________________
અવંતિનું આધિપત્ય.
૧૩૧ અશકને સમજાયું કે, કાકિણ યાચનાર કુણાલ છે કે તરત જ તેણે જવનિકા દર કરી દીધી ને તે પિતાના અંધ પુત્રને આંસુ નાખવા પૂર્વક ભેટી પડશે. તેણે પ્રશ્ન કર્યો કે, “કાકિણી જેવું અતિત છ કેમ માગવામાં આવે છે, પણ મન્ત્રીઓના કહેવાથી અશોકને સમજાયું કે રાજકુમારની ભાષામાં “કામિણને અર્થ અત્ય૫ મૂલ્યનું નાણું નહિ. પરંતુ રાજ્ય થાય છે, ત્યારે તે ખિન્ન થઈ બોલ્યો કે, કમનસીબે અંધ બનેલે તું રાજયને શું કરીશ ? વત્સ! તારી આ અસ્થાને માગણી કેમ ? જવાબમાં કુણાલે જણાવ્યું કે, મારે
ત્યાં પુત્રને જન્મ થયો છે. હું તમને પત્રજન્મની વધામણી આપું છું. અને તે પોત્રના માટે રાજ્ય માગું છું. કયારે જન્મે એના ઉત્તરમાં કુણાલે “સંપ્રતિ–હાલ જખ્યો છે એમ કહ્યું. એ સાંભળી અશકે તે બાળકનું નામ “સંપ્રતિ રાખી તેને પિતાનું રાજ્ય આપ્યું.”૧૮ બૃહકલ્પ શૂર્ણિમાં “રાજ્ય આપ્યું” પરિશિષ્ટ પર્વમાં “દશ દિવસ પછી દૂધપાન કરતા એવા પણ સંપ્રતિને અશોશ્રીએ પિતાના રાજ્ય પર સ્થાપ્યા;” કલ્પરિણાલીમાં “અશોકને પુત્ર કુણાલ અને તેનો પુત્ર ત્રણ ખંડને ભક્તા સંપ્રતિ હતે. એ રાજાને તેના દાદાએ જન્મતાં જ રાજ્ય આપ્યું હતું,” આવા જૈનગ્રંથોના ઉલ્લેખો કહે છે કે, સંપ્રતિને અતિ બાલ્યકાળમાં જ રાજય મળ્યું હતું, ૧૭૯ પરંતુ નિશીથચૂર્ણિ કહે છે કે, “અશોકે સંપ્રતિને કુમારભક્તિમાં ઉજયિની આપ્યું.”૧૮° આ પરથી બૃહ૪૯૫ર્ણિ વિગેરના “રાજ્ય’ શબ્દનો અર્થ યૌવરાજ્ય કરો કે “રાજય” જ કરે એ પ્રશ્ન છે. એને ઉત્તર બહુશ્રુત આપે તે ખરે, પણ એ તો નક્કી છે કે, આ પછીનાં કેટલાંક વર્ષ સુધી સંપતિનું પાલન અને રાજ્યનું સંચાલન અશકે જ કર્યું હતું. અશોકે આ સમયે સંપ્રતિને રાજ્ય આપ્યું હશે પણ તેને રીતસરનો અભિષેક તે કદાચ અશોકના મૃત્યુ પછી જ થયા હશે. કુણાલને રાજત્ત્વકાલ અને દ. રથને રાજત્વકાલ આઠ આઠ વર્ષ હતું એમ પુરાણે લખે છે, '૮' અને એ બન્નેને સંપ્રતિ પહેલાંના રાજકર્તાઓ તરીકે જણાવે છે
(૧૭૮) જુ આ અભિપ્રાયાઈ માટે પરિશિષ્ટ પર્વ. સર્ગ ૯ શ્લો. ૩૪ થી પર. (૧૭૯) “જિં વાતિ બંધો જો, ફળો અતિ-મમ પુત્તથિ સંત રામ
–વૃહત્કચૂર્ણિ. " अमोघवागशोकश्री-स्तं दशाहादनन्तरम् । सम्प्रति स्तन्यपमपि, निजे राज्ये न्यवीविशत् ॥
–પરિશિષ્ટ પર્વ. સનં. ૯ ૦ ૫ર " तस्य सुत: कुणालस्तन्नंद नस्त्रिखंडभोका सम्प्रतिनामा भूपतिरभूत् , स च जात. માગ પિતામહારાઃ –કપરિણાવલી (મ. મ. ધમસામરકત ક૫ત્રટીકા)
(૧૮૦) “જોળી રે કુમારમોરા gિor.” –નિશીથચૂર્ણિ (૧૮૧) મત્સ્ય સિવાયનાં પુરાણ. મત્સ્યપુરાણુ તે અશોક પછી સંપ્રતિને જ લાવે છે. જેમકે: "त्रिंशत्तु समा राजा, भविताऽशोक एव च। सप्तति (संप्रति) र्दश वर्षाणि, तस्य नप्ता भविष्यति ॥ राजा दशरथोऽष्टौ तु, तस्य पुत्रो भविष्यति ॥"
–મસ્યપુરાણુ અ૦ ૨૭૨