________________
અવંતિનું આધિપત્ય
૧૫૭ દક્ષિણાપથમાં પિતાનું આધિપત્ય જમાવી રહ્યો હતો અને વિદેશી લેખકના કથનાનુમાર યવન ભારતના વાયવ્ય તથા પશ્ચિમમાં સત્તા સ્થાપી આગળ અંદર વધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે, મ. નિ. ૩૦૪ વર્ષે પાટલીપુત્રમાં એક વિશ્વાસઘાતને દ્રોહી પ્રસંગ બન્યો. મૌના એક મોટા સેનાધિપતિ શુંગવંશી પુષ્યમિત્રે લશ્કરી કવાયત દર્શાવવાના બહાના નીચે પોતાના રાજા વૃદ્ધરથની કતલ કરી નાખી અને તેણે પિતાના પુત્ર બૃહસ્પતિમિત્રને પાટલીપુત્રના સિંહાસને રાજા તરીકે સ્થાપન કરી દીધે બૌદ્ધગ્રંથ દિવ્યાવદાન કહે છે કે –“પુષ્પમના પુત્ર મૌર્યવંશી પુષ્યમિત્રે પાટલીપુત્રથી (પટણાથી) સાકલ (શ્યાલકેટ) સુધી સંખ્યાબંધ બૌદ્ધ ધર્મારામને-મઠોને નાશ કર્યો અને હાથ આવ્યા તે સર્વ બૌદ્ધ સાધુઓની કતલ કરાવી” ૨૧૬ પુષ્યમિત્ર મોર્યવંશી કે પુષ્ય ધર્માને પુત્ર હતું એ હકીકત છે કે અસંગત છે, પરંતુ તેણે બૌદ્ધ સંસ્કૃતિને સાફ કરી નાખવા ભારે પ્રયત્ન કર્યો હતો એમાં ઘણું સત્ય રહેલું છે. વ્યવહાર્ષિના એક ઉલલેખને અર્થ, ૨૧૭ “પુષ્યમિત્રે મુંડિવત આચાર્યને ધ્યાનમાં વિદન કર્યું હતું.” આવી રીતે કરી, ૫. શ્રી કલ્યાણુવિજયજી પુષ્યમિત્રને કલ્ટી તરીકે જૈન સાધુઓ પર ઉપદ્રવ કરનાર સૂચવે છે, પરંતુ એ ઉલ્લેખને અર્થ, મારી સમજ બરાબર હોય તે, “સુખશીલ પરંતુ ગીતાર્થ શિષ્ય પુષ્યમિત્ર, મુઠિપક રાજાના પ્રતિબંધક પિતાના ગુરુ પુષ્પભૂતિ આચાર્યને તેમના ગીતાર્થ અન્ય શિષ્યોની ગેરસમજથી આવી પડેલા મરણાંત પ્રસંગને નિવારવા તેમના સૂક્રમ ધ્યાનમાં તેમના અંગુઠાને સ્પર્શી વિદન કર્યું. આવી રીતે થત હોઈ, ત્યાં શુંગવંશીય સેનાધિપતિ પુષ્યમિત્રને કે પ્રસંગ જ નથી. આમ છતાં ધાર્મિક અસહિષ્ણુતા પરથી સંભવ છે કે, પુષ્યમિત્રે બૌદ્ધત્વની સાથોસાથ જૈનત્વ પર પણ જુલમ વરસાવ્યો હશે. પડિત શ્રી જયસ્વાલજીએ કરેલા વાંચન પ્રમાણે ખારવેલના શિલાલેખથી જાણવા મળે છે કે, “ખારવેલે પિતાના રાજયના આઠમા વર્ષમાં (શ્રી હિમવંત ઘેરાવલી પ્રમાણે મ. નિ. ૩૦૮ માં) મગધ પર હલે લઈ જઈ (રાજગૃહીની નજીકના) ગોરથગિરિના રિલાને તેડી રાજગૃહીને ઘેરે ઘાલ્યો હતે આ હકીકતને સાંભળી યવનરાજ ડિમિત મથુરાને છોડી દઈ પિતાની સેનાની સાથે પાછા હઠી ગયે" શ્રીયુત પં. કલ્યાણવિજ્યજી ઉપરોક્ત આઠમા વર્ષની હકીકત આલેખતાં એ લેખાંશને આવી રીતના અર્થ પર વાંચે છે –“ રાજ્યાભિષેકના આઠમા વર્ષમાં મૌર્યવાજા ધર્મગુપ્તને મારી નાખી પુષ્યમિત્ર રાજગૃહીમાં આતંક મચાવી રહ્યો છે, આ વાત સાંભળી સેનાથી ઘેરેલી મથુરાને છોડી દઈ (વેલ) બૃહસ્પતિમિત્રને (શિક્ષા કરવા માટે રાજગહી પર ચઢી આવે.)
(૨૧૬) આ માટે વિસ્તાર બૌદ્ધગ્રંથ દિવ્યાવદાનના ર૯ મા અવદાનમાં અપાયેલો છે. દિવ્યાવ. દાનને એ મૂળપાઠ અને તેના ભાષાંતર માટે જુવો શ્રીયુત પં. કલ્યાણુવિજયજનું “વીરનિર્વાણ સંવત ઓર જેનકાલગણના' પૃ. ૩૪, ૩૫ (૨૧૭) “gવતો આસ્તિો સુવાળો સર પૂari શાળવિધું વાર્તા”
–વહારસૂત્ર ઉ. ને ચૂર્ણિ.