરી. દેવપાલે
(૨૬૯) સિદ્ધસેનાચાર્યે યોનિપ્રાભૃતાદિ વડે ઘોડા બનાવ્યા હતા એ ઉલેખ નિશીથચૂર્ણિકારે પણ કર્યો છે તે આવા પ્રસંગોનું જ સૂચક હેવું જોઈએ. આ રહ્યો તે ચૂર્ણિને પાઠ