________________
અવંતિનું આધિપત્ય.
૧૨૯
A
સંપ્રતિ ૪૯ વર્ષ, મ. નિ. ૨૪૪-૨૯૩
(વિ. સં. પ. ૧૬૬–૧૧૭ઇ. સ. પૂ. રર૩–૧૭૪) કહે છે કે, સમ્રાટ અશોકને અવન્તિદેશને અને તેની સુપ્રસિદ્ધ નગરી અવન્તિનઉજયિનીનો સારે પરિચય હતે.૭૪ પિતાની ઉજજયિનીની સુબેદારીના સમયે તેણે
ત્યાં એક વખત દરબાર ભર્યો હતે. એમ પણ કહેવામાં આવ્યું છે કે, તે વિદિશાના શ્રેષ્ઠી ની કન્યાને પરણ્યો હતો. ૧૭૫ અશકને પિતાના પિતા બિન્દુસારની માંદગીને લીધે એકાએક પાટલીપુત્ર જવું પડયું હતું તે સમયની પૂર્વે, આ શ્રેષ્ઠીપુત્રીથી એક પુત્ર જન્મે હતે, કે જે ઈતિહાસમાં કુણાલનાં નામે ઓળખાવે છે. અશોકના રાજ્યાભિષેક સમયે એ શ્રેષ્ઠીપુત્રીને જ પટરાણી બનાવવામાં આવી હતી. એને પિતા જૈન હોવાથી તેને જૈનધર્મના જ સંરકાર પડયા હતા અને એ સંસ્કાર કુણાલમાં પણ તેના બાયકાર્ય ઊતરી આવ્યા હતા. ૧૭૬ ચંપાના બૌદ્ધધમ બ્રાદાણની કન્યા તિબ્બરક્ષિતને પણ પાછળથી અશોક પર હતું અને તેના રૂપતિથી તે તેમાં ઘણો જ આસકત થયે હતો, આમ છતાં કુણાલના સામ્રાજય હકને કાળજીપૂર્વક સંભાળવામાં તેણે પૂરતું લક્ષ્ય રાખ્યું હતું. કુણાલ વિષે મળતી હકીકતો મતભેદથી ગ્રસ્ત છે. કેટલાંક પુરાણે અશોકના પછી કુનાલ, કુશાલ કે સુયશાનું નામ આપે છે અને એનો રાજત્વકાલ ૮ વર્ષ લખે છે. કેઈક પુરાણે સુયશા
(૧૭૪) “તેના પિતાની જીવલેણ મદગીની ખબરથી તે પાટનગર તરફ રવાના થશે. તે સમયે તે ઉજજૈનમાં રહે છે, એવી લંકાવાસીઓમાં પ્રચલિત લોકાથી માની શકાય એવી છે.”
હિન્દુસ્તાનને પ્રાચીન ઇતિહાસ (ગુ. વ. સો. મી. સ્મીથના ૫ભા.) પૃ. ૨૦૭ એ (સિંહલદ્વીપની) દંતકથામાં એમ કહ્યું છે, કે, અળકને પિતા જીવતો હતો તે વખતે અશોક ઉજયિનીને મહામાત્ર હતો
–અશકયરિત (ગુ. વ. સે. નું) પૃ. ૧૩ (૧૫) “અશોક ઉજજયિનીને મહામાત્ર હતા ત્યારે તેણે દૃ' (શેઠ)ની જ્ઞાતિની કોઈ સ્ત્રી સાથે સંબંધ બાંધે હતો, હાલના જિલ્લાની પાસેના હાલના બેસનગર (પ્રાચીન વિદિશાનગર)માં એ સ્ત્રી રહેતી હતી.
–અશોકચરિત (ગુ, વ. સે. નું) ૫. ૧૩ “અરેકે પોતે જ્યારે ઉજ્જૈનના બાપદે હતા ત્યારે તેણે પ્રથમ લગ્ન કર્યું હતું તે સ્ત્રી વિવિથાનગરીના એક વેપારીની પુત્રી હતી. તેણીએ વિદિશા નગરીમાને મેટ વિહાર બંધાવ્યું હતું એમ કહેવાય છે. સાચી અને ભિક્ષા મુકામે જે અન્ય બાંધકામ બંધાવાય છે તેમાં આ વિહાર (૧) ઘણું કરીને સૌથી પહેલામાં પહેલો છે.” – રા. કુ. મુ. નું અશક પૃ. ૮ (અંગ્રેજી પરથી ભાષાન્તર)
(૧૭૬) અશોકના સમયે વિદિશા પણ એક પ્રસિદ્ધ નગરી હતી અને તે એક જૈન તીર્થ તરીકે જાણીતી હતી. ત્યાંની જીવંત સ્વામીની-શ્રી મહાવીર જીવંત હતાં બનાવેલી તેમની પ્રતિમાનો ભારે મહિમા હતો, એ જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. આવા સંજોગોમાં મેં અનુમાન કર્યું છે કે અશકની એ રાણીને પિતા અને વિહાર બંધાવનાર એ રાણી જૈન હોવી જોઈએ. આ સમયે અશોક પોતે પણ જેને જ હતા,
૧૭