________________
અવંતિનું આધિપત્ય.
૨૦૧
જેમ આ વિક્રમાદિત્ય ગુપ્તવંશીય ચન્દ્રગુપ્ત (૨) આદિ નથી તેમ તે, નથી પંજાબ વિગેરે પ્રદેશોમાં રાજ્ય કરતે પાર્થિયન રાજાધિરાજ અઝીઝ કે નથી પુરુષપુર (પેશાવર)ની રાજધાનીવાળો મથુરા વિગેરે પ્રદેશોને માલીક મહારાજા કનિષ્ક. અઝીઝને હિન્દના પ્રદેશો પર રાજા તરીકે આવ્યાનો સમય વિક્રમાદિત્ય ગાદીએ આવ્યો તેનાથી ફક્ત એક વર્ષ પહેલાં, એટલે મ. નિ. ૪૯-ઈ. સ. પૂ. ૫૮ હેઈ વિક્રમ સંવતના શરૂઆતના સમયની બહુ જ નજદીક છે, એ વાત ખરી, પરંતુ અઝીઝ શકારિ તરીકે પ્રસિદ્ધ નથી, તેમ તેની રાજધાની બહુધા તક્ષશિલા હોઈ તે ઉજજયિનીને અધિપતિ નથી. એવી જ રીતે કુશનવંશીય કનિષ્ક પણ શકારિ અને ઉજજયિનીને અધિપતિ નથી. વિરુદ્ધ શકે તેના ક્ષત્રપ-સુબાઓ હતા, એમ કેટલાક સ્પષ્ટ કહી રહ્યા છે. કુશનવંશીય આ રાજાને સમય ઈ. સ. ની બીજી સદીના પહેલા ચરણમાં-વિક્રમસંવતથી આશરે પિણ બસે વર્ષે કહેવામાં આવે છે. એના સંવતને અને વિક્રમ સંવતને કાંઈ લાગતું વળગતું નથી.
અઝીઝ અને કનિષ્કની જેમ શુંગ મહારાજા અગ્નિમિત્ર પણ, કેઈ કલ્પના કરે છે તેમ, હાલ જેને સંવત ચાલે છે તે વિક્રમાદિત્ય નથી. અગ્નિમિત્રે બેકિટ્રયને સાથે યુદ્ધ કરી તેમને હરાવી પશ્ચિમ ભારતની અમુક હદ સુધી પાછા ધકેલ્યા છે, પરંતુ એ બેકિયને શક ન હોવાથી તે શકારિ કહેવાય નહિ. તેણે બેકિટ્રયન સરદાર ભૂમકને મધ્યમિકામાં હરાવ્યો હોય, પરંતુ તે પણ ક્ષહરાટ હેઈ, શક ન હોવાથી એ રીતે પણ અગ્નિમિત્રને આપણે શકારિ માની શકીએ નહિ. વળી આ અગ્નિમિત્ર ઉજજયિનીને અધિપતિ બન્યો છે, પરંતુ તેણે ઉજજયિનીમાં રહી રાજ્ય કર્યું નથી. તેની રાજધાની પૂર્વ અવન્તિની વિદિશામાં હતી. ઉપરાંત, તેને વિદ્યમાન સમય પણ વિક્રમસંવતના પ્રારંભથી ૬૦ કરતાં ય વધારે વર્ષ પહેલાં છે. હવે આપણે, આજકાલ ચાલતા ૨૦૦૪ ના સંવતનો પ્રવર્તક કોઈ આશ્વવંશીય રાજા-હીપિ (મેઘસ્વામી સાતકર્ષિ) અથવા અરિષ્ટ (સાતકર્ણિ) કે હાલ (શાલિવાહન) વિગેરેમાંથી કઈ રાજા હોઈ શકે કે કેમ, એને વિચાર કરીએ. એ વિચાર કરવા માટે પ્રથમ આશ્વવંશના રાજાઓની વંશાવલી અને તે રાજાઓમાંના પ્રત્યેકનાં રાજત્વકાલનાં વર્ષોની સંખ્યા જાણવી જોઈએ. ભિન્ન ભિન્ન રીતે અને બહુ સ્પષ્ટ ન સમજાય તેમ, તેમનાં નામ અને રાજત્વકાલ પુરાણમાં નેધા છે, તેમાંના મસ્યપુરાણમાંની નોંધને ૫૬ અને તે પરથી તથા અન્ય સાધને પરથી સુધારેલી મારી પોતાની નોંધને (૨૫). "काण्वायनं ततो मृत्यः, सुशर्माण प्रसह्य तम् ।
शुंगानां चैव यश्चैशम् , क्षपित्वा तु बलीयसाम् ॥ शिशुकोऽध्रसजातीया, प्राप्स्यतीमां वसुंघराम। प्रयोविंशत् समा राजा, शिमुकस्तु भविष्यति ॥ कृष्णो भ्राता यवीवास्तु, अष्टादश भविष्यति । श्रीशातकर्णिभविता, तस्य पुत्रस्तु चै दश ॥
રd મિ તથા ના, ઘfથguag |.