________________
અવંતિનું આધિપત્ય. પુષ્યમિત્રો ૩૦ વર્ષ. મ. નિ. ૩૧ ૬-૩૪૬
(વિ. સં. ૫ ૯૪-૬૪, ઈ. સ. પૂ. ૧૫૧-૧૨૧) પહેલાં એ કહેવાઈ ગયું છે કે, પુષ્યમિત્ર એ મૌને શુંગવંશીય સેનાની હતા. મ. નિ. ૩૦૪ વર્ષે એણે જે હિમ્મતથી પિતાના સ્વામી વૃદ્ધરથ રાજાની સૈનિકોની હાજરીમાં જ કતલ કરી તે પરથી લાગે છે કે, તેના તરફ એક મોટા સૈન્યની વફાદારી હશે અને તે ઘણા સમયથી સેનાની પદે હશે. તેણે પિતાના સ્વામીનું ખૂન કરવાનું દુષ્કૃત્ય કર્યું તેની પાછળ રાજ્યલિસા હશે કે વૈદિક ધર્મપ્રચારની ભાવના હશે, યવનથી ભારતના સંરક્ષણની તમન્ના હશે કે કોઈ અન્ય જ કારણ હશે, આ સંબંધમાં કાંઈ પણ અનુમાન થઈ શકે તેમ નથી. એ અંત સુધી સેનાની જ રહ્યો છે, પરંતુ રાજા કે સમ્રા તરીકે પોતે પિતાને ઓળખાવતે નથી. તેણે પાટલીપુત્રની ગાદીએ પોતાના મોટા પુત્ર બૃહસ્પતિમિત્રને સ્થાપે હતે. એને રાજત્વકાલ જણાયે નથી, પરંતુ તે મ. નિ. ૩૧૨ સુધી તે હવે જ. સંભવ છે કે, તે મ. નિ ૩૧૬ વર્ષે મૃત્યુ પામ્યા હોય. બૃહસ્પતિમિત્ર પછી દેવવર્મન, શતધન્વનું અને બૃહદ્રથ, એ રાજાઓ આવ્યા અને તેઓને રાજત્વાકાલ અનુક્રમે ૭ વર્ષ, ૮ વર્ષ અને ૭ વર્ષ હતું. આ ત્રણ રાજાઓને સમુચ્ચય રાજત્વકાલ ૭+૮+૩=૨૨ વર્ષ છે તે બૃહસ્પતિમિત્રના મૃત્યકાલ ૩૧૬ માં ઉમેરીએ તે ૩૧૬-૨૨૩૩૩૮ વર્ષે બૃહદ્રથ (વૃજદ) ને રાજ્યાંત આવે. આ પછી પાટલીપુત્ર સીધું અગ્નિમિત્રના જ હાથ નીચે ચાલ્યું ગયું હોય તેમ લાગે છે. પુરાણે શતધનૂન પછી બૃહદ્રથ અથવા વ્રજદ% રાજાનું નામ લખે છે અને તેની કતવ પુષ્યમિ ને હાથે થઈ હતી એમ પણ ત્યાં જણાવવામાં આવે છે, પરંતુ ખરી વાત એ છે કે, પુષ્યમિત્રના હાથે કતલ કરાયલે મૌર્ય રાજા વૃદ્ધરથ છે, આ બૃહદ્રથ નહિ. આ બૃહદ્રથ તે પુષ્યમિત્રને વંશજ-પુષ્યમિત્રના પુત્ર અગ્નિમિત્રને પુત્ર વસુમિત્ર હોવા સંભવ છે, કે જે પુષ્યમિત્રના હાથે કરાયેલા અશ્વમેધ યજ્ઞના અશ્વની રક્ષાથે ગયા હતા. સંભવ છે કે, એ યજ્ઞની પૂર્ણાહૂતી બાદ તેને પાટલીપુત્રને રાજ્યાધિકાર સે હશે અને પુષ્યમિત્રના જીવનકાલમાં જ તે મ. નિ. ૩૩૧ થી ૩૩૮ સુધી ૭ વર્ષ રાજ્ય ભોગવી અગ્નિમિત્રના હાથે કરાયેલા અશ્વમેધ યજ્ઞના અશ્વની રક્ષા કરતાં યવનોના હાથે માર્યો ગયો હશે. જો કે, આ બહુ જ ચોક્કસ હકીકત છે એમ કહેવાને પ્રામાણિક જેવા જોઈએ તેવા ઉલ્લેખો મળતા નથી. પુરાણાએ દેવવર્મન વિગેરેને મોર્યવંશના માની, આ બધા સમય દરમીયાન વિદ્યમાન એવા શુંગ સામ્રાજ્યના સ્થાપક, સંરક્ષક અને સંચાલક મુખ્યમિત્રને તેમની પછીના રાજા તરીકે આલેખે છે અને તેને ૩૬ વર્ષ રાજત્વકાલ લખે છે. શ્રીયુત. કે. હ. ધ્રુવ એ ૩૬ વર્ષના બદલે ૩૭ વર્ષ લખે છે. આ લેખ પ્રમાણે પુષ્યમિત્રનું મૃત્યુ મ. નિ. ૩૪૦ વર્ષે થયું છે અને તેણે મ. નિ. ૩૦૪ વર્ષે પાટલીપુત્ર લીધું હતું, એમ તેને ૩૬ વર્ષ રાજત્વકાલ પુરાણમાં ગણાય છે, તે ઘટાવી શકાય.