________________
૨૨૪
અવંતિનું આધિપત્ય જ ધર્મલાભની આશિષ આપવામાં આવી છે. શ્રીસિદ્ધસેનની આવી વિશિષ્ટ જ્ઞાનશક્તિને જાણી વિક્રમ રાજા આશ્ચર્ય પામ્યા. ગુરુ તરફથી “સર્વજ્ઞપુત્ર” એવુ બિરુદ તેમને મળેલું છે એ યથાર્થ છે એમ વિક્રમાદિત્યને લાગ્યું અને તેણે આચાર્યને એક કરોડ સેનૈયા આપવાને હુકમ કર્યો. પિતે સર્વથા નિષ્પરિગ્રહી હેઈ પિતાને આપવા માંડેલા દ્રવ્યને સ્વીકારી શકે નહિ એમ કહી, આચાર્યો એ અપાતા દ્રવ્યને વ્યય દુનિયાને અનુણ કરવામાં વાપરવાનું સૂચન કર્યું, અને તે પછી વિકમાદિત્યે પૃથ્વીને અનૃણ કરવાના કાર્યની શરૂઆત કરી.” ૨૬૮
પૃથ્વીને અનૃણ કરવા માટે વિકમાદિત્યે પિતાના મન્ત્રીઓને દેશદેશ મોકલ્યા હતા, તેમને એક લિંબા નામને પ્રધાન “વાયડ આવ્યું હતું અને તેણે વિકમના રાજ્યના સાતમા વર્ષમાં એટલે મ. નિ. ૪૧૭ માં શ્રીજીવદેવસૂરિના હસ્તે ત્યાંના શ્રીમહાવીર જિનમંદિરનાં ઇવજપ્રતિષ્ઠાદિ કાર્ય કરાવ્યાં હતાં.” પ્રભાવરિતકારના કથનાનુસાર આવા પ્રકારની હકીકત હું પહેલાં ટાંકી ગ છું. વિક્રમાદિત્યની અનૃણ પ્રવૃત્તિનો તે એક પુરાવે છે એવું પણ સૂચન ત્યાં હું કરી ગયે છું; પરંતુ કેટલાકે આ સમયે જીવદેવસૂરિનું અસ્તિત્વ હેવાને જ ઈન્કાર કરે છે. તેઓ કહે છે કે, પ્રભાવકચરિતમાં જીદેવસૂરિનું ચરિત લખતાં શ્રીપ્રભાચન્દ્રસૂરિએ કાન્યકુજના રાજાની પુત્રીના પ્રસંગમાં અને વાયડના બ્રાહ્મણ તથા જેનોની વચ્ચે સમાધાન થયાના સંબંધમાં જે હકીકત રજુ કરી છે તે પરથી છવદેવસૂરિને સમય જણાવવામાં આવે છે તેટલો વહેલે ન હો જોઈએ. એ સમય ચૈત્યવાસની જમાવટ થયા પછી એટલે વિક્રમાદિત્યથી ૫૦૦, ૬૦૦ વર્ષ પછીને હેવે જોઈએ. “છવદેવસૂરિ પહેલાં દિગમ્બર સાધુ હતા. એવી ચરિતમાં લખાયેલી હકીકત પણ તેમને વિકમના રાજ્યારંભથી એક સદી કરતાં ય વધારે છેટે લઈ જાય છે. કેમકે કઈ પણ મતે તે પહેલાં જૈનધર્મમાં વેતામ્બર-દિગમ્બર જે શાખા વિભાગ હતું જ નહિ, અને તેથી આ રીતે પણ વિક્રમાદિત્યના સમયમાં જીવદેવસૂરિનું
અસ્તિત્વ હેઈ શકે નહિ એમ, એ કેટલાકે કહી રહ્યા છે. ખરેખર, તેમનું એ કથન વિચારણીય છે અને તેથી પ્રભાવરિતકારે નોંધેલી સામયિક વિધવાળી હકીક્તને વિવેક કર જોઈએ. (२६) धर्मलाभ इति प्रोक्त दूरादुद्धृतपाणये । જૂથે રિસેના, ર જો િનરાધા ને કદ II
પ્રભાવકયરિત-વૃદ્ધવાદિસરિચરિત પૃ. ૫૬ (સિ. જે. ગ્રંથમાલા) વિક્રમાદિત્ય સિદ્ધસેનને એક કોડ દ્રવ્ય આપ્યું એ આ શ્લેકમાં ઉલ્લેખ છે. આ દ્રવ્યને ઉપયોગ દુઃખિ-ખરાબ સ્થિતિના જૈન અને જેન ચૈત્યોના ઉદ્ધાર કરવા માટે સાધારણ ભંડાર તરીકે રખાયો હતો એમ તે પછીના શ્લોકમાં લખવામાં આવ્યું છે. આ એક મતાંતર છે. મને લાગે છે કે, શ્રી સિદ્ધસેને પોતાના વિક્રમાદિત્ય સાથે આ પ્રથમિક સમાગમ સમયે એ દ્રવ્યને સાંપ્રદાયિક ઉપયોગ ન કરતાં સાર્વજનિક ઉપયોગ જ કરવાનું વધારે ઉચિત ધાયું” હશે, અને તેથી મેં એવી જ રીતે હકીકત લખી છે