________________
અવંતિનું આધિપત્ય.
૧૨૩ ધાર્મિક કાર્યો કર્યા છે અને એ વખતે તે વ્યવહારમાં બૌદ્ધધમી જ હતો, પરંતુ માનવાને કારણ છે કે, બૌદ્ધોની દષ્ટિએ જેવો એક બૌદ્ધ હોય તે તે સદાને માટે ન રહ્યો છે જોઈએ. “ભાબ્રના શિલાલેખમાં “ભદ્રત અને સંબંધી તે પિતાના બૌદ્ધત્ત્વની ખાત્રી આપવા જેવું જ વલણ ધરાવે છે તે બતાવે છે કે, તેની ધાર્મિક પ્રવૃત્તિમાં તેને મતભેદ હેય યા તો તે તેમાં સંપૂર્ણ ન પણ હોય કે શંકાની નજરે જેવાતે હેય. મને નથી લાગતું કે, એ જમાનામાં અશોક જેવા સમ્રાટને માટે નિષ્કારણ એવી ઔપ. ચારિક એકરારની આવશ્યકતા હોય.
“પોતાના જીવનના અંતિમ દિવસે માં અશોક પોતે કરેલા નિર્ણય મુજબ બૌદ્ધસંઘને ચાર કરોડ દ્રવ્ય દેવા ઈચ્છતા હતા, પરંતુ મન્ત્રીઓની સલાહથી તેના પૌત્ર સંપ્રતિએ તેને તેમ કરતાં અટકાવ્યા. લાચાર બનેલા અશોકે મરતાં મરતાં તે દ્રવ્યના બદલામાં સમુદ્રપર્યન્ત મહાપૃથિવી લખી આપી. એ દ્રવ્ય આપી પૃથિવી છોડાવ્યા બાદ જ સંપ્રતિને રાજ્યાભિષેક થયો.” આવા અભિપ્રાયનું વિશેષ વિસ્તારવાળું લખાણ અશકાવદાનાદિ બૌદ્ધગ્રંથમાં મળે છે. અશોકના મૃત્યુ બાદ બૌદ્ધસંઘારામને માટે દ્રવ્ય મેળવવાને લાગતા વળગતા રાધગુપ્ત વિગેરે બૌદ્ધાનુયાયીઓનું કઈ કાવતરું જે જાયું હતું એ વનિ ઉપરોક્ત લખાણમાંથી નીકળે છે. આ કાવતરા પર, અને ઘણા કાળ સુધી પિતાની સ્તુતિનું પાત્ર બનેલ અશક પિતાના ધાર્મિક તંત્રમાંથી સરી જઈ સંઘારામને કરોડોના દ્રવ્યની મદદ કરતો અટકી ગયો હતો તેની બીપાનુયાયીઓ પર થતી ખરાબ અસર પર, પડદે નાખવાની ખાત૨ જ અશોક જેવા સમ્રાટની લાચારી અને ધર્મઘેલછાનું પ્રદર્શન કરી સંપ્રતિ જેવા મહાનુભાવને લોભાન્ડ ચીતરવાનો પ્રયાસ, ખરેખર, બોધગ્રંથાએ કર્યો હોય એમ લાગે છે. ત કવિના પિતા કુણાલ અને માતા શરશ્રી એ જૈન હતાં. સંપ્રતિ પણ, જો કે વિશિષ્ટ પરમહંત પાછળથી-આર્યસુહસ્તિના દર્શનથી થયેલા જાતિસ્મરણ બાદ થયો હતો, પરંતુ શ્રીહેમચંદ્રસૂરિના કથન મુજબ સામાન્ય પરમાત તે જન્મથી જ હતે. એને જૈનત્વ વારસાગત મળ્યું હતું. મગધ સામ્રાજ્યને વારસ જૈન હોય એ બૌધ્ધોને પાલવતું ન હતું, તેથી તેઓ એ વસ્તુને મીટાવવા મથતા હતા અને રાજકુટુંબનાં તથા મન્નિવર્ગનાં માણસોને ઉપગ કરી કાર્ય સાધવા કાવતરાં કરાવવા દોરી સંચાર કરતા હતા. કુણાલને માટે યોજાયેલું કાવતરું એવા જ પ્રકારનું હતું. જૈનસાહિત્ય એ કાવતરા વિષે લખી રહ્યું છે, તેને ભાવાર્થ આ પ્રમાણે છે –
અશકને કુણાલ નામે પુત્ર થયે. તેને કુમારભુક્તિમાં ઉજયિની આપી ત્યાં સંરક્ષણ પૂર્વક રાખતાં તે આઠ વર્ષથી વધારે વયને થયે. અશેકે નીમેલા બાલધારકોએ કુણાલની આ વય વિષેની અશકને માહિતી આપતાં તેણે એક પત્ર દ્વારા “મારે અધયક' કુમાર અધ્યયન કરો એવી સૂચના પિતાના એ પ્રિય યુવરાજ પુત્રને આપી. આ પત્ર લખ્યા બાદ અશોકનું ચિત્ત કઈ અન્ય કાર્યમાં પરેવાતાં, તે પત્રમાંની હકીકતથી પરિ