________________
અવંતિનું આધિપત્ય
૧૯૫
ઉજજયિનીના અધિપતિ શકરાજાના રાજત્વકાલમાં પ્રજાના હિત તરફ પુરતું લક્ષ્ય અપાતું હતું, એ અભિપ્રાય વ્યવહારનિ એક ઉલ્લેખ પરથી નીકળે છે. એ ઉલ્લેખ આવા પ્રકાર છે –
“ આર્યકાલક શકોને લાવ્યા હતા. તેમને શક રાજા રાજધાની ઉજ્જયિનીમાં રાજ્ય કરતા હતા. તે રાજાને, “ જાતિએ અમારા સખે છે.” એમ માનતા તેના સબતીએ બરાબર સેવતા ન હતા. આથી રાજાએ તેમને આજીવિકા દેવાનું બંધ કરતાં તેઓ ચારી વિગેરે કમવા લાગ્યા હતા. આ વાત જાણીને ઘણું લોકેએ રાજાને વિનવ્યું. શાક રાજાએ તેઓને દેશનિકાલ કરતાં તેઓ બીજા રાજાની સેવામાં હાજર થયા.”૨૫૧
વ્યવહારચર્ણિના ઉપરોક્ત ઉલ્લેખ પરથી સ્પષ્ટ સમજાય છે કે, ઉજજયિની પર સ્થાપન થયેલ શક રાજા પ્રજાની બહુમતિને સાંભળતું હતું અને તેમની રંજાડને દૂર કરવા તાબડતોબ પગલાં લેતે હતે, એટલું જ નહિ, પરંતુ પ્રજાના કલ્યાણ ખાતર પિતાના જાતીયાઓ તરફ પણ આંખમીંચામણ કરનારે કે મીઠી નજરથી દાબડીમ કરનાર ન હતે. અલબત્ત, આથી શકસત્તાની તાકાદને હાની પહોંચી હશે, પરંતુ એ રાજાએ અનિષ્ટત થી એ તાકાતને સાચવી રાખવાનું ઉચિત માન્યું નહિ હોય. એણે પ્રજા તરફની પિતાની ફરજને જ મહત્વ આપી આગળ કરી છે. આથી સમજાશે કે, આ શક રાજા ઉજયિનીના આધિપત્ય પર ઝાઝું ટકો નથી તેનું કારણ, જૈનેતર સાહિત્યમાં કહેવાયું છે તેમ તેની દુષ્ટતા આદિ નથી, પરંતુ વિક્રમાદિત્યની બાપુકું રાજ્ય લેવાની ભાવના જ માત્ર છે.
કાલકાચાર્યો લાવેલા શોની જાતિ, મૂળવતન, વસાહત, સામંતસાહી, વિગેરથી લઈ યાવત્ ઉજજયિની માં તેમની રાજસત્તાને નાશ, એ સર્વને વિસ્તૃત ઇતિહાસ અહીં આપ મુશ્કેલ છે. એને જે જોઈએ તેવો પ્રામાણિક ઈતિહાસ મળતો નથી. આમ છતાં સંશોધકોએ આજ સુધી ભારે પરિશ્રમ કરી આ શકે વિષે જે કાંઈ લખ્યું છે તેમાંથી મેં પણ દિગ્દર્શન તરીકે કેટલીક બેંધ, “જન સત્યપ્રકાશ” નામના માસિકમાં વર્ષ ૧૧, અંક ૭ પૃ. ૧૯૯ થી ૨૧૧-માં “આર્યકાલકના સહાયક શક સાહિઓ” એ મથાળાવાળા લેખમાં લીધી છે. જિજ્ઞાસુઓને એ લેખ વાંચી જવા ભલામણ કરું છું.
શક રાજાએ ૩ વર્ષ ઉજજયિની પર આધિપત્ય ભોગવ્યું, એ સમય દરમીયાન ગર્દભિલ્લના પુત્ર બલમિત્ર-વિક્રમાદિત્ય હાથ જોડી બેસી ન રહ્યો હતો. તેણે બધી તૈયારી કરી લીધી અને પછી આ% રાજા મેઘરવાતિની-હીપિ (સાતકરણે પુમાવી–મેઘસ્વામી)
(૨૫૧) “કળી જાદ ચરા ચરાજાઢવા ગાળતા તો સારા કોળી रायहाणीए तस्संगणिजगा' अम्हं जातीए सरिसो' त्ति काउं गम्वेणं तं रायं ण सुट्ट सेवंति। राया तेसिं वित्ति ण देति । अवित्तीया तेणं आढत्तं काउं त णाउं बहुजणेण विण्णविएण ते णिविवसता कता, ते अण्ण रायं मीलग्गणट्ठा उवगता।
– વ્યવહારચૂર્ણિ ઉ૦ ૧૦ *