________________
અવંતિનું આધિપત્ય
૨૦૫
સુધીના રાજાઓને એક જ માની નં. ૧૫ ના નામે ત્યાં ૩૬ વર્ષ રાજ્ય લખાયું છે તે મારી નંધમાં નં. ૮ ના નામે ચઢાવ્યું છે. મત્સ્ય હાલના નામે ૫ વર્ષ લખે છે તે ઘણાં જ ઓછાં હોવાથી મારી નોંધમાં ૭૨ વર્ષ લખાયાં છે. આમ માસ્યની નંધમાં કેટલાક સુધારો કરી મારી નોંધ લખાઈ છે, છતાં તે સંપૂર્ણ શુદ્ધ છે એમ તે ન જ કહેવાય. ખરેખર, એને સંપૂર્ણ શુદ્ધ બનાવવાનું કાર્ય અશકય જ છે. કારણ કે, આદ્મરાજાઓની અને તેમના રાજત્વકાલની નોંધ લેનારાં પુરાણોમાંથી કોઈ પણ રીતે નિશ્ચિત યાદી તારવી શકાય તેમ નથી. કાંઈક વ્યવસ્થિત અને વિશ્વસનીય ગણાતા એવા મત્સ્ય ને અથવા વાયુ ને પણ આન્ધરાજાઓમાંના કેટલાકનાં વિશેષ નામને સુદ્ધાં પત્તો લાગ્યો હોય એમ જણાતું નથી. કેમકે, તેમને કઈ કઈ રાજાને નૈધતાં વિશેષ નામને બદલે “શાતકણિ”, “પુમાવી,” “ગૌતમીપુત્ર,’ એવાં સાધારણ નામ નંધીને જ સન્તોષ માનવે પડે છે. સંભવ છે કે, તેમાં પાછળના લેખકના હાથે થઈ ગયેલી અશુદ્ધિએ અને અપભ્રંશે પણ ભાગ ભજવ્યો હશે. તેવી જ રીતે પ્રાકૃતમાંથી સંસ્કૃત રૂપ ઘડતાં પણ કાંઈક વૈકલ્પિક ફેરફાર થયો હોય તે પણ ના નહિ. એ સર્વના પરિણામે જ પુરાણોમાં “સાત”ના સ્થાને સ્વાતિ, “કુન્તલરાજના સ્થાને કુન્તલ અને કર્ણિના સ્થાને કર્ણ આવાં આવાં રૂપ જોવા મળે છે. બાકી, સાતવાહન અને સાતકણિના સ્થાને એક દેશ તરીકે સાત અથવા વાહન અને સાત અથવા કર્ણિ લખી ઓળખ અપાય તે તે ઠીક જ છે. આટલું પ્રાસંગિક સૂચન કર્યા બાદ, હવે જો કે મારી સુધારેલી નેંધની વાસ્તવિકતા સાબીત કરવા અને આશ્વવંશમાને કઈ રાજા શકારિ, વિક્રમાદિત્ય, વિક્રમ સંવતને પ્રવર્તક અને ઉજ્જયિનીને અધિપતિ છે કે નહિ એ સમજવા, આન્ધરાજાઓને કેટલાક ઈતિહાસ આપવાની આવશ્યકતા ઊભી થાય છે, પરંતુ એ ઈતિહાસ અવનિ પર આધિપત્ય ભોગવનારા આન્ધવંશના આગળ પર કરવામાં આવનારા આલેખન પ્રસંગે આપીશ. અહિં તે ફક્ત તેમાંનાં કેટલાંક જરૂરીયાત પુરતાં જ સૂચન કરીશ, કે જેથી સમજ પડે કે, આન્ધરાજાઓમાં કઈ પણ રાજા આ આલેખાઈ રહેલા વિક્રમાદિત્ય નથી.
મારી નેંધના નં૦૧ થી નં૦૫ સુધીના આન્ધરાજાઓના સમય દરમીયાન વિદેશી જાતિના શક આદિ લોકે લાટ સુધી પણ પશ્ચિમ ભારતના દક્ષિણમાં આગળ વધ્યા નથી, તેમ તે આઘરાજાઓનું રાજ્ય પણ તાપીનદીના તીરથી ઉત્તરમાં હોય એમ જણાયું નથી, એટલે તેઓમાંને કેઈ ઉજજયિનીપતિ શકારિ હવાને સંભવ જ નથી. (નં. ૬) લંબોદર શકેથી પરાજિત થયેલ અને મહારાષ્ટ્ર પણ ગુમાવી બેઠેલો હેવાથી તેમજ (નં૦ ૭) અપીલક એ પણ શકેની સામે કઈ પ્રવૃત્તિ ન કરનાર હોવાથી શકારિ તરીકે નથી. તે બન્ને રાજાઓ બેન્નાટકમાં જ રહી રાજ્ય કરનારા હતા. આ પછી (નં૦૮) દ્વાપિ (સાક, પુમાવી) રાજા થયા. તેણે શકેની સામે લડવામાં ગર્દભિલ્લવંશીય વિક્રમાદિત્યને મદદ કરી હતી.