________________
૧૬૪
અવંતિનું આધિપત્ય. એના પુત્ર અગ્નિમિત્રને રાજત્વકાલ કઈ ૮ વર્ષ તે કેઈ ૩૦ વર્ષ લખે છે. મ. નિ. ૩૪૦ વર્ષે પુષ્યમિત્રના મૃત્યુ બાદ તે સાર્વભૌમ રાજા થયે એ ગણતરીએ, તે મ. નિ. ૩૪૦ થી ૩૪૬ સુધી ૬ વર્ષ સુધી સામ્રાજયપદે હતા છતાં, તેનાં ૮ વર્ષ લખાયાં છે તે તેણે મ. નિ. ૩૩૮ વર્ષે પુષ્યમિત્રની હયાતીમાં પાટલીપુત્ર કબજે લીધું આ અપેક્ષાએ લખાયાં હોય એમ જણાય છે. મતાંતરે જે તેનાં ૩૦ વર્ષ લખ્યાં છે તે તે તેના વિદિશા પર ભેગવેલા રાજત્વાકાલ સાથેનાં છે. એ રાજવકાલની શરૂઆત ઉજયિની પર આધિપત્ય જમાવ્યા પછીથી ગણી હોય તેમ લાગે છે. બીજી તરફ જૈન કાલગણનાની ગાથાઓની અંદર પુષ્યમિત્રનાં ૩૦ વર્ષ લખાયાં છે તે પણ ઉજજયિનીના આધિપત્ય અંગે જ છે. એ આધિપત્ય પુષ્યમિત્રનું અને અગ્નિમિત્રનું-પિતા અને પુત્ર બન્નેનું ૨૨ વર્ષ અને ૮ વર્ષ એમ વિભાગથી અથવા એકલા અગ્નિમિત્રનું પણ ગણી શકાય તેમ છે.
માલવિકાગ્નિમિત્ર' ના જણાવ્યા પ્રમાણે, પુષ્યમિત્રે રાજસૂય યજ્ઞની દીક્ષા લીધી હતી અને વસુમિત્ર, કે જેની ત્યાં અગ્નિમિત્રના યુવરાજપુત્ર તરીકે ઓળખ આપેલી છે, તેને તેણે સુરક્ષિત બનાવી છૂટા મૂકેલા યજ્ઞાશ્વની રક્ષા માટે સરકારી સેપી હતી. એ અશ્વને યવનેએ અટકમાં લેતાં, વસુમિત્રે તેમની સાથે સિધુ નદી પર એક ખૂનખાર જંગ ખેલી તેમાં વિજય મેળવી તેને છેડા અને ઉત્તરાપથના દેશોમાં વિજય કરતો તે વિક્કી યુવરાજ પાટલીપુત્ર પાછો ફર્યો. આ વખતે પુષ્યમિત્રે અગ્નિમિત્રને સહકુટુંબ વિદિશાથી બોલાવ્યો હતો. પુષ્યમિત્રની માફક અગ્નિમિત્ર પણ સેનાની હાઈ લશ્કરી મીજાજને હતે. તે પરાક્રમી હેવા સાથે વિલાસી, ઉદ્ધત, ક્રોધી અને ધર્માન્ય હેવા સંભવ છે. “માલવિકાગ્નિમિત્ર” નાટકના કર્તા પણ પુષ્યમિત્રના આમત્રણ પત્રમાં અગ્નિમિત્રને “કોધ દૂર કરવાના” શબ્દ આલેખે છે. તેના ક્રોધનાં કારણોનો ત્યાં સ્પષ્ટ ઉલેખ નથી, પરંતુ સમજાય છે કે, તે દરેક બાબતમાં તરંગી, લોભી અને જૂલ્મી હશે અને ધાર્યું કરવામાં કોઇનું ન સાંભળતાં ચોગ્ય સૂચન કરનારા પિતાના પિતા પુષ્યમિત્ર જેવાથી પણ થરડાઈ બેસનારે હશે. પોતાના ભાઈ ભત્રીજાઓના હાથમાં પાટલીપુત્રને અધિકાર હોય એ તેને ખુંચતે હોય, આ પણ કારણ તેના થડાઈ જવામાં હેવા સંભવ છે. આ સર્વ પરથી સિદ્ધ થાય છે કે, પુષ્યમિત્ર પોતે પિતાને સેનાની લખે છે, પરંતુ કર્તવ્યમાં તે સમ્રાટની જેમ વર્તતે જણાય છે અને તેણે વૈદિક પ્રાચીન રાજાઓની પ્રણાલિકા પ્રમાણે ચકવતી પણાની સૂચક રાજસૂય યજ્ઞની વૈદિક વિધિ કરી હતી. આ ધરણે મ. નિ. ૩૧૬ થી ૩૩૮ સુધી ૨૨ વર્ષ પુષ્પમિત્રને અને મ. નિ. ૩૩૮ થી ૩૪૬ સુધી ૮ વર્ષ અગ્નિમિત્રને ઉજ્જયિનીમાં આધિપત્યકાલ હતે. કાલગણનાની ગાથાઓમાં મતાન્તરે “પુમિત્તા” એવા દ્વિવચનવાળા શબ્દપ્રયાગથી પુષ્યમિત્ર અને અગ્નિમિત્ર એ બે રાજાને ત્યાં લખેલ રાજત્વકાલ લેતાં તે કાલ ૨૨૮=૩૦ વર્ષને ઘટી શકે છે. ખરી રીતે તે ૩૦ વર્ષ અગ્નિમિત્રના આધિપત્યનાં હતાં તે, તેને લાંબા કાલ સુધી હયાત રહેલા ઇંગવંશના સ્થાપક