________________
અવંતિનું આધિપત્ય. વકીલ પુષ્યમિત્રના નાખે “પુત્તિ ' શબ્દપ્રયોગથી ચડાવાય તે તે મતમાં પણ અસંગત જેવું કાંઈ નથી.
ટીબેટીયન ઇતિહાસકાર ૫. તારાનાથ જૂનાં સાધના આધારે બૌધ્ધો પર પુષ્યમિત્રના કરાયેલા જુલમ વિષે જે કથન કરે છે તે, પુષ્યમિત્રના હાથે કે તેના પુત્રના હાથે થયો હોય તે પણ પુષ્યમિત્રની હયાતીમાં તેની સર્વોપરિ સત્તા નીચે તે જુલમ થયો હોવાથી વાજબી જ કથન કરે છે. સંભવ છે કે, પુષ્યમિત્રના મરણ બાદ અગ્નિમિત્રના હાથે એ જુલમની પરંપરા ચાલુ રહી હોય અને એ જુલમની પરાકાષ્ટામાં છેવટે તેનું વિષમ રીતે મૃત્યુ નીપજ્યું હોય. ઉજયિની પર પુષ્યમિત્રનું ૩૦ વર્ષ આધિપત્ય કહેવાયું છે તેથી એ પણ સ્પષ્ટ થાય છે કે, અગ્નિમિત્રના મ નિ. ૩૪૬ વર્ષે મૃત્યુ થયા બાદ પાછલા શુંગોને આધિપત્ય ત્યાં રહ્યું નથી, બલમિત્ર-ભાનુમિત્રે તેમનું આધિપત્ય ત્યાંથી ફગાવી દીધું છે. ઉપરાંત, મગધ વિગેરેના અન્યાન્ય મૌર્ય રાજાઓ પણ અગ્નિમિત્રના જુલમથી ત્રાસેલા હાઈ, પાછલા શૃંગરાજાઓની વધારે પડતી વિલાસિતા કે અન્ય ગમે તે કારણેથી આવી પડેલી નબળાઈને લાભ લઈ સ્વતન્ન થયા હોય એમ ભારતના પૂર્વીય પ્રદેશમાં લાંબા કાળ સુધી મૌર્ય રાજાઓને વંશ ચા હવાની હકીકતે પરથી માલૂમ પડે છે. ખરી રીતે પાછલા શુંગેની નબળાઈનાં બીજ અગ્નિમિત્રના હાથે જ વવાયાં હતાં એમ લાગે છે. મૈર્યવંશ (દ્વિતીય વિભાગ) ૬૧ વર્ષ, મનિ. ૩૪૬–૪૦૭
(વિ. સં. પૂ. ૬૪–૩. ઈ. સ. પૂ. ૧૨૧-૬૦) પુષ્યમિત્રના આધિપત્યનો ૩૦ વર્ષ ગાળે પડયા બાદ ઉજજયિની પર ફરીથી મૌનું આધિપત્ય શરૂ થાય છે. પહેલાં ૨૨ વર્ષ આધિપત્ય ભોગવી ચુકેલા બલમિત્રભાનુમિત્ર ફરીથી ત્યાં પિતાનું આધિપત્ય સ્થાપન કરે છે. તેઓના ત્યાં ૮ વર્ષ આધિપત્ય પછી બલમિત્રને પુત્ર નવાહન ૪૦ વર્ષ અને તે પછી તેને પુત્ર ગણિતલ ૧૩ વર્ષ આધિપત્ય ભોગવે છે. જેન કાલગણનાની ગાથાઓ એ મૌર્યા હતા કે નહિ તે વિષે કાંઈ પણ લખતી નથી. વિરુદ્ધ, તે પરથી એમ સમજાય છે કે, તેઓ જાણે મર્યો ન હોય. તેઓના મૌ હવા વિષે જેનસાહિત્ય કે જૈનેતર ગ્રંથથી પણ કોઈ માહિતી મળતી નથી, ફક્ત હિમવંત રાવલી આપણને સ્પષ્ટ કહે છે કે, તેઓ અશોકના વંશજો એટલે મૌર્યો હતા. થરાવલીના એ કથન ૫૨ અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી. બલમિત્ર-ભાનુમિત્રને શુંગવંશીય, નવાહનને નહપાન માની ક્ષહરાટવંશીય અને ગલિલને પણ કોઈ અન્યવંશીય કહેનારાઓની વિવિધ કલ્પનાઓ પાછળ અપાતા પુરાવાઓ અવ્યવસ્થિત હેઈ તે પ્રામાણિક કોટીમાં મુકી શકાય તેવા નથી, થી ઘેરાવલીના કથનને જ સ્વીકારી લેવું એ જ ઉચિત ને ઈષ્ટ છે.