________________
૧૧૮
અવંતિનું આધિપત્ય. સાલ મ. નિ. ૨૩૯ વર્ષે એટલે કે અશોકના રાજ્યાભિષેકના ૨૮ વર્ષ વીત્યા પછીની ઉલલેખેલી છે તે, પ્રિયદર્શી રાજા અશક હોતાં તેના તેરમાં મુખ્ય શિલાલેખના ચાલુ વાંચન પ્રમાણે મનાતી સાલ-રાજ્યાભિષેકથી ૮ વર્ષ વીત્યા પછીની સાલ–સાથે મળતી આવતી નથી, અને છસો વર્ષ પછીના થરાવલી ગ્રંથના કરતાં અશકે કતરાવેલા શિલા. લેખને પુરશે અશોકની કલિંગવિજયની સાલ નક્કી કરવામાં વધારે મજબૂત ગણાય; અને તેથી ઉપર કરેલી ચર્ચા પરથી શંકા ઉઠે છે કે, તેમાં મુખ્ય શિલાલેખમાં કલિંગવિજયની સાત સૂચવતે પાઠ અશુદ્ધ કે અશુદ્ધ વાંચનવાળે તે નહિ હોય ! “અકવીસ મિત્તિ
' પાઠના સ્થાને કેતરાતાં કે વંચાતાં ર’ એ અક્ષરો તેમાંથી ગલત થયા હોય અને એ રીતે ૨૮ નાં ૮ વર્ષ થઈ ગયાં હોય તે. જે તેરમાં મુખ્ય શિલાલેખ ચૌદ મુખ્ય શિલાલેખ કેતરાવ્યાનાં મનાતાં સાત સ્થાનમાં પબધે મળી આવતું હોય તે ઉપરાત પાઠવિષેની શંકા કદાચ ઓછી થાત પરંતુ એ તેરમો શિલાલેખ ફક્ત ત્રણ જગાએ ૧૫૮ જ મળી આવે છે, અને તેમાં ગિરનારની નકલમાં વિવાદાસ્પદ પાઠ ભુંસાયેલો છે, તેથી તે શંકા દૂર કરવામાં કામ લાગે તેમ નથી.૧૫૯ જ્યારે કાશીની નકલમાં શિલા ફાટવાળી અને ખડબચડી હોવાથી તેની લીસી કરાયેલી સપાટી પર તેરમો શિલાલેખ હેઈ ત્યાં ૧૦ થી ૧૪ સુધીના શિલાલેખો અનુક્રમે મોટા થતા અને પૂર્વના શિલાલેખેથી જુદા પડતા અક્ષરોમાં પાછળથી લખાયલા જેવા લાગે છે, એટલે તેમને પાઠ પણ શંકા દૂર કરવામાં વધારે કામ ન લાગે. હવે ઉપરોક્ત શંકાને દૂર કરવા ફક્ત એક શાહબાઝગઢીમાંને તેરમો શિલાલેખ આપણી સામે ઉભે છે. અશોક પિતાના ચૌદમા મુખ્ય શિલાલેખમાં સંભવિત ભૂલને સ્વીકાર કરે છે તેમ, લિપિકારથી ભૂલ થઈ હોય અથવા તે કંઈ પ્રકારે અવ્યવસ્થિત અક્ષરોને લઈ અશુદ્ધ વાંચન થયું હોય ને એ શિલાલેખથી ૨૮ ના બદલે ૮ વર્ષ સંશોધકોની પકડમાં આવી ગયાં હોય તે, એમ શંકા રહે છે. આવી સ્થિતિમાં
(૧૫૭) (૧) પેશાવરની વાયવ્ય ૪૦ માઈલ પર મુફઝાઈના મુલકમ શાહબાઝગઢી આગળ; (૨) પંજાબમાં હઝારા (ઉર્જા) જીલ્લા માં માનસે આગળ, (૩) મસુરીથી ૧૫ માઇલ પશ્ચિમે હિમાલયના નીચા ભાગમાં કાલસિ આગળ, (૪) મુંબઈ ૫સે થાણુ જીલ્લામાં સાપ રા આગળ, (૫) કાઠીઆવામાં જૂનાગઢ પાસે ગિરનાર આગળ, (૬) એરિસાના કટક જીલ્લા માં ભુવનેશ્વરની દક્ષિણે ધૌલી કાગળ, (૭) મદ્રાસ ઇલાકાના ગંજામ છલ્લામાં જેગઢ આગળ.
–ઉંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ–પૂર્વાર્ધ. (ગુ વ૦ સે.) ટી ૧ પૃ. ૨૨૪ (૧૫૮) (૧) શાહબાઝગઢી (૨) કાલસિ (૩) ગિરનાર.
અશેકચરિત (ગુ વ. સોનું) ચૌદ મુખ્ય શિલાલેખ પરનું વિવેચન, પૃ. ૨૨૮. (૧૫૯) (શાસન ૧૩મું) [ બટરમિશિતણ લેવાને બિયર બ્રિગતિને ગો ] બો कलिंगा [ विजित ] वज तता पछा अधुना लधेसु कलिंगेसु तीवो घंमवायो०
ગિરનારના શિલાલેખમાં ૧૩મું શાસન લખાયેલું છે તેમાં [ ] ચોકીની નીશાનીવાળા પાઠ ભુસાયેલ હોઈ તે પાઠને અન્ય સ્થળના પાઠથી પરવામાં આવ્યું છે.