________________
૨૧૩
અવંતિનું આધિપત્ય ભાનુમિત્ર, ગદૈભિ@થી કે તેના ઉત્થાપક કાલકાચાર્યથી કેટલાંક વર્ષ પહેલાં થઈ ગયા હોવાથી અને તેમના જેવા સંયુક્ત નામવાળે મ. નિ. ૪૧૦ સુધી બીજે કે રાજા ન મનાયલો હોવાથી, તેમના રાજ્યાન્ત પછી ભરૂચ પર કે ઉજજયિની પર બલમિત્ર કે વિક્રમાદિત્ય તરીકે રાજય પર આવ્યા હોવાની કલ્પનાના વિષય જ નથી. શ્રી ભદ્રેશ્વરસૂરિજીના મતે પણ, તેઓ મૌર્ય રાજ્યારંભ મ. નિ. ૧૫૫ વર્ષે માનતા હેવાથી અને કાલગણનાની ગાથાઓ પ્રમાણે મૌનાં ૧૦૮ વર્ષ તથા પુષ્યમિત્રોનાં ૩૦ વર્ષ પછી બલમિત્ર-ભાનુમિત્ર આવ્યા હોવાથી, બલમિત્ર ભાનુમિત્રને રાજ્યારંભ મ. નિ. ૨૯૩ વર્ષ આવે છે. (જૈન કાલગણનાની ગાથાઓમાં મૌર્યકાલ ૧૦૮ વર્ષ કહ્યો છે તેને પાઠભેદથી કે અન્ય કઈ રીતે એ છે માનતા કેટલાકે તરફથી કહેવામાં આવે છે તેમ એ માની, તેમાં પર વર્ષ કે ૬૦ વર્ષ વધારી ૧૬૦ વર્ષ કે ૧૬૮ વર્ષ ગણી ગણતરી કરીએ તે પણ બલમિત્ર-ભાનુમિત્રના રાજ્યારંભને સમય મ. નિ. ૩૪૫ કે ૩૫૩ આવે; પરંતુ આ માન્યતાને કોઈ આધાર ન હવાથી લેશ પણ વજુદ આપી શકાય તેમ નથી.) આમ છતાં એ ભદ્રેશ્વરસૂરિ પ્રાકૃત કહાવલીમાં લખે છે કે;-“સાહિ પ્રમુખ રાણાઓએ ઉજજયિની પર કાલકસૂરિના ભાણેજ બલમિત્રને અભિષિક્ત કર્યો અને ભાનુમિત્રને યુવરાજ તરીકે સ્થાપે.” અહિં પ્રશ્ન ઊઠે છે કે, કાલકાચાર્યના નિર્વાસન પ્રસંગમાં શ્રીમેતુંગાચાર્ય અન્ય બલમિત્ર–ભાનુમિત્ર થયા હોવાની વાત લખે છે તેમ ભદ્રેશ્વરસૂરિજી પણ મ. નિ. ૨૯૩ થી ૩૫૩ સુધી વિદ્યમાન બલમિત્ર-ભાનુમિત્રથી અન્ય કઈ બલમિત્ર–ભાનુમિવ માને છે કે શું? શું ગઈભિલને બલમિત્ર અને ભાનુમિત્ર નામના બે પુત્રો હતા? આને જવાબ મળતું નથી. મને તે લાગે છે કે, બલમિત્ર-ભાનુમિત્ર અને બલમિત્ર. એમને ભિન્ન ભિન્ન ન સમજવાની ભ્રાન્તિથી જ ઉપરોક્ત લખાણ થયું હશે. કેટલાકે કલ્પના કરે છે કે, બલમિત્રભાનુમિત્રે બલ-વિક્રમ+ભાનુ-આદિત્ય વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું હતું, પરંતુ એક રાજા અને બીજે યુવરાજ, એમ બે મળી એવી રીતે જોડાયેલું નામ શા કારણે ધારણ કરે એ એક ખાસ પ્રશ્ન છે. ખરી વાત તો એ જ છે કે, પૂર્વે થઈ ગયેલા બલમિત્ર-ભાનુમિત્રમાંના બલમિત્રની સાથે પિતાના નામને ગોટાળો ન થાય તે માટે ગઈ ભિલ્લના પુત્ર બલમિત્રે બલ-વિક્રમ+મિત્રઆદિત્યરવિક્રમાદિત્ય નામ ધાર કર્યું હતું, કે જે સંબંધી હું પૂર્વે ખુલાસો કરી ગયે છું. એ ખુલાસાને આધાર ફક્ત મારું અનુમાન જ છે. કારણ કે, ભારતના કેઈ પણ સાહિત્યગ્રંથમાં, સિક્કાઓ કે શિલાલેખમાં અથવા તે કઈ પણ દન્તકથાની નોંધમાં, મેં જણાવ્યું છે તેવી રીતે “વિક્રમાદિત્ય' નામની ઉત્પત્તિને ઉલ્લેખ મળતું નથી. “સૂર્ય વપ્નથી સૂચવાયેલો હોવાથી અને સૂર્યવારે સૂર્યોદયે જન્મ થયેલ હોવાથી ગર્દભિન્ન રાજાએ પુત્રનું નામ “વિક્રમા' પાડયું,” એમ શ્રી શુભશીલગણિછ વિક્રમચરિત્રમાં લખે છે, પરંતુ સૂર્યના પર્યાય વાચક અર્ક અને આદિત્ય શબ્દો છે તેમ મિત્ર શબ્દ પણ છે તેથી શુભ શીલગણિજીએ દર્શાવેલી રીતે, અર્થાન્ત કે આદિત્યાન્ત વિક્રમાક કે વિક્રમાદિત્ય એવા નામની જેમ મિત્રાન્ત બલમિત્ર એવું નામ પાડયું હોવાની પણ કલ્પના કરી શકાય તેમ છે. સંભવ છે કે સમયના પ્રવાહમાં બલમિત્ર નામ ડૂબી જતાં ચાલુ રહેલા વિક્રમા કે