________________
અવંતિનું આધિપત્ય
૨૧૯ તેના રાજ્યનાં તેર વર્ષ વીત્યાં એટલા અરસામાં તે તે દેવાંશી પુરુષ અને પ્રજાના પ્રાણ રૂપ ગણાવા લાગ્યો હતે; અને તેથી જ પ્રજાએ તેના જયારંભથો તેના નામ સાથેની વર્ષગણના એટલે સંવત પ્રવર્તમાન કરી દીધો. અર્થાત્ આ સમયે વિક્રમાદિત્યના ઉપકાર નીચે આવેલી પ્રજા તરફથી, કાલગણનાપદ્ધતિઓમાંની એક સુપ્રસિદ્ધ અને ચિરસ્થાયી કાલગણનાપદ્ધતિ શરૂ કરાઈ કે જે આજે “વિક્રમ સંવત’ તરીકે અને “૨૦૦૪ના અંકથી લખાય છે અને અંકાય છે.
" શ્રી મહાવીરનિર્વાણથી ગણાતી કાલગણનાપદ્ધતિ કરતાં વિક્રમના નામે શરૂ થયેલી કાલગણનાપદ્ધતિનું ક્ષેત્ર વધારે વિશાલ બનતાં ઝાઝો સમય લાગે નહિ. પ્રજાના સામાજિક જીવનના બધા ય વ્યવહારમાં તેને શીઘ્રતાથી સ્થાન મળ્યું, જ્યારે આ સમય દરમિયાન મ. નિ. થી ગણાતી કાલગણનાપદ્ધતિને આદર કેવળ સાંપ્રદાયિક ધર્મક્ષેત્રમાં જ થતે હતો. અન્યાન્ય સંવત્સરના પ્રવર્તકેએ, ભલેને, વિક્રમના નામથી શરૂ થયેલા સંવત પર આચ્છાદન નાખવા કે તેને સાવ ભૂંસી નાખવા પ્રયત્ન કર્યો હોય, પરંતુ છેવટે તો તે અમર જ રહ્યો છે, એટલું જ નહિ, બલકે એવા થયેલા પ્રયત્ન જ એ મહારાજાના મહાન વ્યક્તિત્વની અનુપમતા પર પિતાની મહેર છાપ મારી છે.
ઉપર વર્ણવેલા વિક્રમાદિત્યના આવા વ્યક્તિત્વને દર્શાવવા સંખ્યાબંધ ઉદાર દિલના લેખકોએ પિતાની લેખિની ચલાવી છે, જેમાં એક મોટો ભાગ જૈન લેખકોને છે. વિક્રમાદિત્ય વિષે લખાયેલી હકીકતમાં કંઈક મતાન્તર પણ જોવામાં આવે છે અને આજકાલની ઐતિહાસિક દૃષ્ટિએ તેમાં કવચિત્ અસંગતતા પણ દર્શાવવામાં આવે છે, છતાં તેમાંથી તારવણી કરતાં સામાન્ય રીતે સમજાય છે કે
રાજા વિકમ બીજાનાં દુઓને ભાગવામાં વીર હોવાથી તે પરદુઃખભંજક વીર વિક્રમ તરીકે ઓળખાતો હતો. તે બીજાનાં દુઃખે ભાગવામાં નિર્ભયતાથી પિતાની જાતને સમર્પવા સદા તત્પર રહેતા. પિતાની પ્રજાને ન્યાય આપવામાં તે ભારે ચીવટ રાખો. ગમે તેવા પ્રસંગોમાં પણ તે સમતોલપણું સાચવી રાખતો. ન્યાય મેળવવા સૌ કોઈ તેની મુલાકાત ગમે ત્યારે સુખેથી લઈ શકતાં હતાં. તે વિશ્વાસપાત્ર સંયમી હોવાથી કેઈપણુ–સ્ત્રી સુદ્ધાં તેની પાસે જવામાં સંકેચ ન અનુભવતાં. ઉજજયિનીના તખ્ત આવ્યો તે પૂર્વે–ભરૂચમાં શાસન કરતો હતો ત્યારે શરૂઆતમાં, આ બલમિત્ર નામથી પ્રસિદ્ધ રાજા બહુધા બૌદ્ધભક્ત હઈ પાછળથી આર્ય ખપૂટાદિ જૈનાચાર્યોના અને જૈન ધર્મના ઉમદા સિદ્ધાન્તના પરિચયમાં આવ્યો હતો, પરંતુ તેના ઉજજયિનીની ગાદી પર આવ્યા પછી વૈદિક શિવસંપ્રદાય તરફ પણ તેની ભારે સહાનુભૂતિ હેય, એમ આપણને જાણવા મળે છે. પ્રજાના પ્રાણરૂપ એવા તે રાજાની આવી નીતિ રીતિ તેને ઉદાર મહાનુભાવ માનસને આભારી હતી. આવા માનસને લઈ તે, “મહાકાલ” નામનું જૈનત્ય કે જેને કેટલાક સમયથી જિમૃતિના ઉપર શિવલિંગ સ્થાપન કરવા પૂર્વક શિવાલય તરીકે પરિવર્તિત કર