________________
અવંતિનું આધિપત્ય.
૧૮૧ અને તે વિક્રમાદિત્યનો જન્મ ખંભાતમાં થયે હતો, એ કહેવાતી હકીકત પરથી લાગે છે કે, તેને રાજ્યપ્રદેશ ખંભાતના પ્રદેશ સુધી વિસ્તરેલું હશે. ભરૂચને પ્રદેશ પણ ક્ષહરાટ પાસેથી મુક્ત કરાય છે જોઈએ, એ હકીકત તે ત્યાં તેને પુત્ર બલમિત્ર શાસન કરી રહ્યો હતો એ પરથી નકી છે. ગભિલ્લ અને બલમિત્ર કે જે કાલકાચાર્યને ભાણેજ થાય છે, તેમના વંશાદિનું જ્ઞાન મેળવવું મુશ્કેલ છે, છતાં તેઓ મૌર્યવંશીય છે એમ અનુમાન થાય છે. તેઓ ક્ષહરાટે કે શકે નથી તેમ, શુંગરાજાઓને અમલ લાટ અને આનર્ત સુધી પસર્યો ન હોવાથી તેઓ શુંગવંશીય પણ હેવા સંભવ નથી. છેલ્લાં બસો વર્ષોમાં આનર્ત
અને ભરૂચના પ્રદેશ પર મૌર્ય સિવાય બીજી કોઈ સત્તાને રાજ અમલ પ્રવર્તે નથી તેથી • અર્થપત્તિએ એમ સમજાય છે કે, આ ગભિલ્લ અને બલમિત્ર રાજાઓ મ–અશોકન વંશજો હોવા જોઈએ. અથત; ઉજજયિનીને નભે વાહન, અને આ ગહિલ તથા બલ મિત્ર એ એક જ વંશપરંપરાની વ્યક્તિઓ હતી. તેઓને પરસ્પર સગપણ સંબંધ કેવી રીતે તે તે વિષે ગર્દભિલલના અને વિક્રમાદિત્યના આલેખનમાં વિશેષ ચર્ચા કરીશું.
અહીં તે એટલું જ કહેવાનું છે કે, એ ત્રણમાંથી કઈ પણ વ્યક્તિ વિદેશી નથી અને મૌવંશી નભે વાહન વિદેશી ન હોવાથી તે અને વિદેશી ક્ષહરાટ નહપાણ એ બન્ને એક નથી. તે ઉપર જણાવ્યા પ્રમાણે, જેમ ક્ષહશટ નપાણ એ નહહણ-નવાહન નથી, તેમ નહ-નકસેન એ પણ નહaહણ-નવાહન નથી. નવાહન એ બલમિત્રભાનુમિત્ર માંના બલમિત્રને પુત્ર છે, જ્યારે નહસેણુ-નભસેન એ શકારિ વિક્રમાદિત્યને (ગલમિત્રને પુત્ર છે. બલમિત્રભાનુમિત્ર એ વિક્રમાદિત્યની પહેલાં થઈ ગયેલા રાજાઓ છે અને તેઓનું રાજય ઉજજયિનીમાં હતું. કદાચ, તેઓ શુંગ રાજા પુષ્યમિત્રના સમયમાં ભરૂચમાં રહી રાજ્ય કરતા હોય તે પણ તેમાંના બલમિત્રે પિતાનું ચાલુ નામ બદલી “વિક્રમાદિત્ય' એવું નામ રાખ્યું હોય, એને કઈ પુરાવો નથી તે પછી શકારિ વિક્રમાદિત્યના પુત્ર એ નામેનને શા આધારે બલમિત્ર–ભાનુમિત્રમાંના બલમિત્રને પુત્ર ડરાવી શકાય? વળી નહરહ-નવાહન અને નહણ-નકસેન એ સ્પષ્ટ જુદાં જ જણાતાં નામે એક જ વ્યક્તિનાં છે, એમ કહેવામાં કોઈ જાતને ય આધાર નથી. જેનસાહિત્ય-આવશ્યક નિર્યુક્તિ વિગેરેમાં “પ્રતિષ્ઠાનપુરના શાલિવાહને (હાલે) ભરૂચના દ્રવ્યથી સમૃદ્ધ રાજા નહવાણ કે નરવાહણ પર વારંવાર આક્રમણ કરી, અંતે પ્રપંચપૂર્વક તેનું ભરૂચ લઈ લીધું.”: ૨૪૧
(૨૪૧) આવશ્યકનિયુક્તિ-ટીક પૃ., આ. ચૂ. પૃ. ૨૦૦ (ઉત્તરભાગ), કલ્પચૂર્ણિ ૫. ૧૮. આ ગ્રંથોમાં સંગ્રહ-૫૫ષિધિ અધિકારમાં “ પ્રતિષ્ઠાનપુરના બલસમૃદ્ધ સાલવાણે, તેના મત્રીના માયા-પ્રપંચથી કાશસમૃદ્ધ ભરૂચના રાજા નહવાહણ કે નરવાહનને કોશ નષ્ટ થતાં, ભરૂચ લઇ લીધું ” એ દષ્ટાંત આપ્યું છે. પ્રભાવકયરિતના પાદલિપ્ત ચરિતમાં આ સમયે બલમિત્રનું શાસન હતું એમ “તથા ઓવારા ઓ ૩૦૮ "થી પણ જાણવા મળે છે. આનો સમન્વય કરીએ તે એ અર્થ થાય છે કે, નહવાહણ બલમિત્રને ભરૂચ પર નીમાયેલે રાજા-માંડલિક હતા. કેટલાકે, “ના ”