________________
૯૨
અવંતિનું આધિપત્ય.
બિન્દુસાર ૧૮૪-૨૦૯ ૨૫ ૧૭૯-૨૦૭, ૨૮ ૧૭૯-૨૦૪, ૨૫ અશેક (અનભિષિક્ત) (૨) ૨૦૭-૨૧૧, ૪ ૨૦૪-૨૦૮, ૪ અશોક ૨૦૯-૨૪૪ ૩૫ ૨૧૧-૨૪૪, ૩૩ ૨૦૮-૨૪૪, ૩૬
ચંદ્રગુપ્તાદિ ત્રણ રાજાઓના રાજત્વકાલ વિષેને ઉપરક્ત મતભેદ, ચંદ્રગુપ્ત પાટલીપુત્ર લીધું ને ત્યાં તેને રાજ્યાભિષેક થયો તે પહેલાં તેણે કોઈક પાર્વતીય પ્રદેશમાં પાંચેક વર્ષ રાજ્ય કર્યું હોય તેને લીધે છે કે અશોકને રોક્યારંભ અને રાજ્યાભિષેક એ બન્નેના અંતરની અનિશ્ચિતતાને લઈને છે, એ સંબંધમાં ખાત્રીબંધ પુરાવાના અભાવે કાંઈ પણ કહી શકાય તેમ નથી.
નન્દરાજાથી અપમાનિત થએલા રાજનીતિજ્ઞ અને સમર્થ અર્થશાસ્ત્રી ચાણકયે મૌર્ય ચન્દ્રગુપ્તને આગળ કરી વિવિધ પ્રયત્નથી અને છેવટે હિમવસ્કૂટના રાજા પર્વતકની મદદની પ્રાપ્તિથી નન્દના પાટલીપુત્રને કજો મેળવ્યો. ચાણકયે કરેલી શરત પ્રમાણે અર્ધરાજ્યને ભાગીદાર બનનાર પર્વતક વિષથી પોષાયલ કન્યાના પ્રસંગથી મૃત્યુ પામતાં ચાણકયે ચંદ્રગુપ્તને મગધને સમ્રા બનાવ્યા, એટલું જ નહિ, પરંતુ તેણે મગધ સામ્રાજ્યને વધારે વ્યવસ્થિત, સમૃદ્ધ અને વિસ્તૃત કરવા સાથે નિર્ભય અને પ્રતાપી પણ બનાવ્યું. ૧૫
શ્રી હેમચંદ્રસૂરિજી ચંદ્રગુપ્તને નન્દરાજાના મયૂરપષ મહત્તરની પુત્રીના પુત્ર તરીકે ઓળખાવે છે અને તેને મૌર્ય તરીકે લખે છે. તેઓશ્રી ચંદ્રગુપ્તના પિતાની બીલકુલ ઓળખ આપતા નથી તેમ તેની માતાનું નામ પણ જણાવતા નથી પરંતુ બૌદ્ધગ્રંથોથી જાણવા મળે છે કે, મેરિય એટલે મૌય એ ક્ષત્રિય હતા. ૧૧૭ વૈદિકગ્રંથોમાં ચંદ્રગુપ્તની
(૧૧૫) આ પરગ્રાફની હકીકત સાથે આવશ્યકર્ણિ (પૂર્વભાગ પૃ. ૫૬૩ થી ૫૬૫ ), પતિહિષ્ટપર્વ (સમાં ૮, ક્ષે. ૧૯૪ થી ૩૭૬ ) વિગેરે જૈન સાહિત્ય અને મત્સ્યપુરાણાદ, મુદ્રારાક્ષસ ( ઉપદ્રવાત) વિગેરે વૈદિક સાહિત્ય એક મત છે. કથાસરિત્સાગર (કયાપીઠલમ્બક, તરંગ ૫) ચન્દ્રગુપ્તના રાજ્યપ્રાપ્તિમાં કટાલને આગળ કરી ચાણકયદ્વારા નન (ગાનજ) ધાદિનું વિધાન કરે છે, પણ તે સંપ્રદાયાગ્રહમૂલક હેઈ બહ૦થાનું સ્વૈચ્છિક રૂપાન્તર છે અને તેથી અવિશ્વસનીય છે.
(૧૧૬) પરિશિષ્ટ પર્વ સર્ગ ૮, . ૨૩૦ થી ર૩૮, આવશ્યકર્ણિમાં પણ એમ જ કહેવામાં આવે છે. જેમકે –
"नंदस्स मोरपोसगा, तेसिं गामं गतो परिस्वायलिंगेणं, तेलि महत्तरधी(धूताए चंदपीयते વો વાતો x x x અવરે પુરો જાતો” આવશ્યક ચૂર્ણ પૂર્વભાગ પૃ. ૫૬૩
ચૂર્ણિકાર પણ ચન્દ્રગુપ્તના પિતા ને માતાનું નામ આપ્યું નથી. (૧૧૭) ડે. ત્રિભુવનદાસ લ. શાહ પ્રાચીન ભારતવર્ષ–ભાગ બીજે, પૃ ૧૩૯, ટી. ૨૦માં આવી રીતે જણાવે છે;-“જે. કે. ઈ. ૫ ૧૩ર –મહાવંશમાં તેને મેરિયા ક્ષત્રિય જાતિને પુરુષ મો છે, દબાવદાનમાં ચન્દ્રગુપ્તને પુત્ર બિંદુસાર પિતાને ક્ષત્રિય મૂર્ધાભક્તિ ગણાવે છે. તે જ પ્રયમાં બિંદુસાપુત્ર અશોક પિતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. (જુ કાવેલ અને નાઈલનું દિવ્યાવધાન પ. ૩૭૦ )” ડોકટર મહાશયે જેનું ભાષાંતર કર્યું છે તે ઈગ્રેજી મળ પણ અહિં આપ્યું છે.