________________
પર.
અવંતિનું આધિપત્ય.
સ્વીકાર્યો છે, તેથી પણ એક કરતાં વધારે એટલે નવ નો થયા છે, એમ “iતાળ” શબ્દ પરથી સમજવાનું છે. આને સમર્થન કરનારા ઉલેખો હિમવંત શૂરાવલી, એ શૂરાવલી સિવાય અન્ય જૈન સાહિત્ય, પુરાણ અને બોદ્ધગ્રંથ મહાવંશ, વિગેરેમાંથી મળી આવે છે.
થરાવલી અને અન્ય જૈન સાહિત્ય નવમ ન સિવાયના નોને કોઈ વિશેષ નામથી નહિ, પરંતુ પ્રથમ ન. દ્વિતીય નન, એમ સંખ્યાવાચક વિશેષણથી જ એક બીજાને ભિન્ન તરીકે ઓળખાવે છે. તેમના પ્રત્યેકના રાજત્ત્વકાલ વિષે પણ ત્યાં ઉલ્લેખ થએલે જણાત નથી. ફક્ત “સુરતમા –રમriઇ' ની ધર્મઘોષસૂરિકૃત અવસૂરિમાં “નવનન્દ એ પાટલીપુત્રમાં અનુક્રમે ૧૧, ૧૦, ૧૩, ૨૫, ૨૫, ૬, ૬, ૪ અને ૫૫ વર્ષ રાજ્ય કર્યું હતું” એમ જણાવી, ચાલુ સંપ્રદાયમાં મનાતાં નાનાં ૧૫૫ વર્ષની સાથે મેળ સાધે. છે. પરંતુ એ માટે શો આધાર હતો એ ત્યાં જણાવ્યું નથી તથા તેમાંની કેટલીક અન્ય હકીકતો મેળ મળતું નથી. વિગેરે કારણોથી એ અવસરિમાં નોંધેલા નદેના રાજકાલ પર આધાર રાખી શકાય તેમ નથી. કૌદ્ધગ્રંથ મહાવંશ નન્દનાં ફક્ત ૨૨ વર્ષ જ લખે છે. કે ત્યાં પ્રત્યેક નન્દને રાજત્વકાલ જાણવાની આશા રાખવી વ્યર્થ છે. પુરાણે નન્દના રાજત્વકાલનાં ૧૦૦ વર્ષ લખે છે, પરંતુ તેમાં ૮૮ વર્ષ મહાપદ્મના નામે ચઢાવી દે છે.” તેથી કાંઈક ગુંચવાડો ઉભું થાય છે. ઘેરાવલી આદિમાં નન્દનાં વર્ષ ૯૮ કે ૯૫ કહ્યાં છે, તે કરતાં પુરાણમાં આશરે ૫ વર્ષ વધારે છે. એ ૫ વર્ષ નન્દિવર્ધનનાં નંખાયાં છે એવા સંભવથી પુરાણ પ્રમાણે પણ નાનાં ૯૫ વર્ષ થાય, તેમાંથી બીજા ને આઠમા નન્દ સુધીનાં ૧૨ વર્ષ, અને મહાનન્દીનાં જે તેને નન્દોથી અલગ માની ૪૩ વર્ષ લખાયાં છે તે ખરી રીતે તેનાં નહિ પરંતુ છેલા-નવમા નન્દનાં ગણતાં એ ૪૩ વર્ષ, એમ ૫૫ વર્ષ બાદ કરીએ તે પ્રથમ નન્દનાં ૪૦ વર્ષ થાય. આવી રીતે પ્રથમ નન્દનાં ૪૦ વર્ષ, તેના સાતપુત્રનાં એટલે બીજાથી આઠમા નન્દ સુધીનાં ૧૨ વર્ષ
(१८) "नवनंदा ततो आसुं, कमेनेव नराधिपा ते वि द्वावीस वस्सानि, रज्जं समनु સરિણું ”
મહાવંશ પરિચ્છેદ, ૫ (७०) “महानन्दिसुतश्चापि, शूद्रायाः कालसंवृतः। उत्पत्स्यते महापद्मः, सर्वक्षत्रान्तकृन्नृपः॥१३९॥ ततःप्रभृति राजानो, भविष्या शूद्रयोनयः । एकराट् स महापद्म, एकच्छत्रो भविष्यति ॥१४०॥ अष्टाशीति तु वर्षाणि, पृथिवीं पालयिष्यति । सर्वक्षत्रं समुध्धृत्य भाविनोऽर्थस्य वै बलात् ॥१४॥ तत्पश्चात्तत्सुता ह्यष्टौ,समा द्वादश ते नृपाः। महापद्मस्य पर्याये भविष्यन्ति नृपाः क्रमात्॥१४२॥ उरिष्यति तान सर्वान् , कौटिल्यो वै द्विजर्षभः। भक्त्वामहीं वर्षशतं, नरेन्द्रः स भविष्यति॥१४३॥
બહ્માંડપુરાણ મ૦ ભા. ઉપન્યા૦ ૩ અ૦ ૭૪૫–૧૮૫ મયપૂરાણ પણ “ઇ ' ના સ્થાને “સ્ટિiાન' “તત્પશ્ચાદભુતા' ના સ્થાને હુપવિતા વિગેરે શબ્દાત્તરવાળા એવા જ અર્થ ધરાવતા શ્વેકાને નધેિ છે.