________________
અવંતિનું આધિપત્ય.
એના દુષ્કૃત્યને પુરેપુરો બદલો મળી ગયો હતે. આત્માર્થે ઉઘુક્ત થવા પહેલાં ચાણાયે ગોઠવેલા પ્રયોગથી એ સુબધુ મન્ત્રીની પાસેથી સદાનાં સુખ અને શાન્તિ ચાલ્યાં ગયાં હતાં. બિન્દુસારે તેને નિર્વાસિત કર્યો હોય કે સ્વયં નિવસિત થયે હેય, ગમે તેમ પણ તેનું જીવન આ પછીથી મૃત્યુના કરતાં ય ઘણું જ ખરાબ અને રઝળતું રખડતું થઈ ગયું હતું. ૧૪૦ વિષ્ણુગુપ્ત અથવા કેટલયના નામે ઓળખાતા, ચન્દ્રગુપ્તના રાજવંશના વિધાતા ચાણકયની સુખધુ પ્રસંગની હકીકત લખતાં શ્રી હેમચંદ્રસૂરિ તેને શ્રદ્ધાળુ જેન તરીકે જ આલેખે છે. પછી ભલેને, તેનું એ જૈનત્વ અત્યચ્ચ આચારની હરોળનું ન હોય, સામ્રાજયના મહાન સંચાલક એક મન્દીશ્વર તરીકે અમુક હદમાં મર્યાદિત હેય.
સમ્રાટ બિન્દુસારના રાજયનો વિસ્તાર અને તેનું બંધારણીય તંત્ર. તેના પિતા ચંદ્રગુપ્તના સમયમાં જે હતું. તેમાં ભાગ્યે જ ફેર પડી હતે; છતાં એમ લાગે છે કે, તેનો
રાષ્ટ્ર પરનો કાબુ કંઈક ઓછો થયો હશે. કારણ કે તેના પુત્ર અશોકના સંબંધમાં લખતાં હિમવંત શૈશવલી સૌરાષ્ટ્ર આદિ દેશને સ્વાધીને કરવાની વાત કહી રહી છે ૧૪૧ નિશીથચણિ. કાર તે સૌરાષ્ટ્ર જીતવાની વાત સંપ્રતિના નામે ચઢાવે છે, ૧૪ જ્યારે કપર્ણિકાર સૌરાષ્ટ્ર જીતવાની એ વાત સ્પષ્ટ લખતા જ નથી. આ સર્વ પરથી માનવાને કારણ મળે છે કે ચંદ્રગુપ્ત સૌરાષ્ટ્ર જતી ત્યાં સુ નીમ્યા હતા, કે જેની મારફત સુદર્શન તળાવ બનાવરાવ્યું હતું પરંતુ બિન્દુસારના સમયમાં તે સુબાગિરિએ સ્વતન્નતા પકડી હશે, જેથી અશોકે તે પ્રદેશને ફરી પિતાને સ્વાધીન કરી ત્યાં પેલો ગિરનારને સુપ્રસિદ્ધ શિલાલેખ કતરાવ્યો હતું. આ પછી અશોકનું મૃત્યુ થયા બાદ કે તેના મૃત્યુની નજીકનાં છેલ્લાં વર્ષોમાં સૌરાષ્ટ્રના સુબાએ સ્વતંત્રતા ધારણ કરી હશે કે જેથી સંપ્રતિને તેને તાબે કરવા પ્રયત્ન કરવો પડયો હતે. નારાજાઓના સમયથી જ મગધ સામ્રાજ્યના પ્રાંતમાં મહામાત્ર સુબાએ નીમવામાં આવતા હતા, તેમાં અવન્તિના સુબાનું સ્થાન વધારે ગૌરવવંતુ હતું. નન્દજાઓ અવતિમાં સુબાપદે રાજવંશીયને જ નમતા કે કેમ એ જાણવાનું સાધન નથી, પરંતુ અશોકના સમયમાં ઉજજયિનીની “ભકિત' યુવરાજને જ અપાતી હતી એવા સ્પષ્ટ લેખથી જણાય છે કે, ચંદ્રગુપ્તના સમયથી ઉજજયિનીના સૂબાપદે યુવરાજ કે રાજકુમારને જ નીમવાની પ્રથા હશે. મૌયોના સમયમાં ઉજયિનીનું સ્થાન પાટલીપુત્રથી ઝાઝુ ઉતરતું ન હતું. બિન્દુસારના રાજત્વકાલનાં છેલ્લાં વર્ષોમાં ત્યાં અશક સુબા તરીકે હતે, કે જે તેના પછી ચમ્રાટુ છે.
(૧૪૦) સુબધુ અને ચાણક્યનું અંતિમ જાણવા માટે જુવે પરિશિષ્ટ પર્વ. સ. ૮ શ્લે. ૪૬ થી ૪૬૯. (૧૪૧) “ (મો) &િા-મદુ-ફાઇ-કવ િરહીfજ શિકા-"
હિમ થેરા, પૃ ૪ (મુકિત) (१४२) "तेण सुरविसयो अंधा दमिला य ओयविया"