________________
૧૧૨
અવતિનું આધિપત્ય ઉલેખે વિશ્વસનીય લાગતા નથી, તેઓ કહે છે કે, “અશોકના શિલાશાસનેમાં તેને એક કરતાં વધારે ભાઈઓ હોવાને ઉલેખ છે, તેથી તેણે ભાઈઓની કરેલી કતલની રેંધે, પહેલાં બૌદ્ધ નહોતે ત્યારે કે અસુંદર હતું અને બૌદ્ધ થયા પછી કે સુંદર બન્યું હતું, એવી બૌદ્ધધર્મની સુંદરતા અને સરસાઈ બતાવવાના હેતુથી અતિશક્તિ રૂપે જ થયેલી છે.” આમ છતાં “અશોકને રાજ્યાભિષેક થવામાં લગભગ ચાર વર્ષ જેટલો સમય લંબાય એ એક હેતુથી તેના વારસાહક માટે કઈ વધ પડેલો હવે જોઈએ.” એમ તે એ ઇતિહાસકારો માને છે અને લખે છે કે, “તેનું રાજ્યારોહણ તથા કારકીદી શાંતિથી પસાર થયાં હતાં.”
બિન્દુસારના મૃત્યુસમયે અશોકમાં જૈનધર્મને વારસ કે ને કેટલે પરિણત હતે એ જાણવાનું સાધન નથી. શ્રમણાતિના સમાગમમાં આવી તે વિશિષ્ટ શ્રમણોપાસક બન્યો હોય એવો ઉલ્લેખ પણ જોવામાં આવતું નથી. કદાચ વારસાગત જૈનત્વ તેની કૂરતાને માફક ન આવ્યું હોય અને તે જૈનધર્મથી ઉદાસીન બન્યું હોય. આવી જેનરવની સામાન્ય સ્થિતિમાં ભાઈઓની કતલ કે એવી કઈ અન્ય પ્રકારની નિયતા તેણે આચરી હેય અને તેને ઉલ્લેખ બૌદ્ધગ્રંથોએ કર્યો હોય એ બનવા જોગ છે; પરંતુ તેની સાથે એ પણ બનવા જોગ છે કે, તેના રાજ્યાભિષેકની પૂર્વે, કહેવામાં આવે છે તેમ, વારસાહમાં વધે ઉઠયો હોય તે, તે વાંધાને નિર્દયતાથી નિકાલ કરવા તેને અનિવાર્ય , ફરજ પડી હોય. તેની ધર્મલિપિમાં જણાવ્યા પ્રમાણે વ્યાપકનીતિનું અને શ્રમણસંસ્થાને અનુકૂલ ધમનું પાલન કરવા કરાવવામાં તે રજા ઉદાર અને નમ્ર હોય; તેમજ બૌદ્ધગ્રંથ અને હિમવંતથેશાવલીના કથન પ્રમાણે તે બૌદ્ધધર્મના પવિત્ર સ્થાનેની મુલાકાત લેનાર, પિતાના રાજ્યાભિષેકના ૧૮ મા વર્ષે એટલે બ. નિ. ૨૨૨ એટલે મ. નિ. ૨૨૯મા વર્ષે ત્રીજી બૌદ્ધસંગીતિ ભરનાર અને પછી બૌદ્ધધર્મના પ્રચાર માટે બહુ બહુ પ્રયત્ન કરનાર તથા બૌદ્ધસંઘની કેટલીક બાબતમાં સંધાન અને સુધારણા કરવાના કાર્યમાં મથનાર હેય, છતાં જયારે રાજ્યપ્રાપ્તિમાં તેને અનુચિત જણાતાં કારણે આગળ ધરી વાંધો ઉઠાવાત હોય કે કુણાલ જેવા સર્વથા યોગ્ય વારસને અંધ બનાવી દેવામાં અને સામ્રાજયને અવ્યવસ્થિત કરી મુકવામાં અધમ કાવતરાં રચાતાં હોય ત્યારે તે અનુદાર બની સખ્ત હાથે કામ લેનાર નીવડયો હોય એ બનવા જોગ છે. આવા સમયે વારસાગત જૈનવ કે સ્વીકૃત બૌદ્ધત્વથી તેને શિલાલેખમાં જણાવ્યા જેટલું ઉદાર કે નમ્ર અને શ્રદ્ધાળુ શહેવા ન પરવડયું હોય અથવા તે એવી ઉદારતા કે નમ્રતામાં શ્રદ્ધા હતાં છતાં તેમાં તેને લાભને બદલે વિશેષ હાનિ સમજાઈ હોય. મને તો લાગે છે કે, કલિંગની છત મેળવવામાં પણ એવી જ કેઈ અનિવાર્ય ફરજ તેના માથે આવી પડી હશે, કે જે વિષે આપણે સાવ અજાણ છીએ. બૌદ્ધધર્મ સ્વીકાર કર્યા પછી પાંચેક વર્ષે એટલે મ. નિ. ૨૧૯ વર્ષે એને એ ફરજ બજાવવી પડી હતી એમ તેના તેરમા