________________
અવંતિનું આધિપત્ય
૨૧૭
તૈયારી કરતો રહ્યો અને પછી અવંતિને જીતી લઈ ત્યાં તેણે ૬૦ વર્ષ રાજ્ય કર્યું. આમ ૧૮+૫+૧૩++૬૦=૯ વર્ષ થયાં. જે શકેને અમલ ૩ ના બદલે ૪ વર્ષ ગણીએ તે ૧૦૦ વર્ષ થાય. બરાબર ૧૦૦ વર્ષના ચિરંજીવી વિક્રમાદિત્યે શકના હાથમાં જતા રહેલા અવન્તિદેશ પર વિજય મેળવ્યું ત્યારે તે ૪૦ વર્ષની વયને હતે. તે એક મહાભાગ્યશાલી બત્રીસ લક્ષણે પુરુષ હતે. ભરૂચના રાજકર્તા તરીકે તેની કારકિર્દી ઘણી જ સુન્દર અને લાધ્ય હતી. તે પછીના દેશાટન દરમિયાન તેણે વિવિધ અનુકૂલતાઓ અને પ્રતિકૂળતાએ જોગવતાં બહુ બહુ અનુભવ મેળવ્યા હતા. આવા ઘડતરના પરિણામે તેનામાં રહેલી સવભાવસિદ્ધ શ્રેષ્ઠતા સંપૂર્ણતયા ખીલી ઊઠી હતી. હતું તે એક માટે સત્તાધીશ; પરંતુ ન હતી તેનામાં રાજસત્તાની લેશ પણ લાલસા, પિતાને પરંપરાગત વારસાહક મેળવ્યા બાદ તેણે ગભિલ્લના સમયમાં જેટલો રાજ્ય વિસ્તાર હતો ત્યાં પોતાનું પ્રભુત્વ બરાબર સ્થાપી દીધું, અને પછી આર્યરીતિએ રાજ્યનું પાલન કરવામાં જ ઈતિકર્તવ્યતા માનતે તે તેમાં જ લક્ષ્ય આપવા લાગે, નહિ કે લેહીથી ખરડાયેલી અધિકાધિક ભૂમિનો વિજય પૂર્વક કબજે કરી રાજ્યને વિસ્તાર વધારવામાં અને જીતાયેલી પ્રજાને જુલમથી તાબેદાર રાખવામાં. મહાનુભાવ એ રાજાએ પોતાના બલ પરાક્રમને ઉપગ કેઈનું દમન કે વિનાશ નેતરવામાં ન કરતાં, કેવળ જગતમાં સુખ-શાન્તિ વધારવામાં જ કર્યો હતે. એને રાજ અમલ પ્રતાપી હતી પણ તે પ્રજાનું સર્વ રીતે રક્ષણ કરવા પુરત જ, નહિ કે પ્રજા પર ધાક બેસાડી તેનું માનસ ધ્રુજાવવા માટે. આ રાજા શકારિ કહેવાય છે તે પણ શકે પ્રતિ તેની અરિતા-શત્રુતા પિતાને થયેલા પિતાના રાજ્યહક વિષેના અન્યાયને દૂર કરવા પુરતી જ હતી, નહિ કે શકના ઉપર જુલમ વર્તાવી તેઓનું સર્વસ્વ નાશ કરીને ઘેરની વસુલાત ઉઘરાવવા માટે. ગૃહસ્થને છાજે તેવી મનુષ્યત્વની ઉચ્ચ કક્ષામાં રહેલા એ રાજવીની અંદર કેઈનું સર્વસ્વ નાશ કરવા જેટલી પાશવવૃત્તિ હોય એ સંભવિત જ નથી. વ્યર્થ વૈરવૃત્તિ નહિ રાખનાર એ રાજાએ જૈન સંસ્કૃતિથી સંસ્કૃત થયેલા શક કે ક્ષહરાટ જાતિના લોકોને પણ પોતાના ઉમદા વર્તનથી શાન્ત અને અનુકૂલ કરી લીધા હોય એ બનવા જોગ છે. ભારતની આર્ય ક્ષત્રિય જાતિના લોકે સ્વેચ્છાપૂર્વક તેના રાજ્યને અને રાજત્વને વધાવી રહ્યા હતા. આધ્રરાજાની સાથે બંધાયેલી તેની મિત્રતાની ગઠિ ઘણી જ મજબૂત હતી અને પાછળથી તે આશ્વપતિને જામાતા બનતાં તેની સાથે તેને સહકાર-સંબંધ પૂર્વના કરતાં ઘણું જ વધી પડયો હતો. યુદ્ધ કે ઉપદ્રવ વિનાનું જીવન જીવવાની ઈચ્છાવાળ મહાપરાક્રમી આ વિક્રમાદિત્ય રાજા અન્ય કઈ પણ રાજ્યની સાથે અથડામણમાં આવવા રાજી ન હતે. સૌની સાથે સમાધાનથી વર્તવાની વૃત્તિવાળા એને એવો પ્રસંગ જ આવ્યું નથી, એમ તેના વિષે લખાયલાં સાધન પરથી લાગે છે, સિવાય કે, તે તેના જીવનનાં છેલ્લાં વર્ષોમાં અને મૃત્યુની લગભગ આન્ધરાજા સાતવાહન (હાલ-શાલિવાહન) ની સાથે અથડામણમાં આવ્યો હતો અને ભરૂચમાં લડયો હતે.
મહારાજા વિક્રમાદિત્ય પોતે પરિશ્રમી જીવને જીવતો હતો. તેનું સંગ્રહસ્થ તરીકે અંગત જીવન ઘણું જ સુંદર અને પ્રશંસનીય હતું. તે વિલાસી કે ઐશઆરામી ન હતે. ૨૮