________________
૧૮૬
અવંતિનું આધિપત્ય. વીતતાં ગભી વિદ્યાથી બલવાન બની તેણે ભરૂચ પર ફરીથી પિતાને અધિકાર જમાવી ત્યાં પિતાને પુત્ર વિક્રમાદિત્ય, કે જેનું તે વખતે બલમિત્ર નામ હતું, તેને શાસન કરવા નીમ્યો હોય. આ પછી મ. નિ. ૩૯૪ વર્ષે નવાહનનું મૃત્યુ થતાં ગર્દશિયલ પિતાના પિતાની પાછળ ઉજજયિનીની ગાદી પર આવ્યા ત્યારે પણ બલમિત્ર ભરૂચમાં શાસન કરતે હતો. આ સમય દરમિયાન, જ્યારે ગભિલે સરસ્વતી સાધ્વી પર અત્યાચાર આરંભે, ત્યારે નીતિપરાયણ આખુ જીવન ગાળનાર આ બલમિત્રે નીતિને પક્ષ લઈ અને તેમાં ય, ખાસ કરીને, પિતાની માશી અને સાવીના સંયમજીવનની ધાર્મિક મહત્તાને લઈ તેણે પોતાના પિતા રાજા ગદંબિલને વિરોધ કર્યો હોવો જોઈએ, કે જેના પરિણામે તેને અપમાનિત થવાને પ્રસંગ આવ્યો હશે અને અંતે પિતાના મામા કાલકાચા સાધ્વીને છોડાવવા લાવેલા શાહિ-શકોની સાથે જોડાઈ પિતાની પણ સામે થવાની તેને અનિવાર્ય ફરજ આવી પડી હશે. જો કે એમાં ય તેણે વધારે પડતે ભાગ ભજવવાનું ઉચિત માન્યું નથી. કેમકે, છેવટે તે તે મૌની અનુકંથ મર્યાદાને જ વારસ હતે.
હવે આપણે જેને સાહિત્યમાં ગદંબિલની જે અતિ પ્રસિદ્ધિ થવા પામેલી છે તેને કારણને લખાયેલ ઇતિહાસ તપાસીએ.
આ આલેખાતે ઉજજયિનીને અધિપતિ ગભિલ્લ ગર્દભાવિદ્યાથી બલિષ્ટ હતે. કહે છે કે, કઈ એક યોગી તરફથી તેને તે વિદ્યા મળી હતી. જેને સાહિત્યમાં સુપ્રસિદ્ધ અને અતીવ નિંદનીય એવા, તેના જીવનમાં બનેલા સાધ્વી પર અત્યાચારના એક પ્રસંગ સિવાય બીજે કઈ નેધાયલે નિંદનીય પ્રસંગ જાણવા મળતો નથી તેથી તે અનીતિમાં કે ને કેટલો રા મા હશે એ આપણે કહી શકીએ નહિ. જે કે “ઉજજયિનીના અનિલસુત યુવરાજને યુવરાજ પુત્ર ગર્દભ કરીને હતો અને તે પોતાની બહેન “અડલિયા’ સાથે કામરાગાન્ધથી છુપી રીતે અનાચાર સેવત હતો”૨૪૪ એવા પ્રકારના ઉલેખ જૈન સાહિત્યમાં મળી આવે છે અને એ ગભ જ આ આલેખાતે સરસ્વતી સાધ્વીના પ્રસંગવાળે ગદલિલ હશે એમ કઈ તરફથી સંભાવના કરવામાં આવે છે, પરંતુ એ સંભાવના બરાબર-સંગત લાગતી નથી. કારણ કે, જૈન સાહિત્યમાં લખાતાં “ગદ્દહ” અને “ગભિલ્લ” એ નામના અક્ષરોમાં ફેરફાર છે. કદાચ, આ ફેરફારને આપણે નછ ગણીએ, પરંતુ બીજે પણ ફેરફાર ભિન્ન ભિન્ન પ્રસંગે નોંધાયેલા એ ગભ અને ગભિલ્લ રાજાઓના સંબંધમાં રહેલો આપણે વાંચીએ છીએ. જેમ કે આ ગર્લભની પૂર્વે રાજકતો તેને પિતા યવ અને તેની પૂર્વે રાજકર્તા તેને પિતામહ અનિલ હતો, જ્યારે અહીં આલેખાતા ગર્દભિલની પૂર્વે રાજ. કર્તા નવ-નવાહન અને તેની પૂર્વે રાજકર્તા બલમિત્ર-ભાનુમિત્ર હતા. આમ છતાં કેઈક મહાશય અનિલનો અર્થ નભવાહન કરી “ તેને (નવાહનને) એક પુત્ર રાજા યવ અને બીજો પુત્ર યુવરાજ ગર્દભ હતો. યુવરાજે લેખામાં ન ગણાય એટલે નજીવે રાજત્વકાલ
(૨૪૪) મૃત્ય૯૫ભાષ્ય અને ચૂર્ણિ તથા શ્રી મુનિસુંદરસૂરિના ઉપદેશરનાકર વિગેરે ગ્રંથે.