________________
૧૮૪.
અવંતિનું આધિપત્ય. અધિપતિ બન્યા પહેલાંની તેની કાંઇ પણ હકીકત મજબૂત પુરાવા પૂર્વક નક્કી કરી શકાતી નથી, કે તેને આનર્તના આનંદપુરનો રાજા કહે છે તે કઈ તેને ખંભાત કે લાટના ભરૂચને રાજા જણાવે છે. “તે ધારના રાજા તામલિપ્તર્ષિની કન્યા મદરેખાને પર હતે અને શકારિ વિક્રમાદિત્ય એ આ મદનરેખાને પુત્ર હતો.” એમ પણ કેટલાક કહે છે. શ્રીભાશીલગણિ વિકમચરિત્રમાં લખે છે કે-“ગદંબિલ રાજાને ધીમતી અને શ્રીમતી નામની બે રાણીઓ હતી. તેમાં ધીમતીથી ભતૃહરી અને શ્રીમતીથી સૂર્યવપ્નસૂચિત વિક્રમાદિત્ય, એમ બે પુત્ર થયા હતા.” “ઉજજયિનીની નજીક રહેલા લક્ષમીપુરના બ્રાહ્મણની વિધવા પુત્રી ભતૃહરીને આંગળીએ લઈ ગર્દશિતલની સાથે પુનર્વિવાહથી જોડાઈ હતી” એ મતાન્તર પણ શ્રી શુભાશીલગણિ નેધે છે. ( વિક્રમચરિત્ર. સ ૧ ૦ ૧૪ થી ૩૧. ) ગદંભિલ્લના વંશ વિષેની વાત પણ અનુમાન પર સ્વાર થઈ “તુંવાર” થી “તુખાર” સુધી પહોંચી જાય છે. કેઈએક તેને હુણવંશને કહી દે છે. પુરાણો, દંતકથાઓ અથવા તે એવા કેઈ આધાર પરથી કહેવાતી મિન ભિન્ન હકીકતે જોતાં ગર્દશિતલના સ્થાન, કુટુમ્બ અને વંશ વિષે નિશ્ચયાત્મક કાંઈ પણ સમજવું મુશ્કેલ છે. આમ છતાં એ હકીકતે પરથી એવું અનુમાન થાય છે કે, ગÉમિલ્લ આનર્તન જ હોઈ તેના મુખ્ય શહેર આણંદપુરમાં રહી રાજ્ય કરતા હતા. કેટલાકે કહે છે કે, તેના પુત્ર વિક્રમાદિત્યને જન્મ ખંભાતમાં થયો હતો. આ પરથી ખંભાત આદપુરના તાબામાં જ હે ગભિલ ખંભાતને પણ રાજા કહેવાતું હશે. તેણે પાછ. ળથી ભરૂચ પણ તાબે કરી ત્યાં પિતાના પુત્ર વિક્રમાદિત્યને શાસન કરવા નીમ્યો હોય એમ લાગે છે. “ઉજજયિનીમાં ગદંબિલના આધિપત્ય સમયે ભરૂચમાં બલમિત્ર રાજાનું અહિત. ત્વ હતું.” એ જૈન ગ્રંથેમાં ઉલ્લેખ છે. ત્યાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “ભરૂચને આ બલમિત્ર રાજા ગદંભિદલથી અપમાન પામેલ હતે.” જૈન સાહિત્યમાં સૂચવેલ ગર્દશિતલથી અપમાનિત બલમિત્ર એ, ગર્દભિલે ભરૂચ પર શાસન કરવા પિતાને પુત્ર વિક્રમાદિત્ય (બલમિત્ર) નીમ્યો હતો તે સિવાય અન્ય કોઈ હેવા સંભવ નથી. કારણ કે, જન ગ્રંથમાં બલમિત્રને ધાણવા સના રાજાની પુત્રીને પુત્ર કહ્યો છે, તેમ લેકસાહિત્યના આધારે વિક્રમાદિત્ય પણ ધારાવાસનું સંક્ષિપ્ત રૂપ જે ધાર, તેના રાજાની પુત્રીને પુત્ર કહેવાય છે. આને અર્થ એ થાય છે કે, ગદંબિલ રાજાને પારાવાસના–ધારના રાજાની પુત્રી કે, જે કાલકાચાર્ય અને સરસ્વતીસાવીની બહેન થતી હતી, તે પરણાવી હતી તથા ગદંબિલની એ રાણીથી જન્મેલો પુત્ર, બલમિત્ર અને વિક્રમાદિત્ય એ બે નામને ધારણ કરનારો હેઈ, કાલકાચાર્ય અને સરસ્વતી સાધ્વીનો ભાણેજ થતે હતો. બાકી, ઘણા ય પ્રસંગોમાં ઇતિહાસ સમયના પ્રવાહમાં પડી અવ્યસ્થિત થઈ જતાં લેખકેથી દંતકથાના આધારે પાનાં નામ નેધવામાં પણ અવ્યવસ્થા થઈ હેય એમ જાણવા મળે છે, તેથી ધારાવાસને રાજા અને તેની પુત્રી વિગેરેનાં નામમાં મતાન્તર જોવામાં આવે એ બનવાજોગ છે એવી જ રીતે ગબિલના કુટુમ્બ વિગેરેના સંબંધમાં પણ બહુ બહ રીતે હેરફેરવાળા ઉલ્લેખે મળી આવતા હોવાથી સર્વથા નિશ્ચયાત્મક કાંઈ પણ કહી શકાય તેમ નથી,