________________
અવંતિનું આધિપત્ય
૧૧૧ રાવલી, બૌદ્ધ અને શિલાલેખથી સિદ્ધ થતી હકીકતને ન માનતાં અશોકનું ધર્મ પરિવર્તન તેના શયાભિષેકથી નવ વર્ષે એટલે મ નિ. ૨૨૦ વર્ષે કેવલ કલ્પનાના આધારે જ લઈ જવું એ સર્વથા અનુચિત છે. આથી સમજાશે કે, સંશોધકે જે, “કલિંગની જીતના સમયે થયેલા નરનાણાદિ વિનાશના પશ્ચાત્તાપે અશોકનું બૌદ્ધધર્મ પ્રતિ આકર્ષણ થઈ રાજ્યાભિષેકથી દશ વર્ષો વીત્યા બાદ તે સંધિ કને ગયે (તેની) શિકાર વિગેરેથી યુક્ત એવી વિહાયાત્રા બંધ થઈ અને ધાર્મિક હેતુઓને પોષણ કરતી ધર્મયાત્રા સ્થાપન થઈ” આવી રીતે અશોકના આઠમા મુખ્ય શિલાલેખના આષાર કહી રહ્યા છે, તે એક ભ્રમણા જ છે. અશોકને કલિંગના વિનાશના કારણે શોક અને પશ્ચાતાપ થયું હતું અને તેણે શસ્ત્રવિ જપ કરતાં ધર્મવિજય જ કર્તવ્ય તરીકે સ્વીકાર્યો હતે, એ સર્વ વારસાગત જનત્વની અને સ્વીકૃત બૌદ્ધત્વની અસરનું પરિણામ હતું. અહિં એ સવાલ થાય કે, પહેલાં જન અને પછી બૌદ્ધ એ એક અશોક જે મહારાજા ખૂનરેજી ભરેલું યુદ્ધ ખેલી શકે કે? હા. ખેલી શકે બનતી સર્વ રીતે યુદ્ધના આવી પડતા પ્રસંગે ટાળવા પૂર્વક ગૃહસ્થાનો અને તેમાં પણ ખાસ કરીને રાજદ્વારી જીવન જીવનારાઓને જૈન શાસ્ત્ર પ્રણીત સર્વાગ સુંદર એવો પણ અહિંસાધર્મ ભિન્ન ભિન્ન વિષયોમાં અવનવી મર્યાદામાં હોય છે, એમ જૈન ઇતિહાસ પરથી જાણવા મળે છે, તે પછી બૌદ્ધશાસ્ત્રપણીત અહિંસાના ઉપાસકોના માટે કહેવું જ શું? અશોક કલિંગના યુદ્ધ માટે શોક–પશ્ચાત્તાપ કરે છે તે, આવી પડેલું યુદ્ધ લડયો તે માટે નહિ, પરંતુ વિજય મેળવી કલિંગને પરાધીન કરવા યુદ્ધ લડયો તે માટે. જે એમ ન માનીએ તે, બૌદ્ધગ્રંથના અને તેના શિલાલેખેના કેટલાક ઉલેખેને પરસ્પર મેળ જ ન મળી શકે.
બૌદ્ધગ્રંથોમાં ૫૦ કહેવાયું છે કે; “બિંદુસારની બીમારીના સમયે અશોક ઉજયિનીમાં હતું, તેના પિતાની બીમારીના સમાચાર મળતાં જ તે પાટલી પુત્ર આવ્યા. આ પછી તેને રીતસર રાજ્યાભિષેક ૪ થા વર્ષે થયો હતો. દરમીયાન તેણે પોતાના એક લઘુ બંધુ સિવાય સર્વ બંધુઓની કતલ કરી નાંખી. એવી રીતે બીજી પણ કેટલીક નિર્દય સાફસુફી કરી તે રીતસર મગધ સામ્રાજ્યનો સમ્રાટ બળે.” બૌદ્ધરાણ તિષ્યરક્ષિતાની સાથે તેને લગ્નસંબંધ થયા પછી પણ, જોકે તે બૌદ્ધધર્મ સ્વીકાર કરી ચૂક્યું હતું છતાં ય તેનામાં ઉગ્રતા, ક્રૂરતા અને અસહિષ્ણુતા હતી એવા ઉલ્લેખો બૌદ્ધ સાહિત્યમાંથી મળી આવે છે. તેના સ્થાપેલા નરકાલયની કહાણી એવા જ તેના સ્વભાવની સાક્ષી પુરે છે. વળી ત્યાં એમ પણ કહેવાયું છે કે, “તેના પુત્ર કુણાલને અંધ બનાવવામાં સામેલ થનારા પાંચસે મત્રીઓને તેણે કતલ કર્યા હતા.”
અર્વાચીન કેટલાક ઈતિહાસકારને ૫૧ બૌદ્ધના અશોકના સંબંધી ઉપરોકત (૧૫) દિવ્યાવદાન વિગેરે.
(૧૧) મી. સ્મીથ વિગેરે, જુવો મ. સ્મીથનો ઉલ્લેખ “હિન્દુસ્તાનને પ્રાચીન ઇતિહાસ” (ગુ. ૧. સે.) પૃ. ૨૦૮