________________
૧૪૪
અવંતિનું આધિપત્ય.
ગધ હતી
પણ દેખાયું નથી. સંપ્રતિના રાજકાલ લાંબા છે. તેણે પ્રજાજીવનને બહુ જ સુખી અનાવવા પ્રયત્ન કર્યો છે. નિરન્તર ઉચ્ચ રહેલું તેનું નાગરિકત્વ આ સમય દરમીયાન અત્યુચ્ચુપણાને પામ્યું હતું. ઘણા સમયથી જૈનત્ત્વની ક્રીડાભૂમિ મુખ્યતયા તે અત્યારે અવન્તિ પણ બનવા પામી હતી. પરિણામે, જૈન ધમ'નાં વહેણ પશ્ચિમભરતમાં પૂના કરતાં વિશેષ વેગથી વહેવા માંડથાં હતાં. મહાવીરના જીન સમયની પ્રતિમાએથી અને આય મહાગિરિ, આય સુહસ્તિ જેવા જીવંત શ્રમણવાથી અવન્તિની ભૂમની પવિત્રતા આજે મગધની ભૂમિની પવિત્રતા જેટલું જ ભારતની જનતાનું આકષણ કરી રહી હતી. અવન્તિસુકુમાલના પુત્રે પાતાના પિતાના સ્મરણમાં ઉજિયનીના શ્મશાને ‘મહાકાલ’ પાર્શ્વનાથનું ચય બંધાવી ઉપરાક્ત પવિત્રતામાં આ સમયે જ વધાશ કર્યો છે એ જૈનસાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. પછીથી પણ સે'કડા વર્ષ સુધી રાજધાની તરીકે ઉજયનીનું મહત્ત્વ રહેવા સજા'યું હતું એમ મળી આવતા ઇતિહાસ આપણુને કહી રહ્યો છે. અસ્તુ, હવે આપણે સંપ્રતિ પછીની એક વર્ષ સુધી વ્યાપેટી અરાજકતા વિષે લખીએ તે પહેલાં ગત સમયમાં થયેલા શ્રી સ્થૂલભદ્રથી લઈ આર્ય સુહસ્તિ સુધીના જૈન ચુગપ્રધાનેાના સંબંધી કેટલીક મહત્ત્વની નોંધ લઈએ.
ચદ્રગુપ્તના રાજ્યાર’ભથી ૧૫ વર્ષ' એટલે મ. નિ. ૧૭૦ વર્ષે શ્રી ભદ્રમાડું સ્વર્ગસ્થ થયા કે તેમના સ્થાને શ્રી સ્થૂલભદ્ર યુગપ્રધાન પદ પર આવ્યા. તેના યુગપ્રધાનત્ત્વના કાલ ૪૫ વર્ષ હતા. એ સમય દશ્મીયાન ચન્દ્રગુપ્તને રાજ્યાંત અને ચન્દ્રગુપ્ત પછી આવેલા તેના પુત્ર બિન્દુસારને પણ રાજ્યાંત થઇ ગયા. અશાકના રાજત્વકાલની શરૂઆતનાં વર્ષોમાં પણ અતિવૃદ્ધ થયેલા એ મહાસ’યમશીલ યુગપ્રધાનનું અસ્તિત્ત્વ હતું. એમની યુગપ્રધાન તરીકેની પ્રવૃત્તિ-પ્રભાવના વિષે કાંઇ પણ જાણવા જેવું આજે આપણને મળતું નથી. શ્રી સ્થૂલભદ્ર મ. નિ. ૨૧૫ વર્ષ' કેટલાક મહિના અધિક ૯૯ વર્ષની વયે સ્વસ્થ થયા તેથી પહેલાં એક વર્ષ એટલે મ. નિ. ૨૧૪મા વર્ષે શ્વેતમ્બિકા નગરીમાં આષાઢાચાયના શિષ્યાથી ૮ અવ્યક્તનિદ્ભવખતવાદ પ્રવત્યેા હતા, કે જેના અવ્યક્તમતવાદીઓને શગૃહના મૌયવંશીય રાજા ખલભદ્રે યુક્તિપૂર્વકના ભય-દબાણુથી સમજાવી તેમના એ અવ્યક્તમત છેડાવ્યો હતા. આ સમય દરમીયાન મગધમાં રાજગૃહીની પેટાશાખા પર મૌય રાજાના અસ્તિત્ત્વથી ડૅ!. હાન ચાકેાખી એવા વિચાર પર જાય છે કે, મૌય સામ્રાજ્યની સ્થાપના જૈનકાલગણનાના આધારે ચાલુ જૈન સંપ્રદાય કહે છે તેમ મ. નિ. ૨૧૫ વર્ષે નહિ, પરંતુ પહેલાં એટલે હેમચંદ્રાતિ કહે છે તેમ મ. નિ. ૧૫૫ વર્ષે થયેલી હાવી જોઈએ. આની સામે એવી દલીલ કરી શકાય તેમ છે કે, મ. નિ. ૨૧૪માં અન્યક્તમતની ઉત્પત્તિ બાદ અમુક વર્ષે તેને સમજાવ્યે તે દરમીયાન ચન્દ્રગુપ્તે નીમેલે ખલભદ્ર રાજગૃહીમાં શજ્ય કરતા હાય તા ત્યાં મ. નિ ૨૧૫ વર્ષ વીત્યા બાદ મો વંશ સંભવી શકે છે; પરંતુ મારી માન્યતા પ્રમાણે ચન્દ્રગુપ્તના પાટલીપુત્રમાં રાજ્યાભિષેક બાદ લગભગ ૧૪ વર્ષ સુધી રાજગૃહીમાં છેલ્લા નંદજ રાજા તરીકે રહ્યો હાઈ