________________
૧૨૮
અવંતિનું આધિપત્ય.
વાદીઓને સમજાવ્યા છતાં ન સમજ્યા ત્યારે તેઓને જૈન સંઘમાંથી બહિષ્કૃત કર્યા હતા.' આ બહિષ્કાર કરવામાં આવે ત્યારે તેના પ્રત્યાઘાત તરીકે જે કાંઈ બને તેથી જૈનસંઘની પ્રગતિ મર્યાદિત બની જાય એ સ્વાભાવિક છે, પરંતુ એથી જૈનસંઘને જે મહાન લાભ થયે છે તે એ કે, આજ સુધીમાં શ્રી મહાવીરનું તાત્વિક સ્થાવાદ દર્શન પ્રાય: એકધારું જ રહેવા પામ્યું છે. આચારની બાબતમાં પણ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી મૌલિકતા જ રાખવા આગ્રહ સેવા છે. પરિણામે કાલાદિ દેષથી અપવાનું અનુસરણ કરાયા છતાં સિદ્ધાન્તમાં અને વ્યવહારમાં આચારની મૌલિકતા આજે પણ અકબંધ રહેલી આપણે જોઈએ છીએ. આચારવિચારગત છંદતાના નાદે ચઢી બૌધ્ધાએ અને વૈદિકોએ જેમ ધર્મપ્રચારને સાધવા માંડે હતું તેમ જૈનો કદિ પણ કરી શકે જ નહિ એવું વ્યવસ્થિત અને મજબૂત તેમનું બંધારણ હતું. આ જ કારણે આષાઢાચાર્યના શિષ્ય, અશ્વમિત્ર અને ગંગાચાર્ય જેવાઓ પણ અંતે તે શ્રી જૈનશાસનના જ શરણે આવ્યા હતા એમ જૈનસાહિત્ય કહે છે. ૧૭૩ આમ છતાં આર્યમહાગિરિજીએ શાસન-પ્રભાવનાના કાર્યમાં આગળ વધતા આર્યસહસ્તિને સમાચાર શિથિલતાની બાબતમાં ઠપકે આપ્યા બાદ અંતે તે તેઓએ ઉદાસીનતા જ દર્શાવી છે. અને તેનું કારણ એ જ હેવા સંભવ છે કે, પ્રતિદિન સંહનનાદિની ઘટતી જતી સ્થિતિમાં સમય એવી જ રીતે મોક્ષમાર્ગનું રક્ષણ માગી રહ્યો હતો. જ્યારે મૌલિકતાને હાનિ પહોંચે એમ લાગતું ત્યારે તે સુવિહિતેએ અપવાદ માર્ગમાં થતા વિકારોને સર્વથા દૂર કરી સ્વચ્છતા જ સરજાવી છે એ જૈનસાહિત્યના અભ્યાસીઓથી અજાયું નથી.
અશોકે સર્વ ધર્મ પ્રતિ સમભાવ દર્શાવ્યો હતો એમ તેના કહેવાતા શિલાલેખેથી સમજાય છે. હિમવંત શૂરાવલી પણ કહી રહી છે કે, અશોક જૈનશ્રમણને વિદ્વેષી ન હતું. આ પરથી આપણે કહી શકીએ કે, આ સમયે જૈનશ્રમને વિહાર, ધર્મપ્રચારાદિમાં અનુકૂલતા જ હશે, પરંતુ કહેવાય છે તેમ રાજ્યાશ્રયને પામેલા બૌદ્ધધર્મના સવિશેષ વાતાવરણમાં, બૌદ્ધશ્રમણોના ધર્મપ્રચાર સાથે સરખાવતાં, જનશ્રમણને ધર્મપ્રચાર કેટલા પ્રમાણમાં હશે તે સાધનના અભાવે હાલ સમજવું મુશ્કેલ છે. આ પછી એટલે આર્ય સુહસ્તિ અને સંપ્રતિના સમયમાં જૈનધર્મને પ્રચાર અને પ્રવૃત્તિ ઉચિત પ્રયત્ન દ્વારા કરવામાં બાકી રખાઈ નહતી એનું સૂચન કરાયું છે અને તે સંપ્રતિના જીવનમાં સવિશેષ આલેખવામાં આવશે. આર્ય સુહરિતને લાંબે યુગપ્રધાનત્વકાલ વિશેષ ઝળહળતો હતો એ નિઃશંક હકીકત છે.
(૧૭૨) આવકચૂર્ણિ-પૂર્વબાગ પૃ. ૪૨૨, ૪ર૪ (ચતુર્થ અને પંચમ નિન્દવ વિષે વક્તવ્યતા)
(૧૭૩) આવશ્યકચૂર્ણિ–પૂર્વભાગ. પૃ, ૪ર૧ થી ૪૨૩ (ત્રીજા, ચેથા અને પાંચમા નિન્દવની વકતવ્યતાના અંતે.