________________
૧૫૮
અવંતિનું આધિપત્ય. ૨૮ કેટલાક એ લેખાંશના પાછલા ભાગને અર્થ, “આવા તેના પરાક્રમની વાત સાંભળી પાટલીપુત્ર તરફ ધસી આવતે યવનરાજ ડેમેટ્રીયસ પાછો ફરી મથુરા તરફ ચાલે ગયે.” આવી રીતે પણ કરે છે. શિલાલેખના આ અંશનું વાંચન ને અર્થ છે કે પષ્ટ અને ચોક્કસ નથી છતાં એમાં સંદેહ નથી કે, ખારવેલ રાજગૃહી પર ચઢાઈ લઈ ગયે હતે. ખારવેલની મગધ પરની આ પ્રથમ ચઢાઈ પુષ્યમિત્રે આદરેલા ધાર્મિક ભૂમિના અંગે થઈ હતી, એમ કેટલાક માને છે, પરંતુ જ્યાં સુધી ઉપરક્ત લેખાંશનું વાંચન સંદિગ્ધ છે ત્યાં સુધી ખારવેલની એ ચઢાઈ ધાર્મિક હેતુ સાથે જ સંબંધ રાખતી હતી એમ સમજવું મુશ્કેલ છે. કદાચ ધાર્મિક હેતુથી ખારવેલની એ ચઢાઈ થઈ હોય તેય એ તે સ્પષ્ટ જ છે કે તેને ધાર્યો હેતુ બર આવ્યું નથી. પુષ્યમિત્રે અને ખાસ કરીને તેના પુત્ર અગ્નિમિત્રે બૌદ્ધાદિ ધર્મો પર ભૂલમ વર્તાવ્યો હતો એ એક ખરી જ બીના છે અને તેને સમય અગ્નિમિત્રના રાજ્યાં સુધી એટલે મ. નિ. ૩૪૬ સુધી છે, પરંતુ એ ધાર્મિક જુલમની શરૂઆત પુષ્યમિત્રે પાટલીપુત્ર કબજે કર્યું ત્યારથી એટલે મ. નિ. ૩૦૪ વર્ષે શરૂ થઈ, કે રાજગૃહીથી ખારવેલના પાછા ફર્યા બાદનાં નજીકનાં વર્ષોમાં એટલે મ. નિ. ૩૦૮ થી ૩૧૦ વર્ષના વચગાળે બાકીનું મગધ સર કરી તેથી પશ્ચિમમાં આગળ વધી પૂર્વાવન્તિની વિદિશાને કબજો લઈ ત્યાં પુષ્યમિત્રે પિતાના પુત્ર અગ્નિમિત્રને અધિકૃત કર્યો ત્યારથી થઈ, અથવા તે ઉત્તર અને પશ્ચિમમાં યવન સરદાર મનેજર વિગેરેના અને દક્ષિણમાં વડના વિજય બાદ મ. નિ. ૩૧૬ વર્ષે અગ્નિમિત્રે ઉજયિની પર આધિપત્ય સ્થાપ્યું ત્યારથી થઈ, એ ચેકસ કહી શકાય તેમ નથી. ખારવેલની મગધ પરની બીજી ચઢાઈને હેતુ પણ ધાર્મિક હોય તેમ લાગતું નથી.
ખારવેલના શિલાલેખમાં તેની બારમા વર્ષની કારકીદી વિષે લખાયું છે તે આ પ્રમાણે છેખારવેલે પિતાના રાજ્યના બારમા વર્ષે એટલે મ. નિ. ૩૧૨માં મગધ પર બીજી ચઢાઈ કરી હતી. આ વખતે ઉત્તર પથના રાજાઓને ત્રાસ ઉપજાવત હાથીઓની મોટી સેના સાથે તે મગધવાસીઓને ભયભીત કરતે પાટલીપુત્ર પર ઉતરી આવ્યો. તેણે પાટલીપુત્રના રાજા બૃહસ્પતિમિત્રને પિતાના પગમાં નમાવ્યા અને કલિંગજિનની મૂર્તિ-શ્રીરૂષભદેવની પ્રતિમા, જેને આજથી ૧૬૨ વર્ષ પૂર્વે આઠમો કે નવમે નનારાજા કલિંગ પર ચઢાઈ લાવી કલિંગના શત્રુ જયાવતાર તીર્થ કહેવાતા કુમારગિરિ પરના (હાલના ઉદરગિરિ પરના) જિનપ્રાસાદમાંથી લઈ ગયો હતો, તે પ્રતિમાને તથા તેના અંગેના રત્નાદિ જડિત ઉપકરણોને અને વળી અંગ મગધના સર્વ ખજાનાને લઈ તે ચક્રવતી મહારાજા પાછે પિતાના કલિંગમાં ચાલ્યા ગયે”
(૨૧૮) જુવે ટીપણ ૯૭. (૨૧૯) જુ ટીપ ૯૭.