________________
અવંતિનું આધિપત્ય
૧૯ વિક્રમાદિત્યનું અસ્તિત્વ જણાવવા એ વિક્રમવિશેષાંકના કેઈ કઈ મહત્વના મુદ્દાઓને હું અહિં સાભાર નેંધુ છું અને એની સાથે મારું હાલનું સંશોધન પણ રજુ કરું છું.
જણાતત્તર-ગાથાસપ્તશતી નામને એક સુભાષિત સંગ્રહ રૂપ ગ્રન્થ છે. એ ગ્રન્થના અન્તમાં તેના કર્તાએ, “કુંતલરાજ પઠણપતિ દ્વીપિકણના પુત્ર મલયાવતીના પતિ શતકણું અને “હાલ' ઉપનામવાળા સાતવાહન” આવી રીતે પિતાને પરિચય આપો છે. ૨૫૪ “મી. વિન્સેન્ટ સ્મીથે “હાલ” તરીકે ઓળખાવાતા એ રાજાને ઈ. સ. ૬૮ કે ઈ. સ. ૧૦૮ માં મુકે છે” એમ કેઈ કેઈએ “અલિ હિસ્ટરી ઑફ ઈન્ડિયાના નામે ટીપ્પણ કર્યું છે. ડે. ત્રિભુવનદાસ લ. શાહ એ રાજાને ઈ. સ. પૂ. ૪૦ થી ઈ. સ. ૧૫ સુધીમાં મુકે છે. કહે છે કે, “હાલ” રાજા “બૃહત્કથાના કર્તા ગુણાઢયા મહાકવિને સમકાલીન હતો, મી. વેબર બૃહત્કથાને ઈસુની બીજી સદીની માને છે. આ લેખની ગણતરી પ્રમાણે આારાજા અરિષ્ટ પછી ગાદી પર આવેલા દ્વીપના પુત્ર આ હાલ (શાલિવાહન)ને સમય મ. નિ. ૪૪૫ થી ૫૧૭-ઈ. સ. પૂ. ૨૨ ની લગભગથી ઈ. સ. ૫૦ સુધી આવે છે. પ્રાયઃ કેઈ પણ માન્યતાએ હાલ રાજા ઈ. સ. ની બીજી સદીના પૂર્વાર્ધની પછો નહિ, પરંતુ પહેલાં જ થયો છે એ તે નકી જ છે.
ઉપરોક્ત રીતે ઈસુની બીજી સદીના મધ્યથી પૂર્વે થઈ ગયેલા મનાતા હાલ રાજાની રચેલી “ગાથાસપ્તશતી'ના પાંચમા શતકની ૬૪ મી ગાથામાં વિશ્વના દત્ત'–વિક્રમાદિત્યને અને તેણે આપેલા લાખ દ્રવ્યના દાનને ઉલ્લેખ છે, તે ગાથા આ પ્રમાણે છે –
“संवाहणसुहरसतोसिपण देतेण तुह करे लक्खं ।
चलणेण विक्कमाइच्चचरिअं अणुसिक्खियं तिस्सा२५५ ॥६४॥ (૨૫૪) શ્રીમેÚગરિ પ્રબન્ધચિંતામણી માં સાતવાહન પ્રબંધમાં સાતવાહનને સાતસો ગાયા પ્રમાણુ સાતવાહન નામના સંગ્રહગાથાકેશના શાસ્ત્રકર્તા તરીકે ઉલેખે છે. જેને સાહિત્યમાં અન્યત્ર નેધાયેલો મીનહાસાદિ હકીકત પરથી અહિ લખાયેલો સાતવાહન એ શાલિવાહન (હાલ) જ છે મહાકવિ બાણે હર્ષચરિત્ર • ૧૦માં સાતવાહનના સુભાષિત કેશની પ્રશંસા કરી છે તે આ ગાથાસપ્તશતી | સંગ્રહગાથાકેશની જ છે. આ ગ્રંથમાં રાધાકૃષ્ણ (૧-૮૯) અને મંગળવાર (૩-૬૧)નો ઉલ્લેખ થયેલો છે. રાવકોને હલખ ૫ ચત ત્રમ અને વારને ઉલેખ ઇ. સ. ૪૮૪ના દુધગુપ્તના એરણવાળા લેખમાં અને કહના અંધઉ ગામથી મળેલા ક્ષત્રપ રુદ્રદામાના સં. ૫ર ફ. વ. ૨ ના લેખમાં (ગુરુવાર) થયેલ હોવાથી રાધાકૃષ્ણ અને વારની માન્યતા ઈસુની બીજી સદીની પૂર્વે પણ હેવાથી, આ ગ્રંથ રાધાકણ અને વારની માન્યતા અર્વાચીન હોઈ અર્વાચીન છે એમ કહી શકાય નહિ. આદ્મવંશ ઈસિની ત્રીજી સદીના પૂર્વાર્ધમાં સમાપ્ત થયેલ હેઈ શાલિવાહન તેથી લગભગ પણ બે સૈકાઓથી પૂર્વે થઈ ગયે હતે.
(૨૫૫) “પગચંપીના સુખથી સંતુષ્ટ, તેણીના ચરણે તારા હાથમાં લક્ષ (લાક્ષારસ-લાખદ્રવ્ય) દેતાં “વિક્રમાદિત્ય'નું ચરિત્ર શીખ્યું-વિક્રમાદિત્યના આચરણનું અનુકરણ કર્યું.” (સંબાનગાઇ ને ભાવાર્થ)