________________
અવંતિનું આધિપત્ય. એકંદર રીતે લેખકે ચન્દ્રગુપ્તના પિતાના નામથી કે મૌર્યેથી બહુ ઓછા જ પરિચિત અથવા તે અપરિચિત જ છે, એમ મને તે લાગે છે. બાકી ચાણકય વિષે તે હેમચંદ્રસૂરિજી લખે છે કે,'૧૯ “ગોલ દેશમાં ચણકામે ચાણકયનો જન્મ થયો હતો. તેના પિતાનું નામ ચણી અને માતાનું નામ ચણેશ્વરી હતું. તેઓ પરમજૈન બ્રાહ્મણ હતાં. મુનિઓએ સદંત જન્મેલા ચાણકય બાલકને માટે રાજયપ્રાપ્તિનું સૂચન કરતાં ચણીએ એ બાલકના દાંત ઘસાવી નાખ્યા, પણ ચણીએ એ દાંત ઘસાવી નાખવાની હકીકત મુનિઓની આગળ નિવેદન કરતાં તેને મુનિઓએ કહ્યું કે, “આ કૃત્યથી બાલક રાજા નહિ, પણ બિમ્બાન્તરિત રાજા થશે, એટલે કે રાજાને એક પુતળા તરીકે રાખી રાજ્યક્તા થશે.” આપણે ભારતીય સાહિત્ય પરથી જાણીએ છીએ કે, ચાણકય રાજા નહિ, પણ રાજા તરીકે સ્થપાયેલા ચંદ્રગુપ્તને દેરનાર રાજા જેવી જ વ્યક્તિ હતી. એણે જ ચંદ્રગુપ્તના નામે મૌર્યવંશની સ્થાપના કરી હતી અને તેને દઢમૂલ બનાવ્યું હતું, એ હું ઉપર કહી જ ગયે છું.
હિમવંત થેરાવલી ચન્દ્રગુપ્તને “મોરિયડુત્તો ' મૌર્યપુત્ર કહે છે, ૧૨૦ તે પરથી ચન્દ્રગુપ્તના પિતાનું નામ મૌર્યું હોવાનું સૂચન થાય છે. તેને મગધાધિપ બનવામાં દેશ
(૧૧) શ્રી હેમચન્દ્રસૂરિજી જ નહિ પણ તેમના સમયથી ચાર સદીઓથી પણ પૂર્વેના ગ્રંથકાર વાળા–ચાણકય વિષે આવી જ રીતે લખી ગયા છે. જૈન ગ્રંથકાર ચાણકયથી બહુ જ પરિચિત છે. જિનદાસ મણિમહત્તા કૃત ભાવ૫ક ચૂષિનો પાઠ આ પ્રમાણે છે
"चाणक्के-गोल्लविसए' चणियग्गामो, तत्थ चणिओ माहणो सो य सावओ, तस्स घरे साधू ठिता, पुत्तो से जातो सह दाढाहिं, तेण साधूण पाएसु पाडिओ, तेहिं भणितंराया हाहितित्ति, तेण चिंतिय-मा दोग्गतिं जाइस्सइत्ति दता घट्ठा, पुणोवि आयरियाणं कहितं. तेहि भणित-किं कज्जत! एताहेवि बिंबंतरितो भविस्सइत्ति, उम्मकबालभावण चोइस विजाठाणाणि आगमियाणि, सोवि सावओ संतुट्ठो."
આવશ્યકચૂર્ણિ–પૂર્વભાગ. પૃ. ૫૬૩ (૧૨૦) હિમવંત થેરાવલી. (મુદ્રિત) ૫. ૩
(૧) ગોલદેશ કર્યો અને એ વિષે અનુમાન કરવામાં અબારિત સાધને આજે વિદ્યમાન છે કે કેમ એ તપાસવાનું રહે છે.
(૨) ચાણકયના અર્થશાસ્ત્રમાં મનુસ્મૃતિ ઇત્યાદિ વૈદિકને અનુસરતા પ્રથોમાં આલેખેલી નીતિથી વિરહ જઈ વિપ્રને પણ શારીરિક સજા કરવામાં આવે એવું વિધાન કરાયેલું હોવાથી ચાણકય વૈદિક મતાનયાયી નહિ પણ તેથી ભિન્ન મતાનુયાયી છે એમ સાબીત થાય છે. અર્થશાસ્ત્રમાં એવી પણ બાબતો લખેલી છે કે, જેથી ચાણક્ય વૈદિક નહિ પણ જૈન હતો એમ સાબીત કરી શકાય. | (ચાણકય એ આજ કાલ વપરાતું અથહ રૂપ છે. મેં પણ બહુધા એ અશુદ્ધ જ રૂપ લખ્યું છે, પણ તેનું શુદ્ધ રેપ “ચાણકય જ છે, કે જેવી રીતે પ્રાચીન જૈન મંયકારે લખે છે )