________________
અવંતિનું આધિપત્ય.
૧૭૩ શુગવંશનો સ્થાપક પુષ્યમિત્ર અને તેને પુત્ર અગ્નિમિત્ર એ બને લશ્કરી આ બના અને ધાર્મિક અસરથી ઝનુની રંગે રંગાયેલા હેઈ, તેમણે સામ્રાજ્યની સર્વ પ્રજા પ્રતિ સમભાવદષ્ટિએ આબાદી કરવા તરફ ઝાઝું લક્ષ્ય રાખ્યું નહિ. પરિણામે, તેમની હયાતી દરમીયાન વિજયોત્સવ અને ધાર્મિકોત્સવ ઉજવાયા, પણ તેમની હયાતી બાદ એકદમ નબળાઈએ પ્રવેશ કર્યો. તેમણે વ્યાકરણના ભાખ્યકર્તા તરીકે પતંજલીને જોયા જાણ્યા, પણ યોગશાસ્ત્રના કર્તા તરીકે પાછળથી પલટાયેલા પતંજલીને જોયા જાયા નહિ. પાછલા અમુક શું રાજાઓએ યોગી પતંજલીને જોયા જાણ્યા પણ તેઓ એવા તે અનીતિમાન, વિલાસી અને અવિનીત બની ગયા હતા કે તે ઋષિની અસર તેમના પર થઈ હોય એમ જણાd નથી. મૌર્ય રાજ કર્તાઓ નીતિમાન, વિનીત અને દયાળુ હતા પણ પરસ્પર સવાયવશતાને લઈ વિભક્ત થતાં નબળા પડયા હતા, જ્યારે શુંગરાજાએ વારસાગત અર્નતિ, ઉધતાઈ અને નિર્દયતાને લઈ નબળા પડી ગયા લાગે છે. કોઈ બળવાન આક્રમણકારી સત્તાએ હાથ ન ઉગામ્યું હોવાથી અગ્નિમિત્ર પછીના શુંગરાજાએ અમલ મધ્યદેશના અમુક પ્રદેશમાં લગભગ ૭૬ વર્ષ સુધી અથવા તે ઓછામાં ઓછા ૬૮ વર્ષ સુધી ચાલ્યો હતો, એમ પુરાણના આધારે જાણવા મળે છે. શુંગરાજાઓને મત્રીએ કષ્યવંશીય બ્રાહ્મણ હતા. આ કણ્વવંશી મન્ત્રીઓ આજકાલના વિલાસી ‘બાપુ’ સમા એ શૃંગરાજાઓને રાજી રાખતા હશે, રમાડતા હશે. અને અંધાધુધી ઉપજાવી તેને દૂર કરવાની પિતાની શક્તિને પરિચય બતાવી નચાવતા હશે એમ એ રાજાઓની પુરાણોક્ત હલકી ટેવે પરથી લાગે છે. આ સર્વનું પરિણામ એ આવ્યું કે, શુંગવંશના છેલ્લા રાજા દેવભૂતિને તેની રાજધાની વિદિશામાં જ તેના કર્વ મન્ત્રી વાસુદેવે છળકપટથી મારી નંખા અને પિતે વિદિશાને રાજા બની બેઠે. શુંગભૂત્ય તરીકે ઓળખાતા આ કવંશમાં વાસુદેવ સુદ્ધાં ચાર રાજાઓ થયા અને તેઓએ ૪૪ કે ૪૫ વર્ષ રાજ્ય કર્યું. આ વંશના છેલ્લા રાજા સુશર્માને મારી નાખી આન્ધ રાજા શાલિવાહનના મત્રી શુદ્ધકે વિનિશાને કબજે લીધે. શુંગભૂનું રાજ્ય હવે આધ્રભુના હાથમાં ચાલ્યું ગયું.
પુરાના આધારે શુંગવંશ વધારેમાં વધારે ૧૨૦ વર્ષ અને શુંગભૂત્યવંશ ૪૪ કે ૪૫ વર્ષ ચાલ્યો મનાય છે. મ. નિ. ૩૦૪ વર્ષે શુંગવંશની શરૂઆત થઈ એ હિસાબે ૩૦૪+૧૨૦=૪૨૪ વર્ષે શુંગવંશની સમાપ્તિ અને ૪૨૪+૪૪=૪૬૮ અથવા ૪૨૪+૪૫= ૪૬૯ વર્ષે શુંગભૂત્યવંશની સમાપ્તિ આવે. પરંતુ આ સમય કાંઈક વહેલો લાગે છે. શાલિ. વાહને-હાલ રાજાએ શકારિ વિક્રમાદિત્યની સાથે મ. નિ. ૪૭૦ વર્ષે નર્મદા નદીના તટ પર ભરૂચ આગળ યુદ્ધ કર્યું હતું. આ પછી વિક્રમાદિત્ય મૃત્યુ પામ્યો અને તેના પુત્ર વિક્રમચરિત્રે-નભાસેને તાપી નદીની દક્ષિણને પ્રદેશ છેડી દઈ હાલની સાથે સંધિ કરી. વિક્રમાદિત્ય સાથેના યુદ્ધમાં શાલિવાહન પક્ષે શુદ્રકે એક મહાન દ્ધા તરીકે ખાસ ભાગ ભજવ્યો છે. આ સર્વનો વિચાર કરતાં લાગે છે કે, આ યુદ્ધ પછી જ એટલે મ. નિ. ૧૭૦ વર્ષ પછી જ શૂદ્ધ કે વિદિશાના શુંગભૂત્યવંશને સમાપ્ત કર્યો હોય અને તેથી પુશ