________________
૧૫૪ .
અવંતિનું આધિપત્ય સર વિ. સ્મીથ શાલિકને વાયુપુરાણને ઈન્દ્રપલિત કહે છે. પણ જેનસાહિત્યમાં સંપ્રતિને અશોકથી પાલન કરાયેલો કો છે. આર્યો રાજાને દેવ તરીકે સંબંધે છે, અને દેને સ્વામી ઈન્દ્ર કહેવાય છે, તેમ રાજાઓને સ્વામી અશોક પણ ઈન્દ્ર કહેવાય. આ રીતે અશોકથી એટલે ઈથી પાલિત-ઈન્દ્રપાલિત-એ અન્ય કઈ શલિશ્કાદિ નહિ પણ
મૌર્ય સામ્રાજ્યને ઈતિહાસકાર લખે છે તેમ સંપ્રતિ જ હેઈ શકે અને જે “શાલિ. શક સંપ્રતિ ભ્રાતા હતા, તે પહેલાં સોરઠને સુબે હાઈ પાછળથી પાટલીપુત્ર પર આવ્યું હત” એ શ્રીયુત. કે. હ. ધ્રુવની શાલિકની સંપતિના ભ્રાતા તરીકેની કલ્પના બરાબર હોય તે, કુણાલની અન્યત્વદશામાં જેમ સંપ્રતિ અશોકથી પાલન કરાય ને અશોકપાલિત-ઇન્દ્રપાલિત કહેવાય તેમ, શાલિક વડીલબબ્ધ સંપ્રતિથી પાલન કરાયે હોય ને બધુપાલિત કહેવા હોય તે તે બનવા જોગ છે. બાકી કેટલાંક પુરાણની યાદીઓ પ્રમાણે દશરથ કેવી રીતે બધુપાલિત તરીકે ઓળખાયે હતું એ ન સમજાય તેવી બાબત છે. આમ છતાં તેને અમુક રીતે સમજવા મેં પૂર્વે કાંઈક પ્રયાસ કરી જોયે છે, પછી ભલેને, તે કદાચ વ્યર્થ પણ હોય,
ઉપર હું કહી ગયો છું કે, વૃષસેન એ સંપ્રતિના ઉજજયિનીના સિંહાસને આવ્યો નથી એને અર્થ એ થાય છે કે, તે કાં તે પાટલીપુત્ર પર અથવા તે રાજગૃહી પર આવ્યો હવે જોઈએ. હિ. થે. પ્રમાણે પાટલીપુત્ર પર વૃદ્ધરથ (મ. નિ. ૨૮૦-૩૦૪) અને તે પછી પુષ્યમિત્ર (રાજા તરીકે બૃહસ્પતિ) આવ્યો છે તેથી વધારે સંભવિત એ છે કે, તે રાજગૃહી પર શાલિશુક પછી આવે છે અને ત્યાં તેણે આશરે મ. નિ. ૨૯૨ થી ૩૦૧ સુધી ૯ વર્ષ રાજ્ય કર્યું છે. આમ છતાં આ રાજગૃહીની શાખાને પડતી મેલી, તેની શરૂઆતના દશરથ ને શાલિકને પાટલીપુત્રમાં તથા પાછળના વૃષસેન ને પુષ્પધર્માને ઉજજયિનીના સિંહાસને લઈ જવાથી, અશોક પછી તરત જ સંપ્રતિ અને દશરથથી લઈ અનુક્રમે પશ્ચિમશાખા એટલે ઉજજયિનીની શાખા તથા પૂર્વશાખા એટલે પાટલીપુત્રની શાખા એમ સર્વથા વતત્વ એવા બે વિભાગ માનતાં શ્રી જાયસ્વાલજી વિગેરેનું સંશોધન બ્રમાત્મક બની ગયું છે. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ૬૦ વર્ષ મોડી એટલે મ. નિ. ૨૧૫ વર્ષે માનતા કેટલાકેથી સંપ્રતિને રાજત્વકાલ બહુ જ ટુંકાવાયા છે, જ્યારે પુરાણેની યાદીમાં દશરથાદિને પાટલીપુત્રના જ રાજાઓ માની સંપ્રતિના ટુંકાવાયલા સમય જેટલા સમયને વધારવા પ્રયત્ન થયે છતાં તે સમય ઓછો પડવાથી દેવવમન વિગેરે શૃંગરાજાઓને મૌવંશાવલીમાં નાખી દેવાયા અને પુણ્યરથ, વૃદ્ધરથ બૃહસ્પતિમિત્ર એ સર્વને છેડી દઈ વૃજદવને વૃદ્ધરથના સ્થાને મુકી દેવા; પરિણામે સંપ્રતિ અને તેના સમયની કેટલીક ઘટનાઓ ઓછાયા સમી બની ભારે ગોટાળો થઈ ગયેલ છે. હિમવંત ઘેરાવલીને સાથમાં રાખી એનું ફરીથી સંશોધન થવું જોઈએ. એ રાવલી અને બૌદ્ધગન્યાદિની યાદીઓ પરથી મારું સંશોધન,