________________
૧૫ર
અવંતિનું આધિપત્ય.
ક્યો હતે. આજ કારણથી શ્રી જયસ્વાલજી દશરથ અને શાલિકની વચ્ચે સંપ્રતિને ન ઘુસાડતા અલગ શાખામાં જ રાખે છે. હિમવંત રાવલી તે સંપ્રતિ પછી વૃદ્ધર નહિ, પણ બલમિત્ર આવ્યાની વાત સ્પષ્ટ રીતે જ કરી રહી છે. આ સર્વે પરથી સંપ્રતિ બાદ વૃદ્ધરથ કે શાલિક આવ્યા નથી એ નક્કી થાય છે. શ્રી. જાયસ્વાલજી સંપ્રતિના અનુગામી તરીકે બૃહસ્પતિનું નામ લખે છે, પણ તે બરાબર નથી એમ તેના વિષે વિચાર કરવાથી સમજાશે.
દિવ્યાવદાનના આધારે શ્રી જયસ્વાલજીથી લખાતે બૃહસ્પતિ એ, બૃહસ્પતિમિત્ર
જોઈએ, કે જે પાટલીપુત્રમાં મ નિ. ૩૧૨ વર્ષે રાજ્ય કરી રહ્યો હતે એમ કલિંગસમ્રાટ ખારવેલના હાથીગુફાવાળા શિલાલેખથી આપણને જાણવા મળે છે. એ શિલાલેખમાં ખારવેલે પાટલીપુત્ર પર ચઢાઈ કરી બૃહસ્પતિમિત્રને પિતાના પગમાં નમાવ્યું એમ લખ્યું છે. સંશોધકે એ આ બૃહસ્પતિમિત્રને પુષ્યમિત્ર ઠરાવ્યું છે. પણ “બૃહ, સ્પતિમિત્ર” એવા વિશેષ નામને, પુષ્યનક્ષત્રને સ્વામી “બૃહસ્પતિ' છે માટે શિલાલેખમાં લખાયલે બૃહસ્પતિ “પુષ્ય'ના સ્થાને લખાય છે એવી કલ્પનામાત્રથી પુષ્યમિત્રના સ્થાને માની લેવું, એ બહુ જ અજુગતું છે શિલાલેખની જાહેરાતના ગદ્ય લખા. શુમાં “પુષ્યમિત્ર’ જેવું અ૫ાક્ષરી નામ છોડી દઈ તત્કાલ ભાન થાય તેવું બહાક્ષરી બૃહસ્પતિમિત્ર' નામ લખાયું છે, તે સાબીત કરે છે કે, બૃહસ્પતિમિત્ર અને પુષ્યમિત્ર એ બે એક નહિ પણ ભિન્ન વ્યક્તિ છે. પુષ્યમિત્ર પિતાને નિરન્તર સેનાની તરીકે જણાવી રહ્યો છે, તેથી સમજાય છે કે ભલેને, તે સર્વ સત્તાધીશ હોય પણ તેણે કયારેય રાજપદ
સ્વીકાર્યું નથી, તેમ મ. નિ ૩૦૪ વર્ષે પિતાના સ્વામી વૃદ્ધરથને મારી સર્વસત્તાધીશ અને ત્યારે, સંભવ છે કે, તેણે પિતાના સૌથી મોટા પુત્રને પાટલીપુત્રમાં રાજપદે નિયુક્ત કર્યો હોય અને એ મોટા પુત્રનું નામ બૃહસ્પતિમિત્ર હેય. પુષ્યમિત્રના કુટુમ્બાદિ વિષે ઝાઝી માહિતી મળતી નથી, પરંતુ એક લેખક લખે છે કે, “તેને બૃહસ્પતિમિત્ર, ધનદેવ, વિગેરે આઠ પુત્ર હતા. ૧૧ આ બૃહસ્પતિમિત્ર ખારવેલના શિલાલેખને બૃહ
(૨૧૧) પ્રાચીન ભારતવર્ષ ભા. ૨ પૃ. ૬૪ પર લખે છે કે – એક લેખક (ટી. ૫ જ. બી, એ. રી. સે. પૃ ૨૪ થી ૨૫૦ ) જણાવે છે કે તેને આઠ પુત્રો હતા. તેમાં એકનું નામ બૃહસ્પ-, તિમિત્ર હતું. છઠ્ઠ પુરૂષ ધનદેવ તે કાલરાજા કુબુદેવની પુત્રી કૌશિકી, જે પુષ્યમિત્રની રાણી હતી તેને પેટે જન્મ્યા હતા.” ડો. ત્રિ. લ. શાહથી આ શખાની સત્યતા વિષે ખાત્રી કરી શકાઈ નથી, પરંતુ ખારવેલ શિલાલેખ આ સમયે પાટલીપુત્રમાં બહસ્પતિમિત્ર હેવાની સાક્ષી પુરે છે.
વળી બહપતિમિત્ર'ના મળી આવતા સિક્કાઓ અગ્નિમિત્રના સિક્કાને પડે તેવી જ ટિના અને રૂપના હેઈ, તે મિત્ર (શંગ) વંશી રાજાઓના કેઈ પણ સિક્કા કરતાં પ્રાચીન છે. એમ સર કનિંગહામના લખાણ (કે. ઈ. એ. પૃ. ૮૧) પરથી માલૂમ પડે છે એથી પણ સાબીત થાય છે કે, પુષ્યમિત્રના ચક્રવત સમા, વિદિશામાં અને પાછળથી પાટલીપુત્રમાં રાજ્ય કરતા પુત્ર અગ્નિમિત્રથી પૂર્વે, જે કે બહુ પૂર્વે નહિ, બહસ્પતિમિત્ર શૃંગવંશને રાજા હતે.