________________
૧૬૨
અવંતિનું આધિપત્ય. શકીએ પણ એવા અનુમાન પર તે જરૂર આવી શકીએ છીએ કે, મનેન્ડરે પશ્ચિમ ભારતને મોટે ભાગ સર કરી ભારતના મધ્યભાગમાં પ્રવેશવા ભારે હીલચાલ કરી હતી અને પુષ્યમિત્રોની સાથે અતિઘાર યુદ્ધ ખેલ્યા બાદ તેને અંતે તેમાં અસફળતા મળી હતી. આ પછી તે થોડા સમય સાકલમાં રહ્યો અને જીતેલા પ્રદેશની વ્યવસ્થા કરી, પણ પછી જેમ બને તેમ જલદીથી તેને પિતાના દેશ કાબુલમાં ચાલ્યા જવાની ફરજ પડી, કેમકે આક્રમણકારીએથી કાબુલનું રક્ષણ કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી મીનેન્ડરના કાબુલ ચાલ્યા ગયા બાદ પશ્ચિમ હિંદમાં-ભવનાથી જીતાયેલા પ્રદેશ પર શાસન ચલાવનારાઓનાં ભૂમક, રાજુલુલ, એનિસિઅસ વિગેરે નામે મળી આવે છે. એ શાસ્તાઓ અનુક્રમે મધ્યમિકા, મથુરા, તક્ષશિલા વિગેરેના છે. ભૂમક અને રાજુલુલ એ સત્ર હતા. તેઓ તક્ષશિલાના યવનરાજ એનિસિઅસને તાબે હશે કે મીન્ડરને તાબે હશે એ સમજવું મુશ્કેલ છે.
ઉપરોક્ત યવનના ભારત પરના આક્રમણ દરમીયાન બલમિત્ર-ભાનુમિત્ર કેવી રીતે સક્રિય હતા અથવા તે નિક્રિય જ બેસી રહ્યા હતા એ વિષેની કાંઈ પણ નેંધ આજે આપણને મળતી નથી. તેમના હાથમાંથી પૂર્વ ભારત અને દક્ષિણાપથ છૂટાં થઈ ગયાં હતાં અને પશ્ચિમભારતના લગભગ બધા ય પ્રદેશો ઝુંટવાઈ ગયા હતા. હવે તેઓ પશ્ચિમ અવન્તિ અને લાટ આદિ નજીકના પ્રદેશના જ રાજા રહ્યા હતા. પરંતુ આ પછીનાં વર્ષોમાં તેમની સ્વતન્નતા રહેવા પામી નહિ. મ. નિ. ૩૧૬ વર્ષે પુષ્યમિત્રોએ તેમના પર પિતાનું આધિપત્ય સ્થાપી દીધું. બહુ જ સંભવ છે કે, ઉજજયિની પર આધિપત્ય સ્થાપવાનું કાર્ય પુષ્યમિત્રના પુત્ર અગ્નિમિત્રના હાથે થયું હશે. થોડાં વર્ષો પહેલાં તે પૂર્વ અવનિની વિદિશામાં અધિકૃત થયે હતે. એ મહાન સેનાધિપતિએ તે પછીથી વાહ અને પશ્ચિમ અવન્તિને આધીન કરી શુંગાના હાથમાં મગધ સામ્રાજ્યને નાખવા માટે ફાળો આપે છે. તેને સમ્રા બનવાના કેડ છે, પરંતુ તેના પિતા પુષ્યમિત્રની હયાતીમાં તે રાજા જ રહ્યો છે. પરિ સત્તા ધરાવતા પુષ્યમિત્ર પિતાને સેનાની તરીકે ઓળખાવે છે, પરંતુ તે વ્યવહારમાં અત્યાર સમ્રાટુ જ મનાય છે, અને તેથી ઉજજયિનીને અધિપતિ પણ તેને જ માનવો રહ્યો. અને તેના જ નામથી હવે પછીનું આલેખન કરવું રહ્યું. જે કાવ્ય ગ૦ ગા માં પણ એક પાઠ, “તીરં પુખ પુમિરર' હાઈ પુષ્યમિત્રના નામે જ ૩૦ વર્ષ અવન્તિનું આધિપત્ય લખ્યું છે. આમ છતાં એ આધિપત્ય ૨૨ વર્ષ જ રહ્યું છે અને તેમાં ય તે રાજા ન બનતાં પોતાના પુત્રને જ રાજા બનાવે છે તથા તેના પછી ૮ વર્ષ અગ્નિમિત્ર સામ્રાજ્ય પર છે. આ સર્વ ધ્યાનમાં લઈ, કાગ ગાઇ ના પાઠાન્તર, “તી પુખ પુતિને અનુસરી અહિં પુષ્યમિત્રો' તરીકે મિશ્ર આલેખન કરાશે.