________________
૧૦૮
અવંતિનું આધિપત્ય. ૧૬ર વર્ષે ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક, ૨૧૮ વર્ષે અશોકનો રાજ્યાભિષેક અને શ્રેણિકના રાજ્યાભિષેકથી ૧૧ વર્ષે અશકને રાજ્યાંત કહ્યો છે, પરંતુ જે એ ભૂલભરેલા વધારાનાં ૧૪ વર્ષ ન ગણીએ તે, ખરી રીતે બુદ્ધનિર્વાણથી ૧૪૮ વર્ષે ચન્દ્રગુપ્તને રાજ્યાભિષેક, ૨૦૪ વર્ષે અશાકને રાજ્યાભિષેક અને શ્રેણિકના રાજ્યાભિષેકથી ૨૯૭ વર્ષે અશોકને રાજ્યાત આવે; મહાવીર નિર્વાણુથી બુદ્ધનિર્વાણ ૭ વર્ષ પછી અને શ્રેણિક રાજ્યાભિષેક પ૩ વર્ષ પહેલા છે. એ હિસાબે ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક મ. નિ. ૧૫૫ વર્ષે, અશોકને રાજ્યાભિષેક મ. નિ. ૨૧૧ વર્ષ અને અશકને રાજધાંત મ. નિ. ૨૪૪ વર્ષે બંધ બેસત થઈ જાય છે. હિમવતઘેરાવલી મ. નિ. ૨૦૯ વર્ષ અશોકના રાજ્યની આ લખતા અનભિષિક્તકાલ અને અભિષિક્તકાલ એ વિભાગ પાડતી જ નથી.
અન્ય જૈનસાહિત્ય સંગ્રતિના પ્રસંગ સિવાય અશોક વિષે કાંઈ લખતું નથી, પરંતુ હિમવંતર્થરાવલી તેના વિષે આ પ્રમાણે લખે છે –
અશક પહેલા જૈનધર્માનુયાયી હતે પણ રાજ્ય પ્રાપ્તિથી ચાર વર્ષ પછી તે બૌદ્ધશ્રમને પક્ષ કરી પોતાનું પ્રિયદર્શી” અવું બીજું નામ સ્થાપી બૌદ્ધધર્મની આરાધના માં તત્પર થયો. ભારે વિક્રમશાળી એ રાજાએ કલિંગ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર વિગેરે દેશોને જીતી ત્યા બૌદ્ધધર્મને પ્રચાર કરવા પૂર્વક અનેક બોદ્ધ વિહારે બનાવરાવ્યા, ચાવતુ પશ્ચિમ પર્વત વિધ્યાચલની તળેટી વિગેરેમાં તેણે બૌદ્ધાદિ શ્રમણ-શ્રમણીઓને ચોમાસામાં રહેવા માટે અનેક લે-ગુહાગૃહો કેતરાવ્યાં અને ત્યાં વિવિધ આસનવાળી અનેક બોદ્ધપ્રતિમાઓ સ્થાપના કરી. ગિરનાર પર્વત વિગેરે ભિન્ન ભિન્ન સ્થાનમાં સ્તૂપ, શિલા, વિગેરે પર પિતાના નામથી અંકિત એવા આજ્ઞાખો તેણે કેતરાવ્યા, સિંહલ, ચીન, બ્રહ્મદેશ, આદિ દ્વીપમાં બૌદ્ધધર્મને વિસ્તાર કરવા માટે એ રાજાએ પાટલીપુત્રમાં બૌદ્ધસાધુઓને ગમેલાપક-સંઘ સિગતિ કરી તેના સમ્મતિ પ્રમાણે અનેક બૌદ્ધસાધુઓને તે તે દેશમાં મોક૯યા. જૈનધર્મના શ્રમણ-શ્રમણીઓનું પણ સન્માન કરતે તે તેમના પ્રતિ કયારે ય દેવ ધારણ કરતે ન હતો.”૧૪૩
(१४३) “से घि य णं पुचि जिणधम्माणुणीओ भासी । पच्छा रज्जलाहाओ चउवासाणंतरं सुगयसमणपक्खं काऊण णियं दुचं पियदंसीणामधिज्ज ठाइत्ता सुगयपरूपियधग्माराहणपरा जामी भईविकमाकंतमहीयलमंडला से कलिंग-मरहट्ट-सुरहाइ-जणवयाणि साहिणाणि किच्चा तत्थ सुगयघम्मवित्थरं काऊणाणगे सुगयधग्मवित्थरं काऊणाणंगे सुगर्यावहारा ठाइया जाव पच्छिमांगरिम्म विज्झायलाइसु सुगयाइसमण-समीणं वासावासमदृणगे लेणा किणाइया, अणेगे सुगयाडमाओ विविहासद्विआ तत्थ ठाइमा । उन्जितसलारणाणाठाणेसु णियणाकिया माणालेहा थूभसिलाइसु उक्विणाइया। सीहल-चीणबंभाइदीवेसु सुगयधम्मवित्थरहें पालिपुत्तम्मि जयरे सुगयसमणाणं गणमेलावर्ग किच्चा तस्स गं सम्मयाणुसारेणं अणेगे सोगयसमणा तत्थ तेण पेसिया । जिणधम्मिणं णिग्गंठणिग्गंठीणं वि सम्माणं कुणमाणो से ताणं पइ कया वि दोसं ण पत्तो।"
હિમ ઘેરા ૫. ૪ (મુકિત)