________________
૨૧૪
અવતિનું આધિપત્ય વિક્રમાદિત્ય નામને લઈ ગણિજીને તેનું નામ પાડ્યું હોવાની કલ્પના કરવી પડી હોય અને તેથી ગર્દભિલ્લના પુત્રનું જન્મ નામ બલમિત્ર હેઈ, પૂર્વે થયેલા બલમિત્ર નામની સાથે ભિન્નતા દર્શાવવા તેણે વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું હતુ, એ મારા અનુમાનને ગણિજીના ઉલ્લેખથી વિરુદ્ધ અસર પહોંચતી નથી, સિવાય કે સંવત્સરપ્રવર્તક એ રાજાનું જન્મથી જ બલમિત્ર નહિ, પરંતુ વિક્રમાદિત્ય નામ રાખ્યું હતું, એ બીજે કઈ મજબૂત પ્રાચીન પુરા મળી આવે. આમ બલમિત્ર-ભાનુમિત્ર અને બલમિત્ર એ જુદા જુદા સમયે થયેલી ભિન્ન ભિન્ન વ્યક્તિ હેઈ કાલકાચાર્યથી રાજ્યભ્રષ્ટ કરાયેલા ગર્દભિવ્રને સંબંધ બલમિત્રભાનુમિત્રની સાથે નહિ, પરંતુ બલમિત્રની સાથે જ ઘટી શકે છે, એને અહિં કાંઈક વિચાર કરીએ.
કાંઈ પણ કારણ બતાવ્યા સિવાય જૈન સાહિત્યમાં કહેવાયું છે કે –“બલમિત્ર ગભિલથી અપમાન પામેલ હતે.” આ અપમાનનાં સંભવિત કારણ તરીકે, કાં તે ગભિઠ્ઠ રાજાએ બલમિત્રના કેઈ હક અધિકારાદિને હાનિ પહોંચાડી હોય અને તેથી બલમિત્રે ગમે તે કઈ રીતે તેને સામને કર્યો હોય અથવા તે બલમિત્ર ગર્દભિલૂને એવી રીતને સંબંધી હવે જોઈએ કે ગર્દશિલ્લની નીતિ-અનીતિ સાથે તેને નિસ્બત હોઈ તેણે ગર્દશિલ્લની અનીતિ સામે ગ્ય પણ જબર વિરોધ કર્યો હોય. આ બન્ને કારણેમાં એક કારણ કાલગણનાની ગાથાઓના કથન મુજબ ગઈ ભિલ્લની પૂર્વે ઉજજયિની પર રાજ્ય કરતા બલમિત્રભાનુમિત્રમાંના બલમિત્રને માટે સંભવતું નથી, જ્યારે બીજા બલમિત્રના અપમાનમાં પહેલું કારણ અસંભવિત હાઈ પાછળનું કારણ જ સંભવિત હોય એમ લાગે છે. “વિક્રમાદિત્ય ગન્ધર્વસેન (ગદંભિલ)ને પુત્ર હતું. તેને જન્મ ખંભાત કે ભરૂચમાં થયું હતું. ઉજજયિની પર આવ્યા પહેલાં ગન્ધર્વસેન આનર્તમાં–આનંદપુરમાં રહેતો હતો અને ત્યાં રહી રાજ્ય કરતે હતે. ગન્ધર્વસેનના રાજ્યભ્રષ્ટ થયા બાદ વિક્રમાદિત્ય આન્ત્રપ્રદેશમાં ચાલ્યા ગયા હતે.” ગન્ધર્વસેન–ગર્દશિલ્યની સાથે વિક્રમાદિત્યને સંબંધ જણાવતા આવા પ્રકારના અને બીજા પણ એના જેવા જ અનેક પ્રકારના ઉલ્લેખ આજે મળી આવે છે તે સર્વ બેટા હોય એમ માનવાને કાંઈ કારણ નથી. ગર્દભિલ અને બલમિત્ર (વિક્રમાદિત્ય) વચ્ચે નિકટને પિતા અને પુત્ર તરીકે સંબંધ રહેવાથી જ ગદંભિલે જ્યારે છેલ્લી હદની અનીતિ આદરી ત્યારે બલમિત્રે તેને ભારે વિરોધ કરતાં તેને ગભિલથી અપમાનિત થવું પડયું. ગભિલની એ જેનેથી જ નહિ, પરંતુ આખી આર્ય પ્રજાથી પણ તિરસ્કરણીય અસહા અને અનહદ અનીતિને ઉલ્લેખ કરતાં, જેન ગ્રન્થ લખે છે કે, “ગભિલે સાધ્વી. એના મધ્યમાં નજરે પડેલી સરસ્વતી સાધ્વીને પકડાવી પોતાના અંતપુરમાં મેલી દીધી.” કામાન્ય માણસો ગમે તેવું અપકૃત્ય કરતાં અચકાતા નથી અને તેમાં પણ તેઓ જે રાજસત્તાથી મદોન્મત્ત હોય તે પછી કહેવું જ શું! ગëભિલ્લનું આ અપકૃત્ય અસામાજિક, અનૈતિક અને અધાર્મિક હે જનતામાં અપયશ આપનારું, રાજકારણમાં હાનિ પહોંચા ડનારું તથા સંબંધીઓને નીચું જોવરાવનારું હતું, અને તેથી મહાનુભાવ લિમિત્ર પિતાના